લોકસભામાં ખેડૂતોના પ્રશ્ને વિપક્ષ પર અકળાયા રુપાલા, કહ્યુ 50 વર્ષમાં તમે નથી અપાયુ તે મોદીએ આપ્યુ છે, ખેડૂતોને આપવાની હજુ તો શરૂઆત છે, ઘણુ આપવાનુ બાકી છે

ચોમાસુ સત્રઃ સંસદના ચોમાસુ સત્રમાં આજે એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા વિપક્ષ ઉપર અકળાઈ ગયા હતા. કેટલાક સંસદ સભ્યો કિસાન ક્રેડિટ કાર્ડ અંગે પ્રશ્નો પૂછી રહ્યા હતા. તેના જવાબ આપતા રૂપાલાએ વિપક્ષને કહ્યુ કે, 50 વર્ષથી તમે નથી આપ્યુ તે મોદીએ આપ્યુ છે.

લોકસભામાં ખેડૂતોના પ્રશ્ને વિપક્ષ પર અકળાયા રુપાલા, કહ્યુ 50 વર્ષમાં તમે નથી અપાયુ તે મોદીએ આપ્યુ છે, ખેડૂતોને આપવાની હજુ તો શરૂઆત છે, ઘણુ આપવાનુ બાકી છે
Purshottam Rupala, Union Minister of Animal Husbandry
Image Credit source: Lok Sabha TV
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Aug 02, 2022 | 4:19 PM

આજે લોકસભામાં કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) પર સવાલ-જવાબ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિપક્ષી સાંસદોની વાત પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા (Purushottam Rupala) ખૂબ અકળાઈ ગયા અને જોર જોરથી બોલવા લાગ્યા. તેઓ એટલા નારાજ થયા કે વિપક્ષી સભ્યો તરફ આંગળી ચીંધીને વાત કરવા લાગ્યા. જ્યારે રૂપાલા બોલી રહ્યા હતા ત્યારે DMK સાંસદ દયાનિધિ મારન, કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ અને NCP સાંસદ સુપ્રિયા સુલે પણ રૂપાલાની સાથે મોટેથી બોલતા જોવા મળ્યા હતા. જો કે પુરષોત્તમ રુપાલાએ કહ્યું કે, છેલ્લા 50 વર્ષમાં ખેડૂતોને નથી અપાયુ તે મોદીએ આપ્યું છે. ખેડૂતોને આપવાની શરૂઆત થઈ છે. હજુ ઘણું આપવામાં આવશે.

કિસાન ક્રેડિટ કાર્ડ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા

વાસ્તવમાં, NCP સાંસદ સુપ્રિયા સુલે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા હતા, ત્યારે રૂપાલાએ પ્રત્યુતર આપ્યો હતો. મંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ વિશે સભ્યોને માહિતી આપી રહ્યા હતા. રૂપાલાએ જણાવ્યું હતું કે કેસીસી અંગે કેટલાક સભ્યોમાં દ્વિધા છે. હું તમામ સાંસદો અને દેશવાસીઓને KCC વિશે કહેવા માંગુ છું, KCC ખેડૂતો માટે હતું, જ્યારે પશુપાલકો અને માછીમારોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. KCCનો હેતુ ખેડૂતોને રૂ. 1.60 લાખ સુધીની સંસ્થાકીય લોન આપવાનો છે. હવે માછીમારો અને પશુપાલકોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આનો અમલ થયો નથી. તેમને લોન આપવાની પ્રક્રિયા થોડા દિવસોમાં શરૂ થશે.

જ્યારે પુરૂષોત્તમ રૂપાલા અકળાયા

જ્યારે કેટલાક સાંસદોએ વિપક્ષ વતી કંઈક કહ્યું ત્યારે રૂપાલાએ અકળાઈને કહ્યું, ‘અરે તમે આમ જ હાથ લાંબા કરતા રહ્યા. 50 વર્ષમાં કશુ આપવામાં આવ્યું નથી. નરેન્દ્ર મોદીએ આપવાની શરૂઆત કરી છે. તમે આમ જ પ્રશ્ન કરતા રહો. આવી રીત હાથ લાંબા કરો તો શું થાય ? નરેન્દ્ર મોદીએ આપ્યુ છે. આપવાની શરૂઆત કરી છે. અત્યારે લોકોને આપવાના પ્રયાસો ચાલુ છે. મીટીંગ હમણાં જ શરૂ થઈ છે. આ કિસાન ક્રેડિટ કાર્ડ્સ મળીને ખેડૂતો માટે આ કરી રહ્યા છે. ખેડૂતો અને માછીમારોને ઉંચા અવાજમાં બોલવાથી ફાયદો થઈ શકતો નથી. આમ કરવાથી કંઈ થતું નથી. આપવું પડશે નરેન્દ્ર મોદીએ આપી છે

લોકસભા સ્પીકરે કહ્યું, કિસાન ક્રેડિટ લોન માફ કરવામાં આવી નથી

જ્યારે કિસાન ક્રેડિટ કાર્ડ પર સવાલ-જવાબ ચાલી રહ્યો હતો, ત્યારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કિસાન ક્રેડિટ કાર્ડની કોઈ લોન માફ કરવામાં આવતી નથી. શું આજ સુધી કોઈ સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ પરની લોન માફ કરી છે? મારા સવાલ નો જવાબ આપો તેમ વિપક્ષને જણાવ્યું હતું.


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati