Power Crisis: કેન્દ્ર સરકારે વીજ ઉત્પાદન પર ભાર મુક્યો, ટૂંક સમયમાં કોલસાની કટોકટીમાં સુધારો થવાની સંભાવના

દેશમાં કોલસાના સ્ટોકની સ્થિતિનું નિરીક્ષણ કરતી કોર મેનેજમેન્ટ ટીમે શનિવારે જણાવ્યું હતું કે પાવર પ્લાન્ટ્સની સ્થિતિ ટૂંક સમયમાં સુધરવાની શક્યતા છે

Power Crisis: કેન્દ્ર સરકારે વીજ ઉત્પાદન પર ભાર મુક્યો, ટૂંક સમયમાં કોલસાની કટોકટીમાં સુધારો થવાની સંભાવના
Coal crisis likely to improve soon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 7:12 AM

Power Crisis: વીજ મંત્રાલયે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ માટે માર્ગદર્શિકા જારી કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આના એક દિવસ પછી, દેશમાં કોલસાના સ્ટોકની સ્થિતિનું નિરીક્ષણ કરતી કોર મેનેજમેન્ટ ટીમે શનિવારે જણાવ્યું હતું કે પાવર પ્લાન્ટ્સની સ્થિતિ ટૂંક સમયમાં સુધરવાની શક્યતા છે. સમિતિએ કેટલાક રાજ્યોમાં કોલસાની તીવ્ર અછતના અહેવાલો વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. નોંધ્યું હતું કે કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL) દ્વારા કોલસાની કુલ રવાનગી 7 ઓક્ટોબરના રોજ 1.501 MT પર પહોંચી હતી. 

કોર મેનેજમેન્ટ ટીમ (CMT) એ ખાતરી આપી છે કે કોલસાની રવાનગી ત્રણ દિવસ પછી 1.7 MT પ્રતિ દિવસ સુધી પહોંચવાની શક્યતા છે, જે કોલસા પુરવઠા અને વીજળીની સ્થિતિમાં સુધારો કરશે. ટીમે વીજ માંગમાં વધારો, કોલસા ખાણ વિસ્તારોમાં ભારે વરસાદ, આયાતી કોલસાના ભાવમાં અભૂતપૂર્વ ઉંચા સ્તરે વધારો અને ચોમાસાની શરૂઆત પહેલા પૂરતા સ્ટોકનો અભાવ કારણ કે કોલસાની અછતનાં મુખ્ય કારણોનો સમાવેશ કર્યો છે. CMT મુજબ કોલસા પર નિર્ભરતા 65 ટકાથી વધીને 70 ટકા થઈ છે. કોલસાથી ચાલતા વીજ ઉત્પાદન દ્વારા દરરોજ 4 અબજથી વધુ યુનિટ વીજળીનો વપરાશ કરવામાં આવે છે. 

મોનિટરિંગ ટીમે એ પણ નોંધ્યું છે કે કેટલાક રાજ્યોની કોલસા કંપનીઓના જંગી લેણાંના લાંબા સમયના મુદ્દાઓએ કટોકટીમાં વધારો કર્યો છે. વીજ મંત્રાલયે શુક્રવારે પાવર ગ્રિડમાં જનરેટિંગ સ્ટેશનોના શ્રેષ્ઠ ઉપયોગ માટે માર્ગદર્શિકા જારી કરી છે. દિલ્હીમાં સંભવિત વીજળી સંકટ અંગે પેટ્રોલિયમ સચિવે જણાવ્યું છે કે બવાના અને પ્રગતિ સ્ટેશનોને જરૂરી ગેસ પૂરો પાડવામાં આવશે. NTPC ને દાદરી અને ઝજ્જર સ્ટેશનો માટે કોલસાનો સ્ટોક વધારવાનો નિર્દેશ આપ્યો. 

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

દિલ્હી વીજળી સંકટનો સામનો કરી શકે છે: કેજરીવાલ

હકીકતમાં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીના લોકો કોલસાની અછતને કારણે વીજળીના સંકટનો સામનો કરી શકે છે. આ સાથે, તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં વીજળી પૂરી પાડતા પેદા કરતા પ્લાન્ટ્સમાં કોલસો અને ગેસ પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપની વિનંતી કરી. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, બવાના પ્લાન્ટમાં ગેસ પુરવઠો પુન:સ્થાપિત થયા બાદ બે દિવસથી સંકટ ટળી ગયું છે.

તેમણે કહ્યું કે જો આગામી દિવસોમાં એનટીપીસી લિમિટેડ દ્વારા વીજળી પૂરી પાડવામાં નહીં આવે તો રાષ્ટ્રીય રાજધાનીમાં ‘બ્લેકઆઉટ’ થઈ શકે છે. મંત્રીએ એમ પણ કહ્યું કે તેમને લાગે છે કે કટોકટી ‘માનવસર્જિત’ છે. જૈને વીજ વિભાગ અને વીજ વિતરણ કંપનીઓના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને આ મુદ્દા અને તેના સંભવિત ઉકેલ અંગે ચર્ચા કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">