લો બોલો! 7 વર્ષ પહેલા રદ કરાયેલા કાયદા હેઠળ નોંધાયા 1 હજારથી વધુ કેસ, સુપ્રીમ કોર્ટ પણ હેરાન

PUCL સંસ્થા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષો પહેલા રદ કરાયેલી કલમ હેઠળ પોલીસે એક હજારથી વધુ કેસ નોંધ્યા.

લો બોલો! 7 વર્ષ પહેલા રદ કરાયેલા કાયદા હેઠળ નોંધાયા 1 હજારથી વધુ કેસ, સુપ્રીમ કોર્ટ પણ હેરાન
સુપ્રીમ કોર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 4:13 PM

સોમવારે સામે આવેલી જાણકારીને લઈને સુપ્રીમ કોર્ટ પણ હેરાન રહી ગયું. વાત જાણે એમ છે કે સામે આવ્યું છે કે 2015 માં સુપ્રીમ કોર્ટે જે IT એક્ટને રદ કરી દીધો હતો, તે એક્ટ હેઠળ છેલ્લા 7 વર્ષમાં 1000 થી વધુ કેસ નોંધાયા છે. આ માહિતી પીપલ્સ યુનિયન ફોર સિવિલલ લિબર્ટીઝ (PUCL) નામના એક NGOએ સુપ્રીમ સમક્ષ રજુ કરી હતી. આ એક્ટ છે IT એક્ટની કલમ 66A.

કલમ 66A રદ થયા બાદ પણ ઉપયોગમાં લેવાતી હોવાનું સામે આવ્યા બાદ સુપ્રીમે તેને આશ્ચર્યજનક અને પરેશાની ભરેલું જણાવ્યું છે. સુપ્રીમે કહ્યું કે આ ખુબ હેરાન કરી દે તેવી ઘટના છે. અમે તેને લઈને પગલા લઈશું. આ બાદ સુપ્રીમે નોટિસ જાહેર કરીને કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. આ જવાબ બે અઠવાડિયામાં આપવાનું કહ્યું છે.

PUCL તરફથી આ વિશે અરજી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 24 માર્ચ 2015 ના રોજ ગેરબંધારણીય જાહેર કરાયેલા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ A 66 હેઠળ એફઆઈઆર નોંધાવવા સામે તમામ પોલીસ મથકોને સલાહ જાહેર કરવાની માંગની અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ સરકારને નિર્દેશ આપે કે તેઓ એડવાઇઝરી જાહેર કરે ક્યાં પણ આ કલમ હેઠળ કેસ ના નોંધવામાં આવે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

PUCL તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય પરીખે રજૂઆત કરી હતી કે, જ્યારે 2015 માં કલમ 66A નાબૂદ કરવામાં આવી હતી, ત્યારે તે હેઠળ 229 પેન્ડિંગ કેસ નોંધાયેલા હતા. આ કલમ નાબૂદ થયા પછી, 1307 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 570 હજુ બાકી છે.

તમને જણાવી દઈએ કે સુપ્રીમે 2015 ના એક ઐતિહાસિક નિર્ણયમાં IT એક્ટ 66A ની ધારાને રદ કરી દીધી હતી. જેમાં પોલીસને અધિકાર હતો કે કથિત રૂપે આપત્તિજનક કોન્ટેક્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારની ધરપકડ કરી શકતા હતા. અદાલતનું કહેવું હતું કે આ કાયદો અભિવ્યક્તિના અધિકારોનું ઉલ્લંઘન છે.

કોર્ટનું કહેવું હતું કે આ એક્ટમાં જે પરિભાષા હતી જે શબ્દો હતા તે સ્પષ્ટ ન હતા. સુપ્રીમે ત્યારે કહ્યું હતું કે એક કન્ટેન્ટ જે કોઈ એક માટે આપત્તિ જનક હશે તે કોઈ બીજા માટે ના પણ હોય. તે સામયે ઐતિહાસિક નિર્ણય આપતા સુપ્રીમે કહ્યું હતું કે કલમ 66 A લોકોના જાણવાના અધિકારને સીધી રીતે પ્રભાવિત કરે છે.

ખરેખર IT એક્ટના દુરુપયોગને લઈને લાંબા સમયથી ફરિયાદ થતી રહી હતી. જેને લઈને અદાલતમાં પણ અરજી દાખલ થઇ. અને આ કલમ દુર કરાઈ હતી.

આ પણ વાંચો: True Story: અભયસિંહ ચૂડાસમાએ કહ્યું, ‘પટેલ, લોકોની જિંદગી બચાવવાની જવાબદારી આપણી છે’ અને પછી અંધારામાં આટોપાયું ઓપરેશન

આ પણ વાંચો: Ahmedabad : રથયાત્રાની લઇને હજુ કોઇ જાહેરાત નહીં, પરંતુ મોસાળમાં પુરજોશમાં તૈયારીઓ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">