ગેગસ્ટર વિકાસ દુબેને માહિતી આપનાર ચોબેપુર પોલીસ મથકના ઈન્સ્પેકટર અને સ્ટેશન ઓફિસરની ધરપકડ, વિકાસ દુબેનો એક સાથીદાર એન્કાઉન્ટમાં ઠાર, બે ઝડપાયા

ગેગસ્ટર વિકાસ દુબેને માહિતી આપનાર ચોબેપુર પોલીસ મથકના ઈન્સ્પેકટર અને સ્ટેશન ઓફિસરની ધરપકડ, વિકાસ દુબેનો એક સાથીદાર એન્કાઉન્ટમાં ઠાર, બે ઝડપાયા

ગેંગસ્ટર વિકાસ દુબેને, પોલીસ પકડવા આવી રહી હોવાની માહિતી આપનાર, અને એન્કાઉન્ટરના સમયે ભાગી જનારા ચોબેપુર પોલીસ મથકના સ્ટેશન ઓફિસર વિનય તિવારી અને ઈન્સ્પેકટર કે. કે. શર્માની પોલીસે ધરપકડ કરી છે. તો વિકાસ દુબેને ઝડપી પાડવા ઠેર ઠેર દરોડા પાડ્યા બાદ ઉતરપ્રદેશ પોલીસે વિકાસ દુબેના એક સાથીદારને ઠાર માર્યો છે. તો અન્ય બે સાથીદારોને ઝડપી પાડીને રીમાન્ડ મેળવ્યા છે.

આઠ પોલીસની હત્યા કરનાર વિકાસ દુબેને પકડી પાડવા ઉતરપ્રદેશ પોલીસે બનાવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને શંકા છે કે, વિનય તિવારીએ જ વિકાસ દુબેને જણાવ્યું હતુ કે રાતે પોલીસ તને પકડવા આવશે. જેના આધારે વિકાસ દુબેએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. વિકાસ દુબેએ જ્યારે પોલીસ ઉપર હુમલો કર્યો ત્યારે આ બન્ને ત્યાંથી ભાગી છુટ્યા હતા.

ઉતરપ્રદેશ પોલીસને, વિકાસ દુબેના સાથીદાર અમર દુબે બાતમી મળતી, પોલીસ તેને પકડવા ગઈ હતી. ત્યારે અમર દુબેએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. પોલીસે બચાવમાં કરેલ ગોળીબારમાં અમર દુબે માર્યો ગયો હતો. જો કે ગેગસ્ટર અને આઠ પોલીસ કર્મીનો હત્યારો વિકાસ દુબે આજે ફરિદાબાદ પોલીસના હાથે પકડાતા રહી ગયો.

Click on your DTH Provider to Add TV9 Gujarati