રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો દેશને પહેલો સંદેશ, અહીં વાંચો તેના સંબોધનની ખાસ વાતો

આઝાદીની 75મી વર્ષગાંઠના એક દિવસ પહેલા આજે દેશની પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) પહેલી વખત દેશને સંબોધિત કરી રહી છે. વાંચો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધનની મોટી વાતો...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો દેશને પહેલો સંદેશ, અહીં વાંચો તેના સંબોધનની ખાસ વાતો
Draupadi Murmu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 7:38 PM

આઝાદીની 75મી વર્ષગાંઠના એક દિવસ પહેલા આજે દેશની પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) પહેલી વખત દેશને સંબોધિત કરી રહી છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા દર વર્ષે રાષ્ટ્રપતિ દેશને સંબોધન કરે છે. રાષ્ટ્રપતિ મુર્મૂનું સંબોધન હિન્દીમાં પ્રસારિત થઈ રહ્યું છે, જે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું આજનું સંબોધન પણ ખાસ છે કારણ કે દેશ અમૃતકાળમાં છે અને ભારત અંગ્રેજોથી આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) કાર્યક્રમ માર્ચ 2021માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને 15મી ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે. અહીં વાંચો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધનની મોટી વાતો

  1. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણે સંસ્થાનવાદી શાસનની બેડીઓ કાપી નાખી. તે શુભ દિવસની વર્ષગાંઠની ઉજવણી કરતી વખતે આપણે તમામ સ્વતંત્રતા સેનાનીઓને આદરપૂર્વક વંદન કરીએ છીએ. તેમણે દરેક વસ્તુનું બલિદાન આપ્યું જેથી આપણે બધા સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ શકીએ.
  2. 14મી ઓગસ્ટના દિવસને વિભાજન-વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સ્મારક દિવસની ઉજવણીનો હેતુ સામાજિક સંવાદિતા, માનવ સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે.
  3. મોટાભાગના લોકશાહી દેશોમાં મતનો અધિકાર પ્રાપ્ત કરવા માટે મહિલાઓને લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ આપણા પ્રજાસત્તાકની શરૂઆતથી જ ભારતે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર અપનાવ્યો હતો.
  4. આઝાદી કા અમૃત મહોત્સવ માર્ચ 2021માં દાંડી યાત્રાની સ્મૃતિને જીવંત કરીને શરૂઆત કરવામાં આવી હતી. તે યુગ-નિર્માણ આંદોલનને આપણા સંઘર્ષને વિશ્વ મંચ પર સ્થાપિત કર્યો. તેમનું સન્માન કરીને આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ તહેવાર ભારતના લોકોને સમર્પિત છે.
  5. પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
    ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
    કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
    એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
    ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
    SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
  6. ગયા વર્ષથી દર 15 નવેમ્બરને જન-જાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે. આપણા જન-જાતીય સુપરહીરો માત્ર સ્થાનિક કે પ્રાદેશિક પ્રતીક નથી પરંતુ તેઓ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણા સ્ત્રોત છે.
  7. અમારો સંકલ્પ છે કે વર્ષ 2047 સુધીમાં આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓને પૂરેપૂરા સાકાર કરીશું.
  8. આપણા દેશમાં નિર્મિત વેક્સીન સાથે માનવ ઇતિહાસમાં સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું. ગયા મહિને અમે 200 કરોડ વેક્સિન કવરેજનો આંકડો પાર કર્યો હતો. આ મહામારીનો સામનો કરવામાં અમારી સિદ્ધિઓ વિશ્વના ઘણા વિકસિત દેશો કરતાં વધુ રહી છે.
  9. જ્યારે દુનિયા કોરોના મહામારીના ગંભીર સંકટના આર્થિક પરિણામો સાથે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે ભારતે પોતાને સંભાળી લીધું અને હવે ફરીથી તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. અત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપી ગતિએ વિકસતો મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.
  10. ભારતમાં આજે સંવેદનશીલતા અને કરુણાના જીવનમૂલ્યોને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ જીવનમૂલ્યોનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા સમાજના વંચિત, જરૂરિયાતમંદ અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના કલ્યાણ માટે કામ કરવાનો છે.
  11. દેશના દરેક નાગરિકને હું વિનંતી કરું છું કે તેઓ તેમની મૂળભૂત ફરજો વિશે જાણે, તેનું પાલન કરો, જેથી આપણું રાષ્ટ્ર નવી ઊંચાઈઓને સ્પર્શી શકે. ભારતના નવા આત્મવિશ્વાસનો સ્ત્રોત દેશની યુવાઓ, ખેડૂતો અને સૌથી વધુ મહિલાઓ છે.
  12. મહિલાઓ અનેક રૂઢિઓ અને અવરોધોને પાર કરીને આગળ વધી રહી છે. રાજકીય પ્રક્રિયાઓમાં તેમની વધતી ભાગીદારી નિર્ણાયક સાબિત થશે. આજે આપણી પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓની સંખ્યા ચૌદ લાખથી પણ વધુ છે.
  13. આપણા દેશની ઘણી બધી આશાઓ આપણી દીકરીઓ પર ટકેલી છે. જો યોગ્ય તકો આપવામાં આવે તો તેઓ શાનદાર સફળતા મેળવી શકે છે. આપણી દીકરીઓ ફાઈટર પાયલેટથી લઈને સ્પેસ સાયન્ટિસ્ટ સુધી દરેક ક્ષેત્રમાં પોતાને સાબિત કરી રહી છે.
  14. આજે દેશમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને અર્થતંત્ર અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં જે દેખાઈ રહેલા સારા ફેરફારોમાં સુશાસન પર વિશેષ મુખ્ય ભૂમિકા ભજવે છે.
  15. આજે જ્યારે આપણા પર્યાવરણ સામે નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આપણે ભારતની સુંદરતા સાથે જોડાયેલી દરેક વસ્તુનું મજબૂતીથી રક્ષણ કરવું જોઈએ. પાણી, માટી અને જૈવિક વિવિધતાનું સંરક્ષણ એ આપણી ભાવિ પેઢીઓ પ્રત્યેની આપણી ફરજ છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">