BRICS Virtual Summit 2022: આજે 14મી BRICS સમિટ, PM મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના આમંત્રણ પર વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે

BRICS Summit: વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ચીન (Chine) ના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર વડાપ્રધાન મોદી (PM Modi) બ્રિક્સ સમિટ સિવાય 24 જૂને મુલાકાતી દેશો સાથે વૈશ્વિક વિકાસ પર ઉચ્ચ સ્તરીય સંવાદમાં પણ ભાગ લેશે.

BRICS Virtual Summit 2022: આજે 14મી BRICS સમિટ, PM મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના આમંત્રણ પર વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 7:37 AM

BRICS Summit 2022: આજથી ચીનમાં 14મી BRICS સમિટનું આયોજન થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ બે દિવસીય કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. પીએમ મોદીની સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ હાજરી આપે તેવી શક્યતા છે. આ સમિટનું આયોજન ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. આ વખતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping) આ સમિટની અધ્યક્ષતા કરશે.

PM મોદી 24 જૂને વૈશ્વિક વિકાસ પર ઉચ્ચ સ્તરીય સંવાદમાં ભાગ લેશે

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર વડાપ્રધાન મોદી બ્રિક્સ સમિટ સહિત 24 જૂને મુલાકાતી દેશો સાથે વૈશ્વિક વિકાસ પર ઉચ્ચ સ્તરીય સંવાદમાં પણ ભાગ લેશે. આ કોન્ફરન્સ દરમિયાન આતંકવાદ, વેપાર, આરોગ્ય, પરંપરાગત દવા, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઈનોવેશન સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. સમિટની થીમ ‘ઉચ્ચ ગુણવત્તાની બ્રિક્સ ભાગીદારીને પ્રોત્સાહન આપવું, વૈશ્વિક વિકાસ માટે નવા યુગની શરૂઆત કરવી’ છે.

બ્રિક્સ બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીએ શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ બ્રિક્સ બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સમારોહમાં તેમના વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું હતું અને કહ્યું કે, ભારત જેવું ડિજિટલ પરિવર્તન વિશ્વમાં પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. તેમણે કહ્યું કે 2025 સુધીમાં ભારતીય ડિજિટલ અર્થતંત્રનું મૂલ્ય એક ટ્રિલિયન યુએસ ડૉલર સુધી પહોંચી જશે. પીએમ મોદીએ કહ્યું કે આપણા રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુજબ 1.5 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરવાની તક છે. તેમણે કહ્યું કે અમે આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થામાં 7.5 ટકાના આર્થિક વિકાસ દરની અપેક્ષા રાખીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે ‘નવા ભારતમાં’ દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતના આર્થિક સુધારાનો મુખ્ય સ્તંભ ટેક્નોલોજી આધારિત પ્રગતિ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

BRICS પાંચ દેશોનો સમુબ છે

તમને જણાવી દઈએ કે બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના દેશોનો એક સમૂહ છે. ગયા વર્ષે ભારતમાં 13મી બ્રિક્સ સમિટ યોજાઈ હતી. ભારતે 2012 અને 2016 પછી ત્રીજી વખત BRICS સમિટનું આયોજન કર્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">