Puducherry Assembly Election 2021: પોંડીચેરીમાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, “કોંગ્રેસે તેમના નેતાઓના પગે પડનારને મુખ્યપ્રધાન બનાવ્યા”

Puducherry Assembly Election 2021 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સસરકાર દ્વારા પોંડીચેરી ના સર્વાંગી વિકાસ માટે પગલાં લેવામાં આવ્યા છે.

Puducherry Assembly Election 2021: પોંડીચેરીમાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસે તેમના નેતાઓના પગે પડનારને મુખ્યપ્રધાન બનાવ્યા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 28, 2021 | 2:57 PM

Puducherry Assembly Election 2021 :  પોંડીચેરીનાં કરાઈકલમાં એક જાહેરસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (AMIT SHAH)એ કહ્યું કે, હું મારા રાજકીય અનુભવના આધારે કહેવા માંગુ છું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પોંડીચેરીમાં BJPના નેતૃત્વ હેઠળ NDAની સરકાર બનવાની છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI)એ અહી  115થી વધુ યોજનાઓ શરૂ કરીને પોંડીચેરીના સર્વાંગી વિકાસ માટે પગલાં લીધા છે. પરંતુ અહીં એક સરકાર હતી જે નિમ્ન કક્ષાનું રાજકારણ કરવા માંગતી હતી, તેમને ડર હતો કે જો આ યોજનાઓ પોંડીચેરીની જનતામાં લોકપ્રિય થઈ જશે તો તેમનો આધાર જ ખોવાઈ  જશે. અહીંની સરકારે આ કેન્દ્ર સરકારની યોજનાઓને જમીન પર લાગુ થવા જ ન  દીધી.

કોંગ્રેસે પગે પાડનારાને બનાવ્યા મુખ્યપ્રધાન પોંડીચેરીમાં વી.નારાયણસામી ( V.NARAYANSAMI)ની કોંગ્રેસ સરકાર તાજેતરમાં જ પડી છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અમારા પર આ સરકાર પાડવાનો આરોપ લગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ આ સરકાર પાડી દીધી. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે અહી મુખ્યપ્રધાન જ એવા વ્યક્તિને બનાવ્યા જે તેમના નેતાઓના પગે પડે છે અને પાર્ટીના મોટા નેતાના ભાષણનું  ભાષાંતર કરતી વખતે પણ ખોટું બોલે છે. સમગ્ર દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે  ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ઘણા મોટા નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. રાજવંશ અને વંશવાદને કારણે કોંગ્રેસ પક્ષ માત્ર પોંડીચેરીમાં જ નહીં પરંતુ આખા દેશમાં વેરવિખેર થઇ રહી છે. પોંડીચેરીમાં વી.નારાયણસામીની સરકારે ભ્રષ્ટાચારની નદીઓ વહાવી દીધી. ગૃહપ્રધાન અમિત શાહે જનસભામાં પ્રશ્ન કર્યો કે ભારત સરકાર દ્વારા પોંડીચેરીના વિકાસ માટે 15,000 કરોડ રૂપિયા મોકલ્યા છે,  શું આ પૈસા તમારા ગામડામાં આવ્યા છે ? નારાયણસામીની સરકારે કેન્દ્ર સરકારે આ 15,000 કરોડ રૂપિયા ગાંધી પરિવારની સેવામાં દિલ્હી મોકલી દીધા છે. 

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

પોંડીચેરીમાં 14 વર્ષથી યોજાઈ નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે  લોકશાહીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખૂબ મહત્વની હોય છે. અમિત શાહે જનસભાને પ્રશ્ન કર્યો કે તમે મને કહો કે આ ચૂંટણીઓ પોંડીચેરીમાં યોજાવી જોઇએ કે નહીં? પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ પણ 14 વર્ષ પછી પણ અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવી ન હતી. કારણ કે તેમને ડર હતો કે જો ચૂંટણી યોજાય તો અહીં ભાજપનું કમળ ખીલશે.વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે પોંડીચેરીના વિકાસ માટે ઘણું કામ કર્યું છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">