PM નરેન્દ્ર મોદી સોમવારે મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન

રાણી કમલાપતિ રેલવે સ્ટેશન' મધ્ય પ્રદેશનું પ્રથમ વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશન છે જેનું નામ ગોંડ રાજ્યની રાણી કમલાપતિના નામ પરથી રાખવામાં આવ્યું છે.

PM નરેન્દ્ર મોદી સોમવારે મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન
Rani Kamalapati railway station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 8:47 PM

વડાપ્રધાન(Prime minister) નરેન્દ્ર મોદી સોમવારે મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ભોપાલ(Bhopal)ની મુલાકાતે છે. 15 નવેમ્બરે સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડા(Birsa Munda)ની જન્મજયંતિ પર વડાપ્રધાન ભોપાલમાં આયોજિત આદિવાસી ગૌરવ દિવસ સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પુનઃવિકાસિત રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. સાથે જ વડાપ્રધાન બે નવી મેમુ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે.

પીએમ મોદીની મધ્યપ્રદેશ મુલાકાતના બે દિવસ પહેલા જ આ સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું હતું. પહેલા તેનું નામ હબીબગંજ રેલ્વે સ્ટેશન હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રાણી કમલાપતિના નામ પરથી સ્ટેશનનું નામ

વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘રાણી કમલાપતિ રેલવે સ્ટેશન’ મધ્ય પ્રદેશનું પ્રથમ વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશન છે, જેનું નામ ગોંડ રાજ્યની રાણી કમલાપતિના નામ પરથી રાખવામાં આવ્યું છે.

બે નવી મેમુ ટ્રેનને આપશે લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજ્જૈન-ઈન્દોર અને ઈન્દોર-ઉજ્જૈન વચ્ચેની બે નવી MEMU ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે.

મુખ્યમંત્રી શિવરાજસિંહે માન્યો આભાર

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે કહ્યું કે ભોપાલમાં સ્થિત દેશના સૌથી આધુનિક રેલવે સ્ટેશન હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘રાણી કમલાપતિ’ સ્ટેશન રાખવામાં આવ્યું છે. તેમણે આ નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

મધ્યપ્રદેશ સરકારે શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આધુનિક સુવિધાઓથી સજ્જ હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે રાણી કમલાપતિના નામથી રેલવે સ્ટેશનનું નામ રખાશે તો ગોંડ શાસકની વિધવા રાણી કમલાપતિના વારસા અને બહાદુરીનું સન્માન કરશે. ગોંડ સમુદાય ભારતનો સૌથી મોટો આદિવાસી સમુદાય છે.

રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન ભોપાલ શહેરમાં આવેલું છે અને તે રેલ્વેના પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન હેઠળ આવે છે. ભોપાલના મોટા અને નાના તળાવોની વચ્ચે આવેલા એક મહેલને ગોંડ રાણીના નામ પરથી રાણી કમલાપતિ પેલેસ નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સરકારી બેંકોમાં સ્વતંત્ર નિર્દેશકોની નિમણૂક માટે PMOને મોકલવામાં આવ્યું લિસ્ટ, સરકાર પાસેથી ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી

આ પણ વાંચોઃ Sainik School Recruitment 2021: સૈનિક સ્કૂલમાં નોકરી મેળવવાની તક, જુઓ જોબ નોટિફિકેશન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">