Price Hike: શા માટે કૂદકેને ભૂસકે વધી રહ્યા છે CNG-PNGના ભાવ, અહીં સમજો ભાવ વધારાનું ગણિત

દેશમાં (CNG) અને (PNG)ના ભાવ જે ગતિએ વધી રહ્યા છે તેની પાછળનું મોટું કારણ રશિયા- યૂક્રેન વચ્ચેનું યુદ્ધ છે. રશિયામાંથી મોટા પાયે ગેસની આયાત થતી હોય છે, પરંતુ  યુદ્ધના કારણે ગેસની આયાત પર મોટી અસર થઈ છે.

Price Hike: શા માટે કૂદકેને ભૂસકે વધી રહ્યા છે CNG-PNGના ભાવ, અહીં સમજો ભાવ વધારાનું ગણિત
CNG PNG Price
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 6:44 PM

પેટ્રોલ ડીઝલના ભાવની સાથે સાથે (CNG) સીએનજી તથા પીએનજી (PNG)ના ભાવમાં (Price) વધારો થયો છે. આવું પ્રથમવાર થયું છે કે એલપીજીના ભાવ 1100 રૂપિયાની આસપાસ થઈ ગયા છે અને એનસીજી 75 રૂપિયાના ભાવમાં મળે છે. આ આખું સમીકરણ જોતા ખબર પડે છે કે આ તમામ મોંઘવારી એકબીજા સાથે સંકળાયેલી છે. ગેસમાં સીએનજી, પીએનજી અને એલપીજીના ભાવ એક સાથે વધી રહ્યા છે. તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી પણ વધી રહી છે. કોલસાના ભાવ પણ પહેલા કરતા વધી ગયા છે. બાકી વધી વીજળી- તો તેમાં પણ થોડા સમય બાદ ભાવ વધારાની શક્યતા છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે નેચરલ ગેસ અને કોલસાના ભાવમાં વધારો થયો છે તેથી વીજળીના ભાવમાં પણ વધારો થશે જ. ગત વર્ષે સરકારે નેચરલ ગેસના ભાવમાં 62 ટકા સુધીનો વધારો કર્યો હતો. એપ્રિલ 2019 બાદ એ વધારો પ્રથમવાર હતો જ્યારે નેચરલ ગેસની કિંમતમાં 1.70 ડોલર પ્રતિ MMBTU હતી. MMBTUનો અર્થ મીટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ છે.

ભાવ વધારાનું કારણ વૈશ્વિક બજારોમાં ગેસની કિંમતમાં ઉછાળાનું આપવામાં આવ્યું છે. નેચરલ ગેસની કિંમતમાં વર્ષમાં બે વાર 1 એપ્રિલ તથા 1 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી છે. આ ભાવ નક્કી કરવામાં અમેરિકા, કેનેડા અને રશિયા જેવા દેશોમાં ચાલી રહેલા રેટનું પાલન કરવામાં આવે છે. દરમિયાન રશિયામાં પરિસ્થિતિ સારી ન હોવાને કારણે ઘણા આર્થિક પ્રતિબંધ ચાલી રહ્યા છે. તેની અસર ગેસના પુરવઠા પર દેખાય છે. આથી ગેસના ભાવ ખૂબ વધી ગયા છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

ખર્ચો વધતા થયો ભાવ વધારો

સરકાર દ્વારા નેચરલ ગેસના ભાવ વધારથી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જેવી કંપનીઓને ભલે ફાયદો થયો હોય પરંતુ આઇજીએલ અને એમમજીએલ જેવી કંપનીઓ પર દબાણ વધી ગયું છે. આ કંપનીઓ ગેસ ડ્રિસ્ટ્રીબ્યૂશનનું કામ કરે છે સીએનજી તથા પીએનજીનું વિતરણ કરનારી કંપનીઓએ ભાવના દબાણને ઓછું કરવા ભાવ વધારો કર્યો છે. અને આ કંપનીઓનો તર્ક છે કે નેચરલ ગેસના ભાવ વધવાથી તેમની ઇનપુસ્ટ કોટ વધી છે અને ઓવરઓલ ખર્ચો વધતા તેની ભરપાઈ ગ્રાહકો પાસેથી કરવામાં આવી રહી છે.

માગ વધુ અને પુરવઠો ઓછો

ભારતમાં ગેસ આયાત કરનારી સૌથી મોટી કંપની પેટ્રોનેટ એલએનજીએ કતર ગેસને સપ્લાઇ વધારવા માટે કહ્યું છે. આગામી એક વર્ષમાં 0.75 થી 10 લાખ ટન એલએનજી પુરવઠો વધારવાની માગ કરવામાં આવી છે. હવે કતર ગેસ પર નિર્ભર કરે છે કે તે સસ્તામાં ગેસ પુરવઠો આપે છે કે મોંઘો?

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">