ભારત જોડો યાત્રા પૂર્ણ થવા પર 12 પાર્ટીઓ થશે સામેલ, મમતા- અખિલેશ નહિ રહે હાજર

કોંગ્રેસે 7 સપ્ટેમ્બર 2022ના રોજથી કન્યાકુમારીથી રાહુલ ગાંધીની પદયાત્રા શરૂ કરી હતી, જે 30 જાન્યુઆરીએ કાશ્મીરમાં સમાપ્ત થઈ રહી છે. રાહુલ ગાંધી 3,970 કિલોમીટરનો પ્રવાસ કરી કાશ્મીર પહોંચ્યા હતા, જ્યાં સમાપન સમારોહ માટે એક વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અનેક વિપક્ષી નેતાઓ અહીં હાજર રહેવાના છે.

ભારત જોડો યાત્રા પૂર્ણ થવા પર 12 પાર્ટીઓ થશે સામેલ, મમતા- અખિલેશ નહિ રહે હાજર
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 1:58 PM

રાહુલ ગાંધીની લગભગ 150 દિવસની પદ યાત્રા 30 જાન્યુઆરીને સોમવારે સમાપ્ત થઈ રહી છે. ભારત જોડો યાત્રાના સમાપન નિમિત્તે કાશ્મીરમાં એક મોટો મંચ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે સમાપન સમારોહમાં ઓછામાં ઓછા 12 વિરોધ પક્ષો હાજર રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે 21 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કેટલાકે સુરક્ષાના કારણોસર હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ટીડીપીને આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ તેમની પાર્ટીના નેતાઓ સમારોહમાં ભાગ લેશે નહીં.

સૂત્રોથી જાણવા મળ્યું હતું કે, MK સ્ટાલિનની આગેવાની હેઠળના દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), તેજસ્વી યાદવની આગેવાનીવાળી રાષ્ટ્રીય જનતા દળ (RJD), નીતીશ કુમારની જનતા દળ (યુનાઇટેડ)(JDU), ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ(એમ), સીપીઆઈ વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), કેરળ કોંગ્રેસ, ફારૂક અબ્દુલ્લાની આગેવાની હેઠળની જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, મહેબૂબા મુફ્તીની જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને શિબુ સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા (JMM) શ્રીનગરના સમારોહમાં ભાગ લેશે.

કોંગ્રેસે સુરક્ષામાં ક્ષતિનો આરોપ લગાવ્યો, પોલીસે નકાર્યો

શનિવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ભાઈ રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોડાયા હતા. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તીએ પણ અવંતીપોરાની યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન કોંગ્રેસ તરફથી પુરતી સુરક્ષા ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક પોલીસે યાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ ખામી હોવાનો ઈન્કાર કર્યો હતો. આરોપોને નકારી કાઢતા, વિસ્તારના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) વિજય કુમારે શનિવારે કહ્યું કે ઓપરેશન દરમિયાન સુરક્ષામાં કોઈ ખામી રહી નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભારત જોડો યાત્રાના સમાપનમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 27 જાન્યુઆરીની સુરક્ષા ચુકની ઘટના અંગે પત્ર લખ્યો અને જમ્મુ અને કાશ્મીરમાં ભારત જોડો યાત્રા માટે પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના અંગત રીતે તેના પર ધ્યાન આપવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, અમે આગામી બે દિવસમાં શ્રીનગરમાં 30 જાન્યુઆરીએ યોજાનારી યાત્રા અને ઉજવણીમાં હાજરી આપવા માટે એક વિશાળ મેળાવડાની અપેક્ષા રાખીએ છીએ. આ દિવસે યોજાનાર સમાપન સમારોહમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને અન્ય મહત્વપૂર્ણ રાજકીય પક્ષોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

રાહુલે લગભગ 145 દિવસની પદયાત્રા કરી

અમિત શાહને લખેલા પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, જો તમે આ મામલે અંગત રીતે સંબંધિત અધિકારીઓને 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં યોજાનારી યાત્રા અને ઉજવણીના સમાપન સુધી પૂરતી સુરક્ષા પૂરી પાડવાની સલાહ આપી શકો, તો હું તમારો આભારી રહીશ. રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા શરૂ કરી હતી. રાહુલે આ સમયગાળા દરમિયાન 3,970 કિલોમીટરની પદયાત્રા કરી હતી અને 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી યાત્રા 30 જાન્યુઆરી 2023એ કાશ્મીરમાં સમાપ્ત થવાની છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">