Delhi: ખજુરી વિસ્તારમાં પોલીસનું એન્કાઉન્ટર, 2 આરોપી માર્યા ગયા, બે પોલીસ કર્મચારી થયા ઈજાગ્રસ્ત

દિલ્હીના ખજુરી વિસ્તારમાં થયેલા પોલીસ એન્કાઉન્ટરમાં બે પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે.આપને જણાવવું રહ્યું કે, ગુનેગારોએ પોલીસ પર ગોળીબાર કરતા દિલ્હી પોલીસે (Delhi Police) એન્કાઉન્ટર હાથ ધર્યું હતું.

Delhi: ખજુરી વિસ્તારમાં પોલીસનું એન્કાઉન્ટર, 2 આરોપી માર્યા ગયા, બે પોલીસ કર્મચારી થયા ઈજાગ્રસ્ત
Delhi police (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 6:13 PM

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ખજુરી વિસ્તારમાં થયેલા પોલીસ એન્કાઉન્ટરમાં (Police Encounter) દિલ્હી પોલીસે બે શંકાસ્પદ ગુનેગારોને ઠાર કર્યા છે. ઉપરાંત આ એન્કાઉન્ટરમાં બે પોલીસ કર્મીઓને પણ ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા છે.અમીર અને રમઝાન તરીકે ઓળખાતા ગુનેગારોએ પોલીસ પર ગોળીબાર કરતા દિલ્હી પોલીસે (Delhi Police) એન્કાઉન્ટર કર્યું હતુ.

પોલીસે આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, ચાર મેગેઝીન, 60 રાઉન્ડ કારતૂસ, 1.5 લાખ રોકડા જપ્ત કર્યા હતા. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, 11 અને 12 ઓગસ્ટની મધ્યરાત્રિએ ખજુરી વિસ્તારમાં કેટલાક વોન્ટેડ આરોપીઓ મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકો સાથે શ્રીરામ કોલોનીમાં (Shree Ram Colony) પહોંચ્યા હતા. બાદમાં પોલીસે ખજુરી વિસ્તારમાં એક ટીમ બનાવીને સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે અમીર અને રમઝાન તરીકે ઓળખાતા ગુનેગારોએ પોલીસ પર ગોળીબાર કરતા દિલ્હી પોલીસે (Delhi Police) એન્કાઉન્ટર કરવાની ફરજ પડી હતી.

આપને જણાવવું રહ્યું કે, બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. જ્યારે પોલીસ સામે કોઈ વિકલ્પ ન હતો ત્યારે તેઓએ જવાબમાં ફાયરિંગ કર્યું,જેમાં આમિર અને રઝમાન બંને ગુનેગારો ઠાર થયા હતા.ઉલ્લેખનીય છે કે, આમિર ગાઝિયાબાદ અને રઝમાન વજીરપુરનો રહેવાસી છે.

આ પણ વાંચો: ટ્વિટરે રાહુલ, કોંગ્રેસના એકાઉન્ટ બ્લોક કરવા માટે કર્યો આ ખુલાસો

આ પણ વાંચો:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ અંતર્ગત સ્વ-સહાય જુથની મહિલાઓ સાથે કરી વાતચીત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">