કાશ્મીરને લઈને મોદી-શાહનો માસ્ટર સ્ટોક, મુસ્લિમ દેશોમાંથી કાશ્મીરમાં રોકાણ લાવી પાકિસ્તાનને ઘેરાશે

કાશ્મીરમાં મુસ્લિમ દેશોના રોકાણથી સ્થાનિક લોકોને મોટા પાયે નોકરીઓ તો મળશે જ, સાથોસાથ પાકિસ્તાન સમર્થિત આતંકવાદની રાજદ્વારી હાર થશે.

કાશ્મીરને લઈને મોદી-શાહનો માસ્ટર સ્ટોક, મુસ્લિમ દેશોમાંથી કાશ્મીરમાં રોકાણ લાવી પાકિસ્તાનને ઘેરાશે

જમ્મુ અને કાશ્મીરના મુદ્દે ભારતે રાજદ્વારી સ્તરે પાકિસ્તાનને ઘેરી લેવાની ભારે તૈયારી કરી છે. જેના ભાગરૂપે ભારત મૈત્રીપૂર્ણ મુસ્લિમ દેશો પાસેથી જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે રોકાણ મેળવવા માટે એક મોટું અભિયાન શરૂ કરી રહ્યું છે. આ અંતર્ગત જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના બે વર્ષ બાદ કેન્દ્ર સરકારે આ ક્ષેત્રમાં એક મહત્વનો કરાર પણ કર્યો છે.

ભારતે યુએઈ સાથે મહત્વનો કરાર કર્યો છે, જે અંતર્ગત દુબઈનો ટોચનો ઉદ્યોગ જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રોકાણ કરશે. ભારત માને છે કે જો મુસ્લિમ દેશો કાશ્મીરમાં રોકાણ કરશે અને ત્યાં વિકાસ થશે તો તે વિશ્વને મોટો સંદેશ આપશે. એ તો જાણીતું છે કે જમ્મુ અને કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી ઇસ્લામિક દેશોના સમૂહનો આશરો લઇ રહ્યું છે. ત્યારે આ પ્રકારની રાજદ્વારીસ્તરે હાથ ધરાયેલ કામગીરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ સ્વરૂપે હશે.

પચાસથી વધુ દેશોના બનેલા સંગઠન ઓઆઈસી ( OIC- Organization of Islamic Cooperation ) પણ કાશ્મીર મુદ્દે અનેક પ્રસંગોએ વાંધાજનક નિવેદનો આપ્યા હતા, જેને ભારતે રદિયો આપવો પડ્યો હતો. ઓઆઈસી ( OIC ) દેશોની આડમાં પાકિસ્તાને છેલ્લા બે વર્ષથી ઘણા ફોરમમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ક્યારેક માનવ અધિકારોના નામે તો ક્યારેક ત્યાંના સ્થાનિક લોકોના ટેકાના નામે. આવી સ્થિતિમાં, જો સમૃદ્ધ મુસ્લિમ દેશો કાશ્મીરમાં મૂડી રોકાણ કરવાનું શરૂ કરશે, તો આવો આરોપ આપોઆપ નકારવામાં આવશે.

ભારત મુસ્લિમ દેશોના સંપર્કમાં 
યુએઈ સાથે ભારતના સારા સંબંધો છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યુએઈ તે કેટલાક મુસ્લિમ દેશોમાં સામેલ હતું જેણે ભારતની આંતરિક બાબત ગણાવીને ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર અનુસાર, યુએઈ એકમાત્ર મુસ્લિમ દેશ નથી કે જે કાશ્મીરમાં રોકાણ કરશે. ભારત હાલમાં ઈરાન સહિતના ઓછામાં ઓછા અડધો ડઝન મુસ્લિમ દેશોના સંપર્કમાં છે, જેઓ કાશ્મીરમાં રોકાણ કરવા તૈયાર છે. આનાથી સ્થાનિક લોકોને મોટા પાયે નોકરીઓ તો મળશે જ, સાથોસાથ પાકિસ્તાન સમર્થિત આતંકવાદની રાજદ્વારી હાર થશે. કાશ્મીરમાં કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન આપીને પાકિસ્તાન સતત આતંકનું વાતાવરણ સર્જવાનું ષડયંત્ર રચી રહ્યું છે, પરંતુ મુસ્લિમ દેશોના મૂડીરોકાણ બાદ તેને નજરઅંદાજ કરવું સરળ નહી રહે.

આ પણ વાંચોઃ Covid 19: ભારત આજે રચશે સ્વર્ણિમ ઇતિહાસ ! 100 કરોડ વેક્સિન ડોઝના આંકડા થશે પાર, જાણો કઈ રીતે કરશે ઉજવણી ?

આ પણ વાંચોઃ રામાયણ સિરિયલમાં પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન, 100 થી વધુ ફિલ્મોમાં અભિનય

Click on your DTH Provider to Add TV9 Gujarati