ભારત-આસિયાન અને ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે વડાપ્રધાન મોદી, જાણો આ વર્ષે કેમ ખાસ છે આ સમિટ

પીએમ મોદી 27 ઓક્ટોબરે ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. આમાં અમેરિકા, રશિયા અને ચીન સહિત કુલ 18 દેશો સભ્ય તરીકે ભાગ લે છે.

ભારત-આસિયાન અને ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે વડાપ્રધાન મોદી, જાણો આ વર્ષે કેમ ખાસ છે આ સમિટ
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 10:49 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જી 20 સમિટ (G 20 Summit) પહેલા 18મી ભારત-આસિયાન સમિટ (18th ASEAN-India Summit) અને 16મી પૂર્વ એશિયા સમિટ (16th East Asia Summit)માં ભાગ લેશે. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સમ્મેલનમાં હાજરી આપશે. પીએમ મોદી 27 ઓક્ટોબરે ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. જેમાં અમેરિકા (America), રશિયા (Russia) અને ચીન (China) સહિત કુલ 18 દેશો સભ્ય તરીકે ભાગ લે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સંમેલનમાં ભાગ લે તેવી પુરી શક્યતા છે. ઈસ્ટ એશિયા કોન્ફરન્સ (ઇએએસ) વ્યૂહાત્મક સંવાદ માટે ઈન્ડો-પેસિફિકનું મુખ્ય મંચ છે. આ પછી બીજા દિવસે એટલે કે 28 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી ભારત-આસિયાન સમ્મેલન સંબોધિત કરશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

18મી આસિયાન-ભારત શિખર સમ્મેલન આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગીદારીની સ્થિતિની સમીક્ષા કરશે અને COVID-19 અને આરોગ્ય, વેપાર અને વાણિજ્ય, કનેક્ટિવિટી અને શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. મહામારી પછી આર્થિક સુધારા સહિત મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસની પણ ચર્ચા કરવામાં આવશે. પીએમઓએ કહ્યું કે આસિયાન-ભારત સમિટ વાર્ષિક ધોરણે યોજાય છે અને ભારત અને આસિયાનને ઉચ્ચ સ્તર પર જોડાવાની તક પૂરી પાડે છે.

આ વર્ષે આ સમિટ શા માટે ખાસ છે?

જો કે આ સમ્મેલન દર વર્ષે યોજાય છે, પરંતુ આ વર્ષની વિશેષતા એ છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન સામે ચાલી રહેલી ઘેરાબંધી વચ્ચે પ્રથમ વખત આ સમ્મેલન યોજાઈ રહ્યું છે. આમાં મોટાભાગના દેશો ચીનના જુદા જુદા પાડોશી દેશો છે અને સાઉથ ચાઈના સમુદ્ર અથવા અન્ય વિસ્તારોને લઈને આ દેશોનો ચીન સાથે તણાવ છે. આ ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ પહેલીવાર આ સમ્મેલનમાં ભાગ લઈ શકે છે. QUAD અને AUKUS ની રચના અને સક્રિયકરણ પછી આ પરિષદોનું મહત્વ વધ્યું છે.

આ પણ વાંચો :  તળાવોની સ્વચ્છતા જાળવવા આ એન્જિનિયરે નોકરી છોડી, જાણો PM મોદીએ જેની પ્રશંશા કરી તે રામવીર તંવર કોણ છે?

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">