રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્રને ઘેર્યું,આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા સાથે કરી ભારતની તુલના

રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્રને ઘેર્યું,આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા સાથે કરી ભારતની તુલના
Rahul-gandhi
Image Credit source: AFP

રાહુલ ગાંધી (Rahul Gandhi) મોંઘવારી અને વધતી બેરોજગારીના મુદ્દે સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમણે બુધવારે કહ્યું છે કે દેશમાં શ્રીલંકા જેવી સ્થિતિ બની રહી છે.

TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

May 18, 2022 | 7:53 PM

કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) મોદી સરકાર પર પ્રહાર કરતા બિલકુલ અચકાતા નથી. તેઓ હંમેશા કોઈને કોઈ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધે છે. રાહુલ ગાંધી મોંઘવારી અને વધતી બેરોજગારીના મુદ્દે સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમણે બુધવારે કહ્યું છે કે દેશમાં શ્રીલંકા જેવી સ્થિતિ બની રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ટ્વીટ કર્યું, ‘ભારતમાં પેટ્રોલના ભાવ, બેરોજગારી અને સાંપ્રદાયિક હિંસાનો ગ્રાફ શ્રીલંકા જેવો છે. લોકોનું ધ્યાન દોરવાથી હકીકતો બદલાશે નહીં.

રાહુલ ગાંધીએ ત્રણ ગ્રાફ દ્વારા ભારત-શ્રીલંકાની સરખામણી કરી

કોંગ્રેસ નેતાએ પોતાની પોસ્ટમાં શેયર કરેલા ત્રણ ગ્રાફમાં પહેલો ગ્રાફ બેરોજગારીનો છે. આના માધ્યમથી રાહુલ ગાંધીએ બંને દેશોમાં વધતી બેરોજગારી બતાવી છે કે 2017થી બંને દેશોમાં કેવી રીતે બેરોજગારી વધી છે. બીજી તરફ બીજા ગ્રાફમાં બંને દેશોમાં પેટ્રોલની વધતી કિંમતોની સરખામણી કરવામાં આવી છે. આ સિવાય ત્રીજા ગ્રાફમાં રાહુલ ગાંધીએ બતાવ્યું છે કે કેવી રીતે ભારત અને શ્રીલંકામાં સાંપ્રદાયિક હિંસાના કેસ વધી રહ્યા છે. આ પહેલા મંગળવારે તેમના એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે જનતાના મુદ્દા – કમાણી, મોંઘવારી અને ભાજપના મુદ્દાઓ – રમખાણો, તાનાશાહી. જો દેશને આગળ વધારવો હશે તો ભાજપની નકારાત્મક વિચારસરણી અને નફરતની રાજનીતિને પરાસ્ત કરવી પડશે. આવો સાથે મળીને ભારતમાં જોડાઈએ.

શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે

નોંધપાત્ર વાત એ છે કે શ્રીલંકા હાલમાં તેના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને ભૂતકાળમાં રાજીનામું આપવાની ફરજ પડી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati