પંજાબના નવા સીએમ ચરણજીત સિંહ ચન્ની પર MeToo આરોપ, તેમને મુખ્યમંત્રી પદથી હટાવવા જોઈએ: NCW અધ્યક્ષ

રેખા શર્માએ કહ્યું કે ચરણજીત સિંહ સામે તપાસ થવી જોઈએ કારણ કે તે મુખ્યમંત્રી બનવા યોગ્ય નથી. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે ચરણજીત સિંહને સીએમ પદ પરથી હટાવવાની માગ કરી છે.

પંજાબના નવા સીએમ ચરણજીત સિંહ ચન્ની પર MeToo આરોપ, તેમને મુખ્યમંત્રી પદથી હટાવવા જોઈએ: NCW અધ્યક્ષ
Rekha Sharma - NCW President

રાષ્ટ્રીય મહિલા આયોગના વડા રેખા શર્માએ કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીનો (Charanjit Singh Channi) પંજાબના મુખ્યમંત્રી બનવા સામે વિરોધ કર્યો છે. રેખા શર્માએ કહ્યું કે આજે એક મહિલાના નેતૃત્વવાળી પાર્ટી (કોંગ્રેસ) એ ચરણજીત સિંહને પંજાબના મુખ્યમંત્રી (Punjab CM) બનાવ્યા છે. તેમણે કહ્યું કે મહિલાઓની સુરક્ષા માટે આ ખૂબ જ ખતરનાક બાબત છે અને તેમની સામે તપાસ થવી જોઈએ કારણ કે તે મુખ્યમંત્રી બનવા યોગ્ય નથી. રેખા શર્માએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે ચરણજીતને સીએમ પદ પરથી હટાવવાની માગ કરી છે.

NC પ્રમુખ રેખા શર્મા (NCW) એ કહ્યું કે, 2018 માં MeToo ચળવળ દરમિયાન, તેમના (પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની) પર આરોપો લગાવવામાં આવ્યા હતા. રાજ્ય મહિલા આયોગે આ બાબતની નોંધ લીધી હતી અને અધ્યક્ષ તેને હટાવવાની માંગણી સાથે ધરણા પર બેઠા હતા પરંતુ કંઈ થયું નહીં. ગઈકાલે, ભાજપે (BJP) પંજાબના મુખ્યમંત્રી પદને લઈને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેણે 2018 માં આઈએએસ અધિકારીને અયોગ્ય લખાણનો મેસેજ મોકલ્યો હતો.

મુખ્યમંત્રી MeToo કેસ સાથે જોડાયેલા છે

ભાજપના નેતા અમિત માલવિયા, જે IT વિભાગના વડા છે, તેમણે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસના (Congress) મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને 3 વર્ષ જૂના MeToo કેસમાં કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. તેણે 2018 માં એક મહિલા IAS અધિકારીને કથિત રીતે અયોગ્ય લખાણ મોકલ્યું હતું. પરંતુ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પંજાબ મહિલા આયોગે નોટિસ મોકલી હતી.

આ વર્ષે મે મહિનામાં આ મુદ્દો ફરી ઉભો થયો જ્યારે પંજાબ મહિલા પેનલના વડાએ ચન્ની દ્વારા કથિત રૂપે મોકલવામાં આવેલા “અયોગ્ય ટેક્સ્ટ મેસેજ” પર રાજ્ય સરકારને તેના વલણ વિશે જણાવવામાં નિષ્ફળ રહેવા બદલ ભૂખ હડતાલ પર જવાની ધમકી આપી હતી.

પંજાબ કોંગ્રેસની રાજકીય હલચલ વચ્ચે દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ચન્નીના શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે રાજભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં ચન્નીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો : Farmers Protest : પંજાબના નવા સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્રને કરી અપીલ, કહ્યું- ખેડૂતો સાથે પંજાબ સરકાર, ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચો

આ પણ વાંચો : Babul Supriyo Meets Mamata: બાબુલ સુપ્રિયો મમતા બેનર્જીને મળ્યા, કહ્યું- ‘હવે દિલથી કામ કરીશ અને ગીત ગાઈશ’

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati