હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા મામલે બોમ્બે હાઈકોર્ટના જજ સામે જ પુણે મહાનગરપાલિકાની ખુલી પોલ

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)એ કહ્યું બેડ ખાલી છે અને હેલ્પલાઇન પર કહ્યું કે કોઈ બેડ ખાલી નથી.

હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા મામલે બોમ્બે હાઈકોર્ટના જજ સામે જ પુણે મહાનગરપાલિકાની ખુલી પોલ
FILE PHOTO
Nakulsinh Gohil

|

May 13, 2021 | 11:37 PM

કોરોના મહામારીમાં હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા મામલે બોમ્બે હાઈકોર્ટના જજ સામે જ પુણે મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)એ મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની બોમ્બે હાઈકોર્ટની બેંચને કહ્યું હતું કે પુણેમાં કોવિડ દર્દીઓની સારવાર માટે પૂરતા પ્રમાણમાં બેડ ખાલી છે. હાઈકોર્ટે PMCના આ દાવાની ખરી કરતા બે કાઉન્સિલરોને PMCના હેલ્પલાઈન નંબર પર ફોન કરવા માટે કહ્યું અને હેલ્પલાઇન દ્વારા જે જવાબ મળ્યો તેનાથી બોમ્બે હાઈકોર્ટના જજ સામે જ પુણે મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી.

હાઈકોર્ટના જજ સામે જ PMC ના દાવાનો ફિયાસ્કો પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC ) દ્વારા કોરોના અસરગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક બેડ આપવા માટે શરૂ કરાયેલ કોવિડ હેલ્પલાઇનની કામગીરીની આજે બોમ્બે હાઈકોર્ટમાં તપાસ કરવામાં આવી હતી. એક બાજુ PMC કહે છે કે કોવીડ દર્દીઓ માટે બેડ ખાલી છે, પણ હેલ્પલાઈન કઈક બીજી જ માહિતી આપે છે. કોર્ટરૂમમાંથી જ હેલ્પલાઈન નંબર પર ફોન કરાયો હતો. તે પછી, ડેશબોર્ડ પર શહેરમાં વેન્ટિલેટર બેડ હોવા છતાં, ફોન ઉપાડનાર વ્યક્તિએ કહ્યું કે શહેરમાં વેન્ટિલેટર બેડ ખાલી નથી. આ ઘટના ન્યાયાધીશો અને પાલિકાના વહીવટી અધિકારીઓની સામે જ બની હતી.

હેલ્પલાઈન સામે અનેક ફરિયાદો પુણેની કોરોના પરિસ્થિતિ અંગે બુધવારે એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અરજદારોએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ હેલ્પલાઈન નંબર શરૂ છે, પણ આ હેલ્પલાઇન અંગે એવી ફરિયાદો ઉઠી છે કે હેલ્પલાઇન ખોટી માહિતી આપી રહી છે. આ ફરિયાદને આધારે કોર્ટરૂમમાંથી જ બપોરે 2: 29 વાગ્યે પાલિકાના હેલ્પલાઈન નંબર પર કોલ કરવામાં આવ્યો હતો.

PMC દ્વારા માર્ચ મહિનામાં આ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા હેલ્પલાઈન ચલાવવામાં આવતી હતી. જોકે, હેલ્પલાઈન અંગેની ફરિયાદોને લીધે, મહાનગરપાલિકાએ 25 માર્ચથી કોલ સેન્ટર ચલાવવાની મંજૂરી આપી છે. કોર્પોરેશને 15 ફોન લાઇનો આપીને 60 શિક્ષકોની નિમણૂક કરી છે અને ખાનગી કંપનીએ 50 કર્મચારીઓને આ કોલ સેન્ટરમાં જોડ્યા છે.

ઘટના બાદ PMC એ કરી કાર્યવાહી આ ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર વિક્રમ કુમાર, એડિશનલ કમિશનર રૂબલ અગ્રવાલ અને ડો. કૃણાલ ખેમનરે વોરરૂમનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાંતમામ શિક્ષકોની નિમણૂકો તાત્કાલિક રદ કરી દેવામાં આવી છે અને હવે હેલ્પલાઈન નંબર ફક્ત કોલ સેન્ટરના કર્મચારીઓ જ સંભાળશે. આ ઉપરાંત સંબંધિત શિક્ષકને શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોના સામેની લડાઈમાં હવે ભારત પાસે ત્રીજું હથિયાર, આવતા અઠવાડિયેથી મળશે Sputnik V વેક્સિન

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati