રાષ્ટ્રપતિએ કોરોના સામેની લડાઈમાં નર્સોના યોગદાનની પ્રશંસા કરી, કહ્યું- ‘આ બલિદાન માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે’

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના મહામારી સામેની લડાઈમાં નર્સોના યોગદાનની પ્રશંસા કરી. કોરોના મહામારી સામે લડતા આરોગ્ય કર્મચારીઓ માટે વીમા યોજના શરૂ કરવામાં આવી.

રાષ્ટ્રપતિએ કોરોના સામેની લડાઈમાં નર્સોના યોગદાનની પ્રશંસા કરી, કહ્યું- 'આ બલિદાન માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે'
President Ram Nath Kovind (File Image)

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President RamNath Kovind) કોવિડ -19 મહામારી સામેની લડાઈમાં નર્સોના યોગદાનની પ્રશંસા કરી. રાષ્ટ્રપતિ કોવિંદે બુધવારે કહ્યું કે ભારતમાં એક દિવસમાં એક કરોડથી વધુ લોકોના રસીકરણનો મહત્વનો અને સીમાચિહ્ન પડાવ નર્સિંગ કર્મચારીઓના સમર્પણ અને અથાક પ્રયત્નોને કારણે જ શક્ય બન્યો છે. રાષ્ટ્રપતિએ નર્સિંગ કર્મચારીઓને નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ ડિજિટલ રીતે આપવાના પ્રસંગે આ વાત કરી હતી.

 

એવોર્ડ આપતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, “નર્સોની સતત મદદને કારણે જ આપણને કોવિડ -19 મહામારી સામે લડવામાં સહાયતા મળી છે. તેમના નિરંતર પ્રયત્નોને કારણે જ આપણે આપણી મોટાભાગની વસ્તીને રસી આપી શકવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યા છીએ.

 

તેમણે કહ્યું કે આપણા ઘણા આરોગ્ય કર્મચારીઓએ કોવિડ -19 મહામારી સામેની લડાઈમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો અને એવોર્ડ મેળવનારાઓમાંના એેકે કોવિડ -19ના દર્દીઓની સારવાર કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ બલિદાન માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે.

 

કોરોના સામે લડતા આરોગ્ય કર્મચારીઓ માટે વીમા યોજના

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર રામનાથ કોવિંદે કહ્યું કે સેવાઓ અને બલિદાનનું મૂલ્યાંકન કોઈપણ આર્થિક લાભની દ્રષ્ટિએ કરી શકાય નહીં. તેમ છતાં સરકારે મહામારી દરમિયાન નર્સોના યોગદાનનું સન્માન કર્યું છે.

 

તેમણે કહ્યું કે બધા આરોગ્ય કર્મચારીઓને 50 લાખ રૂપિયાનો એક વ્યક્તિગત વીમાનું કવચ આપવાના ઉદ્દેશ્યથી ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP)’ યોજના શરૂ કરવામાં આવી છે. આ કોરોના મહામારી સામે લડતા આરોગ્ય કર્મચારીઓ માટે વીમા યોજના છે.

 

રાષ્ટ્રપતિએ કહ્યું કે નર્સો અને મિડવાઈફ ઘણીવાર લોકો અને આરોગ્ય તંત્ર વચ્ચે સંપર્કનું પ્રથમ બિંદુ હોય છે. તેમણે કહ્યું કે નર્સો અને મિડવાઈફ માત્ર સ્વાસ્થ્ય સંબંધિત સતત વિકાસના લક્ષ્યોને પૂર્ણ કરવામાં જ નહીં, પરંતુ શિક્ષણ, લિંગ સંવેદના અને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં પણ યોગદાન આપે છે.

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે આપણા દેશમાં નર્સિંગ કર્મચારીઓ નવી અને પડકારરૂપ ભૂમિકાઓ માટે પોતાને અનુકૂળ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હવે જેઓ નર્સિંગમાં રોકાયેલા છે તેઓ વિશિષ્ટ કુશળતા અને કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. સરકારે મિડવાઈફ્સની નવી કેડર બનાવવા માટે ‘મિડવાઈફરી સર્વિસ ઈનિશિયેટિવ’ શરૂ કરી છે. તેમને નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફ્સ (NPM) કહેવામાં આવશે જે જરૂરી જ્ઞાન અને યોગ્યતાઓથી સજ્જ હશે.

 

 

આ પણ વાંચો :  Gujarat Cabinet Formation LIVE ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની શપથવિધિ 16મી સપ્ટેમ્બરે યોજાશે, અનેક નવા ચહેરાને મળશે તક, જૂના જોગીઓ કપાશે

Click on your DTH Provider to Add TV9 Gujarati