Central Vista Project: પીએમ મોદી નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે પહોચ્યા, એક કલાક સુધી કાર્યોનું કર્યું નિરીક્ષણ

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ટીકા કરનારાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે આવા લોકો સંરક્ષણ કાર્યાલય સંકુલના મુદ્દા પર મૌન હતા કારણ કે તેઓ જાણતા હતા કે તેનાથી "ભ્રમ અને જુઠ્ઠાણા" ફેલાવવાના તેમના પ્રયાસોની પોલ ખુલી જશે.

Central Vista Project: પીએમ મોદી નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે પહોચ્યા, એક કલાક સુધી કાર્યોનું કર્યું નિરીક્ષણ
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાઇટ પર પીએમ મોદી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 12:03 AM

DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણ માટે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની (Central Vista Project) સમીક્ષા કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી કોઈપણ પૂર્વ સુચના અને સુરક્ષા વગર લગભગ 8:45 વાગ્યે બાંધકામ સ્થળ પર પહોંચ્યા હતા. માહિતી અનુસાર, તેમણે બાંધકામ સ્થળે લગભગ 1 કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને નવા સંસદ ભવનના નિર્માણ કાર્યોનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, તેઓ સાઇટ પર કામદારો સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી, સેન્ટ્રલ વિસ્ટાને સુંદર બનાવવામાં આવી રહ્યું છે અને નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ, એક નવું સંસદ ભવન અને નવા રહેણાંક સંકુલનું નિર્માણ થનાર છે, જેમાં વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનો, તેમજ અનેક નવા કાર્યાલય ભવનો અને મંત્રાલયોની કચેરીઓ માટે કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ થવાનું છે. પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના 3 કિમીના વિસ્તારનું પુનર્વસન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટની કિંમત લગભગ 20,000 કરોડ રૂપિયા છે.

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ટીકા કરનારાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે આવા લોકો સંરક્ષણ કાર્યાલય સંકુલના મુદ્દા પર મૌન હતા કારણ કે તેઓ જાણતા હતા કે તેનાથી “ભ્રમ અને જુઠ્ઠાણા” ફેલાવવાના તેમના પ્રયાસોની પોલ ખુલી જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટાથી જોડાયેલું જે કામ આજે થઈ રહ્યું છે તેના મુળમાં “જીવવાની સરળતા” અને “વ્યવસાયમાં સરળતા” ની ભાવના રહેલી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સંરક્ષણ કાર્યાલય સંકુલનું બાંધકામ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો હીસ્સો

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુ ખાતે સંરક્ષણ કાર્યાલય સંકુલના ઉદઘાટન સમયે આ ટિપ્પણી કરી હતી. સંરક્ષણ કચેરી સંકુલનું બાંધકામ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. કેમ્પસનું ઉદ્ઘાટન કરતા પહેલા વડાપ્રધાને કેમ્પસનું નિરીક્ષણ કર્યું હતું અને સેન્ટ્રલ વિસ્ટા વેબસાઇટ પણ લોન્ચ કરી હતી.

તેમણે કહ્યું હતું કે નવનિર્મિત સંરક્ષણ કચેરી સંકુલ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે. પ્રોજેક્ટના નિંદકો પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું, “જેઓ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પાછળ લાકડી લઈને પડ્યા હતા. તેઓ ચાલાકીપુર્વક આના પર મૌન રહ્યા હતા. આ (સંરક્ષણ કચેરી સંકુલ) પણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે, જ્યાં 7,000 થી વધુ સૈન્ય અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરે છે. ”

કોંગ્રેસ સહિત અન્ય કેટલાક વિરોધ પક્ષોએ આ પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને બિનજરૂરી ગણાવ્યા હતા. આ અંગે વડાપ્રધાને કહ્યું, તેઓ (નિંદકો) જાણતા હતા કે જે ભ્રમ ફેલાવવાનો ઈરાદો છે. જુઠ્ઠાણું  ફેલાવવાનો ઈરાદો છે. જેવી આ બાબત સામે આવશે, ત્યારબાદ તેમનુ જુઠ્ઠાણું કામ નહીં કરે. પરંતુ આજે દેશ જોઈ રહ્યો છે કે સેન્ટ્રલ વિસ્ટા પાછળ સરકાર શું કરી રહી છે.

આ પણ વાંચો : 38 જવાનોની IAF ટુકડીએ રશિયામાં બહુરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કવાયત શાંતિ મિશનમાં ​ભાગ લીધો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">