President Election 2022: યશવંત સિંન્હાએ કહ્યું, હું માત્ર રાજકીય લડાઈ નથી લડી રહ્યો, હું સરકારી એજન્સીઓ સામે પણ લડી રહ્યો છું

ભારતના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે મતદાન શરૂ થયું હતું. આ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો મુકાબલો સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંન્હા (Yashwant Sinha) સામે છે

President Election 2022: યશવંત સિંન્હાએ કહ્યું, હું માત્ર રાજકીય લડાઈ નથી લડી રહ્યો, હું સરકારી એજન્સીઓ સામે પણ લડી રહ્યો છું
Yashwant Sinha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 11:51 AM

President Election 2022: ભારતના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે મતદાન શરૂ થયું હતું. આ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો (Draupadi Murmu) મુકાબલો સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંન્હા (Yashwant Sinha) સામે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું. સવારે 10 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થયા પછી વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ કહ્યું કે “આ ચૂંટણી લોકશાહીની દિશા નક્કી કરશે”.

યશવંત સિન્હાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, તે આવનારા દિવસોમાં દિશા નક્કી કરશે કે, ભારતમાં લોકશાહી ટકી રહેશે કે તે ધીરે ધીરે ખતમ થઈ જશે. અત્યાર સુધી મળેલા સંકેતો દર્શાવે છે કે અમે બંધ તરફ આગળ વધી રહ્યા છીએ. હું આશા રાખું છું કે લોકશાહી બચાવવા માટે દરેક જણ મારી તરફેણમાં પોતાનો મત આપશે.’ સિન્હાએ કહ્યું, ‘હું માત્ર રાજકીય લડાઈ નથી લડી રહ્યો. હું સરકારી એજન્સીઓ સામે પણ લડી રહ્યો છું. તેઓ આ દિવસોમાં ખૂબ જ શક્તિશાળી બની ગયા છે. તેઓ પક્ષોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને તેમના માટે મત આપવા દબાણ કરે છે. આ બધી પૈસાની રમત છે.

યશવંત સિન્હાએ મુર્મુ પર સાધ્યું નિશાન

રાષ્ટ્રપતિ માટેના સંયુક્ત વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાએ રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ પ્રતિસ્પર્ધી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે જો તે ચૂંટાઈ જશે, તો તે મૂંગા, નિર્દય અને રબર-સ્ટેમ્પ પ્રમુખ હશે.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

મહત્વનું છે કે, આજે 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લગભગ 4800 સાંસદો અને ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં એક તરફ NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ છે તો બીજીતરફ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા છે. રાજકીય પાર્ટીના સમર્થન અને તેનાથી બનનાર આંકડાના ગણિતની વાત કરીએ તો NDAના ઉમેદવારની જીત નક્કી જેવી છે. દ્રોપદી મુર્મૂના સમર્થનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022માં 60 ટકાથી વધુ મત પડવાની આશા છે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે 18 જુલાઈએ મતદાન થયા બાદ કાઉન્ટિંગ 21 જુલાઈએ થશે અને નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">