Punjab: ખેતીમાં વધુ કામ કરાવવા માટે મજૂરોને અપાય છે ડ્રગ્સ, BSFના રિપોર્ટ પર કેન્દ્રએ આપ્યા એક્શનના નિર્દેશ

Punjab: બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો જે પંજાબમાં ખેતરોમાં કામ કરે છે, તેમને વધુ સમય કામ કરાવવા માટે ડ્રગ્સ આપવામાં આવે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના એક તપાસ અહેવાલમાં આ હકીકત સામે આવી છે, ત્યારબાદ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તેના પર કાર્યવાહી કરવા કહ્યું છે.

Punjab: ખેતીમાં વધુ કામ કરાવવા માટે મજૂરોને અપાય છે ડ્રગ્સ, BSFના રિપોર્ટ પર કેન્દ્રએ આપ્યા એક્શનના નિર્દેશ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 03, 2021 | 6:52 PM

Punjab: બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો જે પંજાબમાં ખેતરોમાં કામ કરે છે, તેમને વધુ સમય કામ કરાવવા માટે ડ્રગ્સ આપવામાં આવે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના એક તપાસ અહેવાલમાં આ હકીકત સામે આવી છે, ત્યારબાદ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તેના પર કાર્યવાહી કરવા કહ્યું છે. જોકે, ખેડૂત નેતાઓનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તેમના આંદોલનને બદનામ કરવાનું કાવતરું ઘડી રહી છે. બીજી તરફ પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે વાતને સમર્થન તો આપ્યું, પરંતુ બીએસએફના તપાસ અહેવાલને લઈને કહ્યું કે અહીં મુદ્દાને વધારીને કહેવામાં આવી છે.

એક મીડિયાના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે એક પત્ર લખીને પંજાબ સરકારને જણાવ્યું છે કે જે લોકો પરપ્રાંતિય મજૂરોને લાંબા સમય સુધી કામ કરાવે છે, તેમની સામે કાર્યવાહી કરે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં બીએસએફએ આ અંગે કેન્દ્ર સરકારને એક રિપોર્ટ આપ્યો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્ષ 2019-20 દરમિયાન પંજાબના સરહદી જિલ્લાઓમાં આવા 58 જેટલા બંધાયેલા મજૂર મળી આવ્યા હતા, જેઓ માનસિક બીમાર હોવાનું જોવા મળ્યું હતું. જ્યારે તે લોકોની પૂછપરછ કરવામાં આવી, ત્યારે આ લોકો યોગ્ય રીતે જવાબ આપી શક્યા નહીં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જણાવી દઈએ કે ગત 17 માર્ચે ગૃહ મંત્રાલય તરફથી આ સંદર્ભમાં પંજાબના મુખ્ય સચિવ અને ડીજીપીને એક પત્ર મોકલવામાં આવ્યો હતો. આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ બીકેયુ ડાકુંડા મહામંત્રી અને અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સંકલન સમિતિ (AIKSCC)ના સભ્ય જગમોહનસિંહે કેન્દ્ર પર ખેડૂતોની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે એનડીએના ભૂતપૂર્વ સાથી, શિરોમણી અકાલી દળ (એસએડી)એ કહ્યું કે આ પત્ર રાજ્યના ખેડૂતોને બદનામ કરવાના હેતુસર હાસ્યાસ્પદ કલ્પના પર આધારિત છે. બીએસએફ દ્વારા ગુરદાસપુર, અમૃતસર, ફિરોઝપુર અને અબોહરના સરહદી વિસ્તારોમાંથી 58 લોકોના અપહરણનો ઉલ્લેખ કરતા કેન્દ્રના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ બધા પંજાબના સરહદી ગામમાં બંધુ મજૂર તરીકે કામ કરે છે. તે બધા ગરીબ પરિવારો સાથે સંકળાયેલા છે અને બિહાર અને ઉત્તર પ્રદેશના દૂરના વિસ્તારોથી આવે છે.

પત્રમાં માનવ તસ્કરીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. માનવ તસ્કરી સાથે સંકળાયેલા લોકો સારા પગારનું વચન આપીને આવા મજૂરોને તેમના મૂળ સ્થાનેથી પંજાબમાં રોજગારી આપે છે, પરંતુ પંજાબ પહોંચ્યા પછી તેમનું શોષણ થાય છે. તેમને નબળા પગાર મળે છે અને અમાનવીય વર્તન કરવામાં આવે છે. ખેતી કામમાં તેમને લાંબા સમય સુધી કામ કરાવવા માટે ડ્રગ્સ આપવામાં આવે છે, જે તેમની શારીરિક અને માનસિક સ્થિતિને પ્રતિકૂળ અસર કરે છે. બીએસએફ દ્વારા બચાવવામાં આવેલા લોકોને આગળની કાર્યવાહી માટે રાજ્ય પોલીસને સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બ્રિટનની મહિલાએ સેલરી મામલે એલન મસ્ક અને ટીમ કુકને પાછળ રાખ્યા, જાણો કેટલી છે સંપત્તિ

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">