જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘર પર EDના દરોડા

જેટ એરવેઝના ફાઉન્ડર, પૂર્વ ચેરમેન અને CEO નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘરમાં EDએ દરોડા પાડ્યા છે. આ પહેલા સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પણ મની લોન્ડરિંગનો એક નવો કેસ નોંધ્યો છે. આ પહેલા બુધવારે સવારે EDએ નરેશ ગોયલને સમન મોકલ્યું હતું અને કસ્ટડીમાં લઈ તેમની લાંબી પૂછતાછ કરી હતી. #Mumbai : Enforcement Directorate (ED) raid is underway […]

જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘર પર EDના દરોડા
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 12:54 PM

જેટ એરવેઝના ફાઉન્ડર, પૂર્વ ચેરમેન અને CEO નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘરમાં EDએ દરોડા પાડ્યા છે. આ પહેલા સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પણ મની લોન્ડરિંગનો એક નવો કેસ નોંધ્યો છે. આ પહેલા બુધવારે સવારે EDએ નરેશ ગોયલને સમન મોકલ્યું હતું અને કસ્ટડીમાં લઈ તેમની લાંબી પૂછતાછ કરી હતી.

ED જેટ એરવેઝના 12 વર્ષના નાણાકીય લેણ-દેણની તપાસ કરી રહી છે. FEMAના મામલે નરેશ ગોયલની સિવાય તેમની પત્ની અને પુત્ર સાથે પણ ઘણી વખત પૂછતાછ કરવામાં આવી ચૂકી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ પણ નરેશ ગોયલની વિરૂદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

EDએ મુંબઈ પોલીસની એફઆઈઆરને આધારે નરેશ ગોયલની વિરુદ્ધ નવો મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો છે. મુંબઈ પોલીસે એક ટ્રાવેલ એજન્સીની સાથે છેતરપિંડીના મામલે કોર્ટના આદેશ પર આ FIR દાખલ કરી છે. આ કેસમાં નરેશ ગોયલની પત્ની અનીતા ગોયલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પહેલા EDએ FEMA હેઠળ કાર્યવાહી કરતાં દિલ્હી અને મુંબઈમાં 12 સ્થળો પર તપાસ કરી હતી. જેમાં જેટ એરવેઝના અધિકારીઓના પરિસર પણ સામેલ હતા. ત્યારે તપાસ દરમિયાન નરેશ ગોયલની 19 કંપનીઓની જાણકારી મળી હતી. તેમાંથી 14 કંપની ભારતમાં અને 5 કંપનીઓ વિદેશમાં રજીસ્ટર્ડ છે. સાથે એ પણ જાણવા મળ્યું હતું કે તેમને ટેક્સ બચાવવા માટે ઘરેલુ અને વિદેશી કંપનીઓ વચ્ચે શંકાસ્પદ વ્યવહાર દ્વારા વિદેશમાં પૈસા મોકલીને ઉચાપત કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એવુ કહેવામાં આવી રહ્યું છે કે EDએ તપાસ દરમિયાન વિદેશી કંપનીઓને ચૂકવણીના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા કબજે કર્યા હતા. આક્ષેપ મુજબ નરેશ ગોયલ પરોક્ષ રીતે વિદેશની ઘણી કંપનીઓ પર નિયંત્રણ રાખતાં હતા. આમાંની કેટલીક કંપનીઓ ટેક્સ હેવન દેશોમાં છે.

આ પણ વાંચો: VIDEO: રાજ્યના વાતાવરણમાં પલટો, કેટલીક જગ્યાએ માવઠું પડે તેવી શક્યતા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">