‘રાહુલ ગાંધી દેશના સૌથી અસફળ અને હતાશ નેતા’: CM શિવરાજસિંહ ચૌહાણ

'રાહુલ ગાંધી દેશના સૌથી અસફળ અને હતાશ નેતા': CM શિવરાજસિંહ ચૌહાણ
Shivraj Singh Chauhan-Rahul Gandhi

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું “રાહુલ ગાંધી દેશના સૌથી નિષ્ફળ,હતાશ અને નિરાશ નેતા છે. કોઈ પણ દેશભક્ત નેતા વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધીની જેમ રાષ્ટ્ર વિરોધી નિવેદનો કરતા નથી.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

May 22, 2022 | 5:43 PM

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર જોરદાર હુમલો કર્યો છે. લંડનમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે સીએમ શિવરાજસિંહની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી દેશના સૌથી નિષ્ફળ, હતાશ અને અત્યંત નિરાશ નેતા છે. રાહુલ ગાંધીની લંડન મુલાકાત બાદથી ભાજપ (BJP) તેમના નિવેદનો પર પ્રહાર કરી રહી છે. આ પહેલા ઈન્દોરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે રાહુલ ગાંધી દેશને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું “રાહુલ ગાંધી દેશના સૌથી નિષ્ફળ,હતાશ અને નિરાશ નેતા છે. કોઈ પણ દેશભક્ત નેતા વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધીની જેમ રાષ્ટ્ર વિરોધી નિવેદનો કરતા નથી. તેમણે કહ્યું કે આ પ્રકારનું નિવેદન કરીને રાહુલ ગાંધીએ તેમની દેશભક્તિ અને રાષ્ટ્રીય વફાદારી પર સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસનો માલિક ભગવાન છે: શિવરાજ સિંહ ચૌહાણ

શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું “અમે ક્યારેય વિદેશ જઈને દેશની ટીકા કરી નથી. નવાઈની વાત એ છે કે કેટલાક નેતાઓ આ નેતાને કોંગ્રેસ પ્રમુખ બનાવવા માટે પ્રચાર કરી રહ્યા છે તો કોંગ્રેસના માલિક ભગવાન છે.

રાહુલ ગાંધીના કયા નિવેદન પર ભાજપે કર્યા પ્રહાર?

તમને જણાવી દઈએ કે શુક્રવારે લંડનમાં થિંક ટેન્ક બ્રિજ ઈન્ડિયા દ્વારા આયોજિત આઈડિયાઝ ફોર ઈન્ડિયા કોન્ફરન્સના સંવાદ સત્રમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “ભારતની આત્મા પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને અવાજ વગરની આત્માનો કોઈ અર્થ નથી અને શું થયું કે ભારતનો અવાજ કચડી નાખવામાં આવ્યો છે.” રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે દેશના સંસ્થાકીય માળખા દ્વારા ભારતના અવાજને કચડી નાખવામાં આવ્યો છે, જે પરોપજીવી બની રહ્યું છે, તેથી અદ્રશ્ય દળો, સીબીઆઈ, ઈડી હવે ભારતીય રાજ્યને પોકળ કરી રહ્યા છે, જેવુ પાકિસ્તાનમાં થાય છે.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati