Video: નેતાજીના તીખા તેવર ! વિકાસ અંગે પૂછતા જ આ કોંગ્રેસના ધારાસભ્યએ યુવકને લાફો ઝીંકી દીધો

તાજેતરમાં પંજાબના એક ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વિકાસ અંગે પુછતા જ આ ધારાસભ્યને ગુસ્સો આવી જાય છે અને કંઈક એવુ કરે છે,જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video: નેતાજીના તીખા તેવર ! વિકાસ અંગે પૂછતા જ આ કોંગ્રેસના ધારાસભ્યએ યુવકને લાફો ઝીંકી દીધો
Congress MLA Joginder Pal video viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 6:34 PM

Viral Video : પંજાબના પઠાણકોટના સમરાલા કુલ્લાન ગામમાં એક યુવકને ધારાસભ્યને પ્રશ્ન પૂછવો ભારે પડી ગયો. યુવકે જાહેર સભામાં સંબોધતા ધારાસભ્ય જોગિંન્દર પાલને પૂછ્યું, ‘તમે ગામ માટે શું કર્યું ?’ આ સાંભળીને ધારાસભ્યએ(MLA Jogindar Pal)  યુવકને લાફો ઝીંકી દીધો. ધારાસભ્યએ તેને થપ્પડ મારતા જ સમર્થકો અને સુરક્ષા કર્મચારીઓ પણ યુવાન પર તૂટી પડ્યા હતા. યુવકને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. આ તમામ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

યુવકને માર મારવાને લઈને રાજકારણ શરૂ થયુ

યુવકને માર મારવા અંગે જિલ્લામાં રાજકારણ (Politics) શરૂ થયું હતું. વિપક્ષી દળોના નેતાઓ પીડિત પરિવાર પાસે પહોંચ્યા. હાલ યુવક અને તેના પરિવારે ન્યાયની માંગણી કરી છે પરંતુ હજુ સુધી આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જુઓ વીડિયો

નેતાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ ઘટના પઠાણકોટના સમરાલા કુલ્લાન ગામની છે. જેમાં ભોઆના ધારાસભ્ય જોગીન્દર પાલ જનતાને સંબોધિત કરી રહ્યા હતા અને તેમના વિકાસના કામોની ગણતરી કરી રહ્યા હતા. ધારાસભ્યો કહી રહ્યા હતા કે તેઓ તૃણમૂલ નેતા છે. પહેલા તેઓ તેમના કાર્યોને કારણે કાઉન્સિલર અને પછી ધારાસભ્ય બન્યા. આ દરમિયાન એક યુવાન તેના ગામના વિકાસ અંગે આ નેતાને પુછે છે,પરંતુ નેતાજી તો ગુસ્સે થઈને યુવકને લાફો ઝીંકી દે છે.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Video : રાજકોટની દિકરીઓએ જીત્યુ લોકોનુ દિલ, આંખે પાટા બાંધીને આ છોકરીઓએ કરી અદ્દભૂત તલવારબાજી !

આ પણ વાંચો: આ કપલે તો ભારે કરી ! લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન પડી ગયા, Video જોઇને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">