ઓમિક્રોન વેરિયન્ટ સામે રક્ષણ આપવા બૂસ્ટર ડોઝની તૈયારી ! સીરમ ઇન્સ્ટિટ્યૂટે DCGI પાસેથી માંગી મંજૂરી

Booster Dose : રસી ઉત્પાદક સીરમ સંસ્થાએ DCGI ને કોરોના વાયરસના બૂસ્ટર ડોઝને મંજૂરી આપવા વિનંતી કરી છે. SII બૂસ્ટર ડોઝ માટે મંજૂરી મેળવનારી પ્રથમ ભારતીય કંપની છે.

ઓમિક્રોન વેરિયન્ટ સામે રક્ષણ આપવા બૂસ્ટર ડોઝની તૈયારી ! સીરમ ઇન્સ્ટિટ્યૂટે DCGI પાસેથી માંગી મંજૂરી
Booster Dose ( Symbolic image )

Coronavirus Booster Dose: કોરોના વાયરસની (Corona virus ) રસી બનાવતી, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ( Serum Institute of India – SII), ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) ને કોવિશિલ્ડ રસીના (Covishield Vaccine ) બૂસ્ટર ડોઝને મંજૂરી આપવા વિનંતી કરી છે. રાષ્ટ્રીયસ્તરની સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, કંપનીએ કહ્યું છે કે દેશમાં રસીના પૂરતા ડોઝ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માંગ કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટના (Omicron variant) જોખમને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ એ ભારતની પ્રથમ કંપની છે જેણે COVID-19ના બૂસ્ટર ડોઝ માટે મંજૂરી માંગી છે.

કોરોના વાયરસની રસીના બે ડોઝ પછી જે ત્રીજો ડોઝ લેવામાં આવે છે તેને બૂસ્ટર ડોઝ કહેવામાં આવે છે. જ્યારે, કેન્દ્ર સરકારે સંસદને જાણ કરી છે કે ઇમ્યુનાઇઝેશન પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ અને કોવિડ રસી વ્યવસ્થાપન પર રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ બૂસ્ટર ડોઝની (Covishield Vaccine Booster Dose) જરૂરિયાત શોધવા માટે તેના વૈજ્ઞાનિક આધાર-પુરાવા પર વિચાર કરી રહ્યા છે. રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ અને કેરળ જેવા રાજ્યોએ પણ કેન્દ્ર સરકારને કહ્યું છે કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ સામે આવ્યા પછી બૂસ્ટર ડોઝની મંજૂરી આપવી જોઈએ.

વૈજ્ઞાનિકો નવી રસી લાવી શકે છે તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, SII ના CEO પૂનાવાલાએ કહ્યું હતું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો નવી રસી લાવી શકે છે, જે આ નવા પ્રકારના વાયરસ સામે બૂસ્ટર તરીકે કામ કરશે. ઓમિક્રોન વેરિયન્ટ વિશે વાત કરીએ તો, તે સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે શોધાયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ નવા વેરિયન્ટના સ્પાઈક પ્રોટીનમાં ઘણા બધા મ્યુટેશન છે, જેના કારણે એવું લાગે છે કે તે અન્ય વેરિયન્ટ્સ કરતાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે.

દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળે છે દક્ષિણ આફ્રિકાના તબીબી અધિકારીઓનું કહેવું છે કે જે લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે તેઓ પણ આનાથી સંક્રમિત જોવા મળ્યા છે. જો કે આ લોકોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે (Omicron Variant Symptoms) જ્યારે, ઓમિક્રોનથી પીડિત દર્દીઓની સારવાર કરનારા દક્ષિણ આફ્રિકાના એક ડૉક્ટરનું કહેવું છે કે તેણે 10 દિવસમાં 30 લોકોની સારવાર કરી હતી અને તમામ સાજા થઈ ગયા હતા. તેમણે એમ પણ કહ્યું કે દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ

Unseasonal Rains : રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ, ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ, 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

આ પણ વાંચોઃ

IPL 2022: કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર આ રીતે બની જશે માલા-માલ,કરોડો રુપિયાનો થશે વરસાદ, નહીં જવુ પડે IPL Auction !

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati