રાષ્ટ્રપતિ પોલીસ મેડલઃ ગૃહ મંત્રાલયે નામના સૂચન માટે રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓને લખ્યો પત્ર

રાષ્ટ્રપતિ પોલીસ મેડલઃ ગૃહ મંત્રાલયે નામના સૂચન માટે રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓને લખ્યો પત્ર
Home Ministry

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home Ministry) રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવા માટે પોલીસ જવાનના નામોના સૂચન મંગાવ્યા છે. આ નામની યાદી 15 મેસુધી જમા કરાવવાની રહેશે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

May 13, 2022 | 5:12 PM

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home Ministry) રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (Rastrapati Police Medal)થી સન્માનિત કરવા માટે પોલીસ જવાનના નામોના સૂચન મંગાવ્યા છે. આ નામની યાદી 15 મે સુધી જમા કરાવવાની રહેશે. પોલીસ જવાનોની યાદી મોકલવા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બધા જ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો તેમજ કેન્દ્રીય એજન્સીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં મંત્રાલયે આ વર્ષે સ્વતંત્રતા દિવસના (Independence Day) ઉપક્રમે વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક અને પ્રશંસનીય સેવાના પોલીસ ચંદ્રક માટે જવાનોના નામ મંગાવ્યા છે. આ પત્ર તમામ સ્થળે 10મી મેના રોજ મોકલવામાં આવ્યો છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે યોગ્ય પોલીસ જવાનોના નામ 15મી મે સુધીમાં મોકલી આપવામાં આવે. મેઘાલય, મિઝોરમ અને લક્ષદ્વીપને બાદ કરતા બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ગૃહ સચિવોને પત્ર મોકલવામાં આવ્યો છે. તે ઉપરાંત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસ મહાનિર્દેશકોને પણ પત્ર મોકલવામાં આવ્યો છે. આજ પ્રકારનો એક પત્ર જાસૂસી બ્યૂરો, સીબીઆઈ, વિશેષ સુરક્ષા સમૂહ, ઉત્તર પૂર્વ પોલીસ અકાદમીને મોકલવામાં આવ્યો છે. તો સીમા સુરક્ષા બળ, કેન્દ્રીય રિર્ઝવ પોલીસ બળ(CRPF), ભારત તિબેટ સીમા પોલીસ (ITBP) અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ(NSG) ને પણ પત્ર મોકલવામાં આવ્યો છે.

આ સંસ્થાઓને પણ મોકલવામાં આવ્યો છે પત્ર

આ ઉપરાંત રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), રેલ્વેના મહાનિર્દેશક સુરક્ષા બળ (RPF), સશસ્ત્ર સીમા દળ(SSB), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB), NDRF, રાષ્ટ્રીય માનવાધિકાર પંચ અને અસમ રાઇફલ્સ, NHRC, LOAR ને પણ પત્ર લખવામાં આવ્યો છે. સાથે જ રિસર્ચ એન્ડ એનાલિસિસિ વિંગ (RAW)ના સચિવ તથા કેબિનેટ સચિવને પણ નામની યાદી અંગે કહેવામાં આવ્યું છે.

પત્રમાં શું કહેવામાં આવ્યું છે?

પત્રમાં લખવામાં આવ્યું છે કે મંત્રાલય દ્વારા ત્રણ માર્ચ 2022ના રોજ મોકલેલા પત્ર અને ત્યારબાદ 20 એપ્રિલ 2022ના રોજ મોકલવામાં આવેલા પત્રને પણ જુઓ. આ હેઠળ 15મી મે સુધીમાં ભલામણો મંગાવવામાં આવી છે. પરંતુ હજી સુધી અમને નામ મળ્યા નથી તો આ વિષયમાં સંબંધિત ભલામણોને પ્રસ્તુત કરવા નિર્ધારિત સમયસીમાનું કડકાઈથી પાલન કરીને નામ મોકલવામાં આવે. 15મી મે બાદ મોકલવામાં આવેલા નામ ઉપર મંત્રાલય વિચાર કરશે નહીં.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati