અરબી સમુદ્રમાં સર્જાયુ લો પ્રેશર, જાણો કયા કયા રાજ્યોમાં પડશે વરસાદ

હવામાન વિભાગનું કહેવું છે કે લક્ષદ્વીપ વિસ્તારમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બનવાના કારણે દક્ષિણના રાજ્યોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડશે.

અરબી સમુદ્રમાં સર્જાયુ લો પ્રેશર, જાણો કયા કયા રાજ્યોમાં પડશે વરસાદ

Weather Forecasts: કેરળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. કેરળના ઉતરમાં આવેલા 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 ઓક્ટોબર સુધી કેરળ અને અન્ય પ્રદેશમાં વરસાદની સંભાવના છે. વાસ્તવમાં, હવામાન વિભાગનું કહેવું છે કે લક્ષદ્વીપ વિસ્તારમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયુ છે. જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યો સહિત કેરળના ઘણા વિસ્તારોમાં ગુરુવારથી વરસાદ શરૂ થયો છે. આ વિસ્તારોમાં શુક્રવાર અને શનિવારે પણ વરસાદ યતાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

બંગાળમાં ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં પણ સર્જાયેલ એક વરસાદી સિસ્ટમને પગલે, પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે. આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ વરસાદ વરસાવશે. હવામાનશાસ્ત્રીએ કહ્યું કે 19 ઓક્ટોબરની સવાર સુધી દક્ષિણ બંગાળના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. શુક્રવારે પણ કોલકાતામાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 17 ઓક્ટોબરથી દક્ષિણ અને ઉત્તર 24 પરગણા અને પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુરમાં ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં વરસ્યો 96 ટકા વરસાદ

ગુજરાતમાંથી (Gujarat)  ચોમાસાએ( Monsoon) સત્તાવાર વિદાય લીધી છે. જેમાં રાજ્યના સિઝનનો 96.37 ટકા વરસાદ નોંધાયો હતો. જેમાં ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ​​​​​​​સપ્ટેમ્બર મહિનામાં સાર્વત્રિક 17 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જો ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સિઝનનો 116 ટકા વરસાદ પડ્યો હતો.

જ્યારે કચ્છમાં પણ 112 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 94 ટકા, મધ્ય ગુજરાતમાં 84 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો સિઝનનો 71 ટકા વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે વરસાદ ટકાવારીની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં નોંધાયો.

જેમાં દેવભૂમિદ્વારકામાં સૌથી વધુ 143.57 ટકા, જામનગરમાં 140 ટકા વરસાદ ખાબક્યો..,, તો રાજકોટમાં 135 ટકા, જૂનાગઢમાં 130 ટકા અને પોરબંદરમાં 125 ટકા વરસાદ પડ્યો છે.

 

આ પણ વાંચોઃ

High Return Stocks : 25 રૂપિયાથી ઓછી કિંમતની શ્રેણીના સ્ટોક્સે ૧ વર્ષમાં આપ્યું 15000% સુધી રિટર્ન, જાણો આ Penny stocks વિશે અહેવાલમાં

 

આ પણ વાંચોઃ

Ahmedabad: 555 દિવસ પછી પહેલી વાર સિવિલમાં કોરોનાનો એક પણ કેસ ના નોંધાયો, ડોક્ટર્સને હાશકારો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati