પહેલા જેટ એરવેઝમાંથી ગઈ નોકરી પછી PMC બૅન્કમાં ફસાયા 90 લાખ રૂપિયા, વ્યક્તિનું હાર્ટ એટેકથી થયું મોત

પહેલા જેટ એરવેઝમાંથી ગઈ નોકરી પછી PMC બૅન્કમાં ફસાયા 90 લાખ રૂપિયા, વ્યક્તિનું હાર્ટ એટેકથી થયું મોત

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ (PMC) બૅન્કના ખાતાધારક સંજય ગુલાટીનું મોત થયું છે. તે સોમવારે PMC બૅન્કના પ્રદર્શનમાં સામેલ થઈને ઘરે પરત ફર્યા હતા. ઘરે આવીને તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું. સંજય ગુલાટી પહેલા જેટ એરવેઝમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. થોડા દિવસ પહેલા જ જેટ એરવેઝે તેમનું સંચાલન બંધ કરી દીધું […]

Kunjan Shukal

|

Oct 15, 2019 | 6:45 AM

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ (PMC) બૅન્કના ખાતાધારક સંજય ગુલાટીનું મોત થયું છે. તે સોમવારે PMC બૅન્કના પ્રદર્શનમાં સામેલ થઈને ઘરે પરત ફર્યા હતા. ઘરે આવીને તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું.

સંજય ગુલાટી પહેલા જેટ એરવેઝમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. થોડા દિવસ પહેલા જ જેટ એરવેઝે તેમનું સંચાલન બંધ કરી દીધું હતું. ત્યારબાદ હજારો કર્મચારી રસ્તા પર ઉતરી આવ્યા હતા. સંજય ગુલાટી તેમના પિતા સીએલ ગુલાટી, માતા વર્ષા ગુલાટી અને પત્ની બિંદુ ગુલાટીની સાથે રહેતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરિવારનું કહેવું છે કે સંજય ગુલાટીની પાસે PMC બૅન્કમાં 4 ખાતા છે. જેમાં 90 લાખ રૂપિયા જમા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન હતા, કારણ કે બૅન્કમાંથી પૈસા ઉપાડી શકતા નહતા. પોતાની આ પરેશાની તેમને પરિવારના સભ્યોને પણ જણાવી હતી. સોમવારે તે કિલા કોર્ટમાં હાજર હતા, જ્યાં તમામ આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. ઘરે પરત ફર્યા પછી તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને સાંજે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું છે PMC બૅન્કનો મામલો?

PMC બૅન્કની 137 શાખા છે અને આ દેશની ટોપ-10 કો-ઓપરેટીવ બૅન્કમાંથી એક છે. આરોપ મુજબ PMC બૅન્કના મેનેજમેન્ટે તેમની નોન પરફોર્મિંગ એસેટ (NPA) અને લોન વિતરણ વિશે RBIને ખોટી જાણકારી આપી છે. ત્યારબાદ RBIએ બૅન્ક પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે. આ પ્રતિબંધ હેઠળ લોકો બૅન્કમાં તેમની જમા રકમ સીમિત માત્રમાં જ ઉપાડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati