ઉતર ભારત કરતા કેરળમાં રાજનીતિ સારી, કેરળના સમજુ લોકો મુદ્દાઓ પર વાત કરે છેઃરાહુલ ગાંધી

2004 થી ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીએ 2019માં અમેઠી અને કેરળના વાયનાડથી ચૂંટણી લડ્યા હતા. તેઓએ કેરળની રાજનીતિ વિશે એક અલગ પ્રકારનું બયાન આપ્યું છે.

  • tv9 webdesk37
  • Published On - 9:51 AM, 24 Feb 2021
Politics is better in Kerala than in North India, sensible people of Kerala talk on issues: Rahul Gandhi
રાહુલ ગાંધી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે એક એવું બયાન આપ્યું કે એના બાદ રાજનૈતિક ચર્ચાઓએ જોર પકડી લીધું. રાહુલે કહ્યું કે ઉત્તર ભારતમાં “અલગ પ્રકારના રાજકારણની આદત થઇ ગઈ હતી”, કેરળ આવવું એમના માટે અલગ અને નવો અનુભવ છે. કારણ કે અહીંના લોકોને મુદ્દામાં વધુ રસ હોય છે. કેરળ વિધાનસભાના વિપક્ષી નેતા રમેશ ચેન્નીતલાના નેતૃત્વ હેઠળ યોજાયેલી ‘ઐશ્વર્ય યાત્રા’ના સમાપન સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કેરળની જનતા પાસેથી ઘણું શીખ્યા છે અને અહીંના લોકોની શાણપણને સમજ્યા છે. તેમણે કહ્યું, “પહેલા 15 વર્ષ હું ઉત્તર ભારતમાં સાંસદ હતો. તેથી મને વિવિધ પ્રકારના રાજકારણની ટેવ પડી ગઈ હતી. કેરળ આવવું મારા માટે એક નવો અનુભવ હતો. કારણ કે અચાનક જ મેં જોયું કે લોકો માત્ર દેખાવ માટે નહીં, પરંતુ તેના વિશે ઊંડાણ પૂર્વક મુદાઓ પર ચર્ચા કરે છે.”

 

 

રાહુલ ગાંધીએ લોકોને કહ્યું કે તાજેતરમાં અમેરિકાના વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે” કેરળના લોકો જેવું રાજકારણ પસંદ કરે છે.” એ કારણે તેઓને ત્યાં જવું ગમે છે. તેમણે કહ્યું, ‘તાજેતરમાં હું અમેરિકાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો અને મેં તેમને કહ્યું હતું કે મને કેરળ, વાયનાડ જવું ખૂબ ગમે છે. તે એક લગાવ તો છે જ, પરંતુ તમે (કેરળના લોકો) જે રીતે રાજકારણ કરો છો એ મુખ્ય કારણ છે.” કોંગ્રેસ નેતાએ કહ્યું,” જો હું કહું તો જે બુદ્ધિથી તમે રાજકારણ કરો છો. તે મારા માટે શીખવાનો અનુભવ છે. ” 2004 થી ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીએ 2019માં અમેઠી અને કેરળના વાયનાડથી ચૂંટણી લડ્યા હતા. તેઓ વાયનાડ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ ભાજપના સ્મૃતિ ઈરાની સામે અમેઠીમાં હારી ગયા હતા.