વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિ રતન ટાટાની પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરી

2020ના કોરોના કહેર વખતે પીએમ કેર ફંડની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ (PM MODI) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વંય જ છે.

વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિ રતન ટાટાની  પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરી
રતન ટાટા (ફાઇલ ફોટો)
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Sep 21, 2022 | 11:45 PM

દેશના દિગ્ગજ અને જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને (Ratan tata) પીએમ મોદીએ (PM MODI) પીએમ કેર ફંડના ટ્રસ્ટી (Trustee)તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પણ પીએમ કેર ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.

એક રિપોર્ટ અનુસાર, આ સિવાય દેશની કેટલીક અન્ય મોટી હસ્તીઓને પણ સલાહકાર જૂથમાં નામાંકિત કરવામાં આવી છે.તેમાં કહેવવામાં આવ્યું છે કે,એડવાઈઝરી બોર્ડમાં પૂર્વ કેગ રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પૂર્વ ચેરપર્સન સુધા મૂર્તિ, ઈન્ડીકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના પૂર્વ CEO આનંદ શાહને નામાંકિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમ કેરના ટ્રસ્ટી બોર્ડની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત નવા ચૂંટાયેલા સભ્યોએ પણ આ મહત્વની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ નવા ટ્રસ્ટીઓનુ સ્વાગત કર્યુ હતુ.

2020ના કોરોના (corona) કહેર વખતે પીએમ કેર ફંડની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વંય જ છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, નવા ટ્રસ્ટીઓ અને નવા સલાહકારોના યોગદાનના કારણે આ ટ્રસ્ટની કાર્યપ્રણાલીને બહોળો દ્રષ્ટિકોણ મળશે. ટ્રસ્ટીઓનો જાહેર જીવનમાં વ્યાપક અનુભવ આ કેર ફંડને વધારે જવાબદાર બનાવશે.

પીએમ કેર ફંડમાં જમા થયેલી રકમ 2020-21માં 10000 કરોડ પર પહોંચી હતી અને તેમાંથી 1392 કરોડ રુપિયાની કોરોના વેક્સીન ખરીદવામાં આવી હતી તેમજ લોક કલ્યાણ માટે બીજા 1000 કરોડની ફાળવણી કરાઈ હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati