AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત મંડપમ બાદ હવે ‘યશોભૂમિ’… PM મોદી 17 સપ્ટેમ્બરે દેશના નવા કન્વેન્શન સેન્ટરનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને 17 સપ્ટેમ્બરે દેશને સમર્પિત કરશે. સેન્ટરના પ્રથમ તબક્કાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ સેન્ટર વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ હશે. એકવાર તૈયાર થઈ ગયા પછી, 'યશોભૂમિ' વિશ્વની સૌથી મોટી MICE (મીટિંગ, ઇન્સેન્ટિવ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સુવિધાઓમાં તેનું સ્થાન લેશે. 'યશોભૂમિ' કુલ 8.9 લાખ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામી રહ્યું છે, જેમાંથી 1.8 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બાંધકામ પૂર્ણ થયું છે.

ભારત મંડપમ બાદ હવે 'યશોભૂમિ'... PM મોદી 17 સપ્ટેમ્બરે દેશના નવા કન્વેન્શન સેન્ટરનું કરશે ઉદ્ઘાટન
yashobhoomi Convention Center
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 11:19 PM
Share

દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકો, પરિષદો અને પ્રદર્શનો યોજવા માટે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. તેમાંથી ઘણાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં જ દિલ્હીના પ્રગતિ મેદાનમાં બનેલા ‘ભારત મંડપમ’ની ચર્ચા આખી દુનિયામાં જોવા મળી રહી છે. જ્યાં જી-20 બેઠક યોજાઈ હતી અને તેમાં અમેરિકા સહિત વિશ્વના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. એ જ રીતે, દિલ્હીના દ્વારકામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC)નું પણ નિર્માણ થઈ રહ્યું છે, જેને ‘યશોભૂમિ’ નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસ પર હસ્તકળા સાથે સંકળાયેલા કારીગરોને મળશે મોટી ભેટ, દેશભરમાં શરૂ થશે વિશ્વકર્મા યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને 17 સપ્ટેમ્બરે દેશને સમર્પિત કરશે. સેન્ટરના પ્રથમ તબક્કાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ સેન્ટર વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ હશે. એકવાર તૈયાર થઈ ગયા પછી, ‘યશોભૂમિ’ વિશ્વની સૌથી મોટી MICE (મીટિંગ, ઇન્સેન્ટિવ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સુવિધાઓમાં તેનું સ્થાન લેશે. ‘યશોભૂમિ’ કુલ 8.9 લાખ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામી રહ્યું છે, જેમાંથી 1.8 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બાંધકામ પૂર્ણ થયું છે.

યસોભૂમિમાં મુખ્ય ઓડિટોરિયમ તેમજ ગ્રાન્ડ બૉલરૂમ સહિત 15 કન્વેન્શન રૂમ અને 13 મીટિંગ હોલનો સમાવેશ થાય છે. તેની ક્ષમતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેમાં કુલ 11,000 પ્રતિનિધિઓ માટે બેઠક વ્યવસ્થા છે. કન્વેન્શન સેન્ટરમાં દેશનો સૌથી મોટો LED મીડિયા ફેસ પણ છે.

કન્વેન્શન સેન્ટરના મુખ્ય ઓડિટોરિયમમાં એક સાથે 6000 મહેમાનોની બેઠક ક્ષમતા છે. ઓડિટોરિયમમાં બેઠક વ્યવસ્થા સંપૂર્ણપણે ઓટોમેટિક છે. તેનું ફ્લોરિંગ લાકડાનું બનેલું છે અને તે સંપૂર્ણ રીતે સાઉન્ડ પ્રૂફ પણ છે જે મહેમાનોને વર્લ્ડ ક્લાસ આરામ આપશે.

આ સાથે જ ઓડિટોરિયમની બાજુમાં ભવ્ય બોલરૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં એક સાથે 2500 જેટલા મહેમાનો બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ સાથે બાકીની જગ્યા ખુલ્લી રાખવામાં આવી છે જેમાં ઓછામાં ઓછા 500 લોકો બેસી શકે છે. આ આઠ માળની ઈમારતમાં 13 મીટીંગ હોલ બનાવવામાં આવશે જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની મીટીંગો થઈ શકશે.

યસોભૂમિમાં એક વિશાળ પ્રદર્શન હોલનો પણ સમાવેશ થાય છે. 1.07 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બનેલ, તેનો ઉપયોગ પ્રદર્શનો, વેપાર મેળાઓ અને વ્યવસાયિક કાર્યક્રમો યોજવા માટે કરવામાં આવશે. લોકોને અહીં નવી પ્રકારની ડિઝાઇન પણ જોવા મળશે કારણ કે તેની છતમાં તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે મીડિયા રૂમ, વીવીઆઈપી લોન્જ, વિઝિટર ઈન્ફોર્મેશન સેન્ટર અને ટિકિટ સેન્ટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

PM મોદી દ્વારા દ્વારકા સેક્ટર 25માં નવનિર્મિત મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન સાથે, યશોભૂમિને દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇન સાથે પણ જોડવામાં આવશે. આગળ જતાં, દિલ્હી મેટ્રો એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર દોડતી મેટ્રો ટ્રેનની સ્પીડ 90 થી 120 કિમી પ્રતિ કલાક સુધી વધારશે, જેનાથી મુસાફરીનો સમય ઘટશે. નવી દિલ્હીથી યશોભૂમિ અને દ્વારકા સેક્ટર 25 સુધીનું અંતર કાપવામાં માત્ર 21 મિનિટ લાગશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">