Pokhran II: 24 વર્ષ પહેલા દુનિયાએ જોઈ હતી ભારતની તાકાત, લોકોએ યાદ કર્યું ‘બુદ્ધનું સ્મિત’, અમેરિકાને ખબર પણ ન પડી

Pokhran II: 24 વર્ષ પહેલા દુનિયાએ જોઈ હતી ભારતની તાકાત, લોકોએ યાદ કર્યું 'બુદ્ધનું સ્મિત', અમેરિકાને ખબર પણ ન પડી
Pokhran nuclear test

ભારત(India)નો આ પરીક્ષણ કાર્યક્રમ એટલો બુદ્ધિમત્તાનો હતો કે પૂરી તાકાત લગાવવા છતાં દુનિયાની તમામ ગુપ્તચર સંસ્થા(Intelligence agency)ઓને તેના કોઈ સમાચાર નહોતા.

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

May 11, 2022 | 11:21 AM

Pokhran II: દેશની સુરક્ષાની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આજથી 24 વર્ષ પહેલા 11 મે, 1998ના રોજ ભારત સરકારે પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ(Nuclear Test)ની જાહેરાત કરી હતી. આ દિવસે ભારતે આખી દુનિયાને બતાવ્યું કે તે કેટલું સક્ષમ છે. ખાસ વાત એ છે કે અમેરિકા(USA) અને તેની ગુપ્તચર એજન્સીને પણ આ ટેસ્ટ વિશે ખબર નહોતી. ભારતનો આ પરીક્ષણ કાર્યક્રમ એટલો બુદ્ધિમત્તાનો હતો કે પૂરી તાકાત લગાવવા છતાં દુનિયાની તમામ ગુપ્તચર સંસ્થા(Intelligence Agencies)ઓને તેના વિશે કોઈ સમાચાર નહોતા.

1998 માં, ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી મીડિયાની સામે દેખાયા અને તેમણે જાહેરાત કરી, “આજે સાંજે 4.45 વાગ્યે ભારતે પોખરણ રેન્જમાં ત્રણ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો કર્યા.” ભારતે બે દિવસ પછી વધુ બે પરમાણુ પરીક્ષણો કર્યા. આમ, 1974માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં પ્રથમ પરમાણુ પરિક્ષણના 24 વર્ષ બાદ ભારતે ફરી એકવાર દુનિયાને કહી દીધું કે સત્તા વિના શાંતિ શક્ય નથી.

આજે જે રીતે અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશો ઈરાનને મુદ્દો બનાવીને તેના પર પ્રતિબંધો લાદવાનું અને હટાવવાનું ચાલુ રાખે છે, તેવી જ રીતે પોખરણ-2 પછી ભારત પર પણ પ્રતિબંધોનું પૂર આવ્યું. આ પરીક્ષણ પછી ભારતની સામે અનેક મુસીબતો એકસાથે આવી અને તેને આર્થિક, લશ્કરી પ્રતિબંધો લાદીને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ કરી દેવામાં આવ્યું.

ઈન્દિરા ગાંધીએ પણ મે મહિનામાં પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું

ભારતે અગાઉ પણ એક વખત પરમાણુ પરીક્ષણ કર્યું હતું. 18 મે 1974ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નિર્દેશ પર પોખરણમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને ‘બુદ્ધ સ્માઈલિંગ’ નામ આપવામાં આવ્યું હતું. કહેવાય છે કે 1998ના પરમાણુ પરિક્ષણ સરળ નહોતા. કારણ કે 1995માં ભારતે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે તેના ટેસ્ટ ટેસ્ટ મુલતવી રાખ્યા હતા. ત્યારથી દુનિયાભરના દેશોની નજર ભારત પર હતી, જ્યાં ઘણા દેશોએ ભારત પર દેખરેખ વધારી દીધી હતી.

દેશને મળ્યો ‘જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન’નું સૂત્ર

1998માં પરમાણુ પરીક્ષણ બાદ જ દેશને ‘જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન’નો નારો મળ્યો હતો. આ વિશે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સમયે ભારત પર આંતરરાષ્ટ્રીય દબાણ ઘણું વધારે હતું, પરંતુ તત્કાલીન વડાપ્રધાન વાજપેયીએ નક્કી કર્યું હતું કે તેઓ આગળ જઈને તેનું પરીક્ષણ કરશે. આ સાથે ભારત પરમાણુ શક્તિ બની ગયું. ટેસ્ટ પછી વાજપેયીએ નારો આપ્યો – જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.

પરમાણુ સંપન્ન દેશોમાં સામેલ થનારો ભારત છઠ્ઠો દેશ બન્યો

આ દિવસને 1999 થી ભારતના વૈજ્ઞાનિક પરાક્રમ અને તકનીકી પ્રગતિને ચિહ્નિત કરવા માટે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1998 માં, પાંચ પરમાણુ પરીક્ષણો પછી, ભારતે આ સિદ્ધિ હાંસલ કરી અને પરમાણુ સમૃદ્ધ દેશોમાં સામેલ થનારો છઠ્ઠો દેશ બન્યો. ભારતે આ દિવસે સ્વદેશમાં નિર્મિત હંસ-3 એરક્રાફ્ટ અને ટૂંકા અંતરની મિસાઈલ ત્રિશુલનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું, જે દેશ માટે એક રેકોર્ડ સાબિત થયો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati