વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને ભેટ આપ્યું કચ્છી રોગન પેઇન્ટિંગ સાથેનું હસ્તનિર્મિત વૂડન બોક્સ, જાણો શું છે તેની વિશેષતા

વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને ભેટ આપ્યું કચ્છી રોગન પેઇન્ટિંગ સાથેનું હસ્તનિર્મિત વૂડન બોક્સ, જાણો શું છે તેની વિશેષતા
PM Modi's Gift to Japan PM

રોગન પેઇન્ટિંગ એ ગુજરાતના (Gujarat) કચ્છ જિલ્લામાં પ્રચલિત થયેલ ટેક્સટાઇલ પ્રિન્ટિંગની એક કળા છે. રોગન શબ્દ ફારસીમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાર્નિશ અથવા તેલ.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

May 24, 2022 | 7:13 PM

જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના સમકક્ષ ફુમિઓ કિશીદા આબેને (Japan PM) ભારતીય હસ્તકલાનું પ્રતિનિધિત્વ કરતી શ્રેષ્ઠ વસ્તુ ભેટમાં આપી છે. તેમાંનુ એક રોગન પેઈન્ટીંગ વાળું હસ્તનિર્મિત લાકડાનું એક બોક્સ છે. રોગન પેઇન્ટિંગ એ ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રચલિત થયેલ ટેક્સટાઇલ પ્રિન્ટિંગની એક કળા છે. આ હસ્તકલામાં, ઉકાળેલા તેલ અને વનસ્પતિ રંગોમાંથી બનાવેલ પેઇન્ટ મેટલ બ્લોક્સ (પ્રિન્ટિંગ) અથવા સ્ટાઈલસ (પેઈન્ટિંગ) નો ઉપયોગ કરીને ફેબ્રિક પર ફેલાવવામાં આવે છે. 20મી સદીના અંતમાં આ હસ્તકલા લગભગ મૃત્યુ પામી હતી, માત્ર એક પરિવાર રોગન પેઇન્ટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

રોગન શબ્દ ફારસીમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાર્નિશ અથવા તેલ. રોગન પેઇન્ટિંગ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ કપરી છે. જેમાં કુશળતાની જરૂર છે. કલાકારો તેમની હથેળીમાં આ પેઇન્ટ પેસ્ટનો થોડી માત્રા રાખે છે. ઓરડાના તાપમાને, પેઇન્ટને ધાતુના સળિયાનો ઉપયોગ કરીને મોટિફ્સ અને છબીઓમાં કાળજી પૂર્વક ફેરવવામાં આવે છે જે ક્યારેય ફેબ્રિકના સંપર્કમાં આવતો નથી.

આગળ કારીગર તેની ડિઝાઇનને ખાલી કપડામાં ફોલ્ડ કરે છે, જેના દ્વારા તેની મિરર ઈમેજ પ્રિન્ટ થાય છે. વાસ્તવમાં તે પ્રિન્ટિંગનું ખૂબ જ મૂળભૂત સ્વરૂપ છે. અગાઉ ડિઝાઇનો સરળ અને ગામઠી હતી, પરંતુ સમયની સાથે હસ્તકલા વધુ શૈલીયુક્ત બની છે અને હવે તેને ઉચ્ચ કળાનું સ્વરૂપ માનવામાં આવે છે.

લાકડા પર હાથ દ્વારા કોતરણી એ ભારતના પ્રખ્યાત સ્મારકોમાંથી લેવામાં આવેલી પરંપરાગત જાળીવાળી ડિઝાઇનથી પ્રેરિત એક જટિલ કલા છે. ડિઝાઇન્સ નિષ્ણાતો દ્વારા સૌથી વધુ સુમેળમાં બનાવવામાં આવે છે. લાકડાની કોતરણીનું કૌશલ્ય એ ભારતની ઉત્કૃષ્ટ કારીગરી અને સમૃદ્ધ પરંપરાનું ઉદાહરણ છે.

પીએમ મોદી જાપાનના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસીય મુલાકાતે હતા. આજે ક્વોડ સમિટ માટે મંગળવારે ટોક્યોમાં તેઓ જાપાનના ત્રણ ભૂતપૂર્વ વડાપ્રધાનો યોશિહિદે સુગા, શિન્ઝો આબે અને યોશિરો મોરીને મળ્યા હતા. યોશિરો મોરી જાપાન-ઈન્ડિયા એસોસિએશન (JIA)ના વર્તમાન પ્રમુખ છે, જ્યારે શિન્ઝો આબે ટૂંક સમયમાં જ આ કાર્યભાર સંભાળશે. 1903માં સ્થપાયેલ JIA, જાપાનમાં સૌથી જૂના મિત્રતા સંગઠનોમાંનું એક છે.

વડાપ્રધાન મોદીએ રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ભારત અને જાપાન વચ્ચેના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે મોરી હેઠળ JIA દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે શિન્ઝો આબેને તેમની નવી જવાબદારીઓ માટે અભિનંદન આપ્યા હતા અને JIAમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ચાલુ રાખવા માટે આશા વ્યક્ત. યોશિહિદે સુગા, શિન્ઝો આબે અને યોશિરો મોરી સાથેની મુલાકાતો પીએમ મોદી અને શિન્ઝો આબે વચ્ચે સારી કેમિસ્ટ્રી અને સારી સદ્ભાવના દર્શાવે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati