સુપ્રીમ કોર્ટેની વોટ્સએપને ફટકાર, વોટ્સએપને ચાર સપ્તાહમાં ખુલાસો કરવાનો આપ્યો આદેશ

તમારા અબજો ડોલરના બિઝનેસ કરતાં વ્યક્તિની પ્રાઈવસી મહત્વની છે. આ ફટકાર કરી છે સુપ્રીમ કોર્ટે વોટ્સએપને. ગઇકાલે વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને પડકારતી અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.

સુપ્રીમ કોર્ટેની વોટ્સએપને ફટકાર, વોટ્સએપને ચાર સપ્તાહમાં ખુલાસો કરવાનો આપ્યો આદેશ
SC - WhatsApp

તમારા અબજો ડોલરના બિઝનેસ કરતાં વ્યક્તિની પ્રાઈવસી મહત્વની છે. આ ફટકાર કરી છે સુપ્રીમ કોર્ટે વોટ્સએપને. ગઇકાલે વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને પડકારતી અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે વોટ્સએપને ચાર સપ્તાહમાં ખુલાસો કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કંપનીનો બિઝનેસ ભલે 2-૩ ટ્રિલિયન ડોલરનો હોય, પરંતુ એ પ્રાઈવસીની કિંમત કરતાં વધારે તો નથી જ.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે અબજો ડોલરનો બિઝનેસ કરતાં હોય તેનો અર્થ એવો નથી કે કોઈનો ડેટા જોઈ-વાંચી શકો. ડેટા તમારા અબજો ડોલરના બિઝનેસ કરતાં વધુ મહત્વનો અને કિમતી છે. વોટ્સએપે કોર્ટમાં કહ્યું હતું કે યુરોપમાં પ્રાઈવસીના સંદર્ભમાં કાયદો છે. જો ભારતમાં પણ એવો કાયદો હશે તો અમે પાલન કરીશું. ફેસબુક-વોટ્સએપે નફ્ફટાઈથી કહ્યું હતું કે ભારતમાં વિશેષ કાયદો નથી એટલે પાલન કરવા કંપની બંધાયેલી નથી.

વોટ્સએપની નવી પોલિસી શું છે તે અંગે વાત કરીએ તો પોલિસી મુજબ વોટ્સએપ યુઝર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરે છે, કંપની તેનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ કરી શકે છે. કંપની આ ડેટાને શેર પણ કરી શકે છે. આ પોલીસી 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થવાની હતી. જોકે વિવાદ વધ્યા બાદ ડેડલાઈનને વધારીને 15 મે કરવામાં આવી છે. પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે જો યુઝર આ પોલીસીને એગ્રી કરતો નથી તો તે તેના એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે નહિ. જોકે પછીથી કંપનીએ તેને ઓપ્શનલ ગણાવી હતી.

  • Follow us on Facebook

Published On - 10:47 am, Tue, 16 February 21

Click on your DTH Provider to Add TV9 Gujarati