Population control Bill : દેશમાં વસ્તી નિયંત્રણ વિધેયક લાવવા થયા છે અનેક પ્રયત્નો, UP દ્વારા જાહેર કરાયેલ નવી વસ્તી નિતી શું દેશ માટે માર્ગદર્શક રૂપ બનશે ?

ઉતરપ્રદેશમાં વઘતી વસ્તીને ધ્યાનમાં રાખીને નવી વસ્તી નિતીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે, દેશમાં પણ વસ્તી નિયંત્રણનો મુદો ફરી એક વાર ચર્ચામાં વિષય બન્યો છે.

Population control Bill : દેશમાં વસ્તી નિયંત્રણ વિધેયક લાવવા થયા છે અનેક પ્રયત્નો, UP દ્વારા જાહેર કરાયેલ નવી વસ્તી નિતી શું દેશ માટે માર્ગદર્શક રૂપ બનશે ?
Will the new population policy announced by UP be a guideline for the country?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 5:00 PM

દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાં બીજા ક્રમે આવતા ભારત દેશમાં વસ્તી નિયંત્રણની(Population Control)  શરૂઆત ઉતરપ્રદેશથી થઈ છે,UP (Uttar Pradesh) સરકારે જાહેર કરેલી નવી નિતી મુજબ, રાજ્યમાં બેથી વધારે બાળકો ધરાવનારને સરકારી નોકરી, સરકારી યોજનાઓ અને ચૂંટણીમાંથી વંચિત રાખવામાં આવશે.

બીજી તરફ આસામ (Assam) પણ વસ્તી નિયંત્રણ માટે “બે બાળકની નીતિ” અમલમાં રાખવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં પણ વસતિ નિયંત્રણ ચર્ચાનો વિષય બન્યો છે.

દેશમાં શા માટે જરૂરી બન્યું વસ્તી નિયત્રંણ ?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશમાં ચીન બાદ ભારતનો બીજો ક્રમ આવે છે. જો કે એક અંદાજ મુજબ, 2030 સુધીમાં ભારતની વસ્તી ચીનથી પણ વધારે થઈ જશે.ચીનમાં વસ્તી નિયંત્રણના કાયદાથી વસ્તી નિયંત્રિત થઈ છે. જો કે, ભારતમાં વધતી વસ્તી વુધ્ધિને ધ્યાનમાં લઈએ તો,2030 માં દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાં ભારત પ્રથમ ક્રમે આવે તો નવાઈ નહિ.

ભારતમાં સૌપ્રથમ 1881માં વસ્તી ગણતરીની 9population Census)શરૂઆત થઈ હતી. ઉપરાંત દેશમાં વર્ષ 1974થી 2010 દરમિયાન ભારતની વસ્તી વધીને બમણી થઈ હતી. જ્યારે, 2011માં તે એક અબજ 20 કરોડ થઈ હતી. દેશમાં પ્રાકુતિક સંશાધનો મર્યાદિત માત્રામાં છે. જ્યારે વધતી વસ્તી અમર્યાદિત હોવાથી દેશનો વિકાસ અવરોધાય છે.

બીજી તરફ, વધતી વસ્તી દેશ માટે પડકારરૂપ બની છે. ત્યારે દેશમાં વસ્તી નિયંત્રણને રોકવા માટે લોકોની માંગ ઉઠી છે. દેશમાં “હમ દો હમારે દો”,”નાનું કુટુંબ સુખી કુટુંબ” જેવા અનેક અભિયાનો(Program)  શરૂ કરીને લોકોને વસ્તી નિયંત્રણ માટે જાગૃત કરવાનો પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તેમાં સરકારને ધાર્યા મુજબના પરિણામો મળ્યા નથી.

વસ્તી નિયંત્રણ માટે સૌપ્રથમ વાજપેયી સરકારે કરી હતી પંચની રચના

અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા વર્ષ 2000માં એક પંચની રચના કરી હતી.2002માં પંચે પોતાનો અહેવાલમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની ભલામણ કરી હતી. આ પંચમાં સુપ્રિમ કોર્ટના (Supreme Court) મુખ્ય ન્યામૂર્તિ એમએન વેંકટચેલૈયા અધ્યક્ષ હતા, જ્યારે અન્ય ત્રણ ન્યાયાધીશ અને એટર્ની જનરલનો પણ આ પંચમાં સમાવેશ થયો હતો.

પરંતુ, આ પંચના અહેવાલ બાદ પણ વસ્તી નિયંત્રણનો કાયદો બની શક્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવા માટે વર્ષોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કાયદો બની શક્યો નથી.

સંસદમાં રજુ થયેલું વસ્તી નિયંત્રણ વિધેયક પસાર થઈ શક્યું નહિ

અત્યાર સુધીમાં, બે વખત વસ્તી નિયંત્રણ વિધેયક (Population Control Bill)  લાવવા માટે ખરડો પસાર કરવામાં આવ્યો હતો, આ વિધેયકમાં ભારતના બંધારણના રાજનિતિક માર્ગદર્શક સિંધ્ધાતોમાં કલમ 47Aમાં સુધારો કરવા માટે સુચવવામાં આવ્યુ હતુ.જેમાં, આ બે કરતાં વધારે બાળકો ધરાવનારને સરકારી નોકરી, આર્થિક લાભોથી વંચિત કરવાની, અને બે અથવા બેથી ઓછાં બાળકો ધરાવતા લોકોને લાભ આપવા માટેની ભલામણ આ વિધેયકમાં કરવામાં આવી હતી.

રાજય સભામાં 2019માં રાજ્યસભાના MP (Member Of parliament) રાકેશ સિંહાએ વસ્તી નિયંત્રણ વિધેયક રજૂ કર્યું હતું. પરંતુ પસાર થઈ શક્યું નહિ. જ્યારે, વર્ષ 2020માં શિવ સેનાના MP અનિલ દેસાઈએ 2020માં આ વિધેયક રજૂ કર્યું હતું. અને 2020ના વિધેયકમાં અન્ય એક જોગવાઈનુ સુચન કરવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓએ લેખિત ખાતરી આપવાની રહેશે,કે તેઓ બે થી વધારે બાળકોને પ્રાધાન્ય આપશે નહિ. જો કે, આ વિધેયક પણ બહુમતિના કારણે પસાર થઈ શક્યો નહિ.

વર્ષ 2019માં 73માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું હતું કે, દેશ માટે વસ્તીવિસ્ફોટની સમસ્યાને પહોંચી વળવા માટે જાતે જ નાના કુટુંબનો અભિગમ અપનાવ્યો જોઈએ. ત્યારે, દેશમાં પણ વસ્તી નિયંત્રણ માટેનો કાયદો બનશે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે.

 આ પણ વાંચો : UP population control law : સીએમ યોગીએ નવી વસ્તી નીતિનું વિમોચન કર્યું, કહ્યું સમાજના તમામ વર્ગનું ધ્યાન રખાયું

 આ પણ વાંચો : Gujarat Top News : ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી હોય કે, વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ, કે પછી વરસાદને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">