વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ 11 જાન્યુ.એ મુખ્યપ્રધાનો સાથે કોરોના વેક્સિનને લઈને યોજશે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ 11 જાન્યુ.એ મુખ્યપ્રધાનો સાથે કોરોના વેક્સિનને લઈને યોજશે બેઠક
વડાપ્રધાન મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વેકસીનેશન અંગે કરશે સંવાદ

કોરોના વેક્સિન અંગે વડાપ્રધાન મોદી સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ બેઠક 11 જાન્યુઆરીને સોમવારે સાંજે 4 વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થશે. વેકસીનેશન પહેલા યોજાનારી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Nakulsinh Gohil

| Edited By: Bipin Prajapati

Jan 10, 2021 | 4:38 PM

કોરોના વેક્સિન (COVID-19 Vaccine)ને મંજૂરી મળ્યા બાદ હવે દેશમાં વેકસીનેશન અંગેની તૈયારીઓ મિશન મોડમાં ચાલી રહી છે. દેશમાં 16 જાન્યુઆરીએ વેકસીનેશનનો કાર્યક્રમ શરૂ થવાનો છે. આ પહેલા વડાપ્રધાન મોદી (PM MODI) સોમવરે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. 11 જાન્યુઆરીને, સોમવારે સાંજે 4 વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક યોજાશે. વેકસીનેશન પહેલા યોજાનારી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બે મુખ્ય વેક્સિન નિર્માતા કંપનીઓ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત વાયોટેકની કોવેક્સિનને મંજૂરી મળી છે. દેશમાં તમામ રાજ્યોએ વેકસીનેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દિલ્હીમાં પહેલા આરોગ્ય કર્મચારીઓને અપાશે વેક્સિન દિલ્હી સરકારે કોરોનાને મ્હાત આપવા રવિવારે વેકસીનેશન પ્લાન જાહેર કરી દીધો છે. 16 જાન્યુઆરીના દિવસે દિલ્હીમાં 89 સ્થળે કોવિડ-19 વેક્સિન લગાવવામાં આવશે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને આ માહીતી આપી છે. આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે માત્ર હોસ્પિટલોમાં આરોગ્ય કામર્ચારીઓને જ વેક્સિન લગાવવામાં આવશે. 16 જાન્યુઆરીએ દિલ્હીમાં 36 સરકારી અને 53 પ્રાઇવેટ હોસ્પિટલોમાં વેકસીનેશન કાર્યક્રમ થશે. દિલ્હીમાં 12 અથવા 13 જાન્યુઆરીએ વેક્સિન પહોંચાડવામાં આવશે.

રાજ્યોએ વેકસીનેશનની તૈયારીઓ શરૂ કરી દેશના તમામ રાજ્યોએ 16 જાન્યુઆરીએ થનાર વેકસીનેશન કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી સરકારે વેકસીનેશનનો પ્લાન જાહેર કરી દીધો છે. કોરોના વેકસીનેશન અંગેના કેન્દ્ર સરકારના નિર્ણયને પંજાબના સરકારે સ્વાગત કર્યું છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના તમામ નાના-મોટા રાજ્યોએ વેકસીનેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બાજુ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજ્યના નાગરિકોને સંદેશો આપતા કહ્યું કે કોરોના વેકસીનેશનને લઈને ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. રાજ્યમાં વેકસીનેશન માટે ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati