માઝા મૂકી રહી છે મોંધવારી, પેટ્રોલ ડિઝલ ગેસ સિલિન્ડર બાદ, શાકભાજી કઠોળના ભાવ વધ્યા

પેટ્રોલ petrol અને ડિઝલના diesel ભાવ વધારાની અસર શાકભાજી, કઠોળ જેવા જીવનજરૂરી ખાદ્યસામગ્રી ઉપર પણ જોવા મળે છે. શાકભાજીનો ભાવ વધીને 75 રૂપિયે કિલોએ પહોચ્યો છે. તો ડુંગળીનો ભાવ 25 રૂપિયા હતો તે વધીને 60 રૂપિયા થયો છે. ટુંકમાં મોધવારી માઝા મૂકી રહી છે જેમાં મધ્યમવર્ગ પિસાઈ રહ્યો છે.

| Updated on: Feb 19, 2021 | 11:54 AM

દેશમાં પેટ્રોલ petrol  અને ડિઝલના diesel ભાવ વધારાની અસર હવે જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપર વર્તાઈ રહી છે. ગેસ સિલીન્ડરના ભાવ પણ વધ્યા છે. તો કઠોળ અને શાકભાજીના ભાવ ઘીમે ધીમે આસમાને પહોચી રહ્યાં છે. સરકારની નિયત્રણમાં રહેલા પેટ્રોલ, ડિઝલ તેમજ ગેસ સિલીન્ડરના ભાવ ક્રમશ વધી રહ્યા છે. જેની સીધી અસર જનતાના જીવન સાથે જોડાયેલી આવશ્યક ચીજવસ્તુઓ ઉપર પણ દેખાય છે. ડુંગળીનો ભાવ 25 રૂપિયા હતો તે વધીને 60 રૂપિયા થયો છે. શાકભાજીનો ભાવ પણ 75 રૂપિયે પહોચ્યો છે. લીબુંનો ભાવ 30થી વઘીને 75 થયો છે. કઠોળ અને ચ્હાના ભાવ પણ આસમાને પહોચી રહ્યાં છે. ટુંકમાં ધીમે ધીમે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ સાથે મોંઘવારી માઝા મૂકી રહી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">