Swami Prabhupada: PM મોદીએ સ્વામી પ્રભુપાદની જન્મજયંતિએ 125 રૂપિયાનો સિક્કો બહાર પાડયો, કહ્યું- તેઓ કૃષ્ણના અલૌકિક ભક્ત હતા

શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે આંતરરાષ્ટ્રીય સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) ની સ્થાપના કરી હતી. જેને સામાન્ય રીતે 'હરે કૃષ્ણ આંદોલન' તરીકે ઓળખવામાં આવે છે. ઇસ્કોન શ્રીમદ ભગવદ ગીતા અને અન્ય વૈદિક સાહિત્યનો 89 ભાષાઓમાં અનુવાદ કર્યો હતો.

Swami Prabhupada: PM મોદીએ સ્વામી પ્રભુપાદની જન્મજયંતિએ 125 રૂપિયાનો સિક્કો બહાર પાડયો, કહ્યું- તેઓ કૃષ્ણના અલૌકિક ભક્ત હતા
PM Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 6:13 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM modi) બુધવારે શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની(Srila Bhaktivedanta Swami Prabhupada) 125મી જન્મજયંતિ નિમિત્તે 125 રૂપિયાનો ખાસ સ્મારક સિક્કો બહાર પાડ્યો અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધિત પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તે સોમવારે કૃષ્ણ જન્માષ્ટમી હતી અને આજે આપણે શ્રીલ પ્રભુપાદની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ.

જાણે સાધનાનું સુખ અને સંતોષ એક સાથે ભળી જાય છે. આ લાગણી આજે શ્રીલ પ્રભુપાદ સ્વામીના લાખો અનુયાયીઓ અને સમગ્ર વિશ્વમાં લાખો કૃષ્ણ ભક્તો અનુભવી રહ્યા છે.પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે એક ખુશીનો સંયોગ છે કે આવા મહાન દેશભક્તનો 125 મો જન્મદિવસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશ તેની આઝાદીના 75 વર્ષનું પર્વ અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે પ્રભુપાદ સ્વામી માત્ર કૃષ્ણના અલૌકિક ભક્ત હતા આ સાથે જ તેઓ ભારતના મહાન ભક્ત પણ હતા. તેમણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડત આપી હતી. તેમણે અસહકાર આંદોલનના સમર્થનમાં સ્કોટિશ કોલેજમાંથી પોતાનો ડિપ્લોમા લેવાનો પણ ઇનકાર કર્યો હતો.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

તેમણે કહ્યું, ‘આજે, માનવતાના હિતમાં ભારત વિશ્વને કેટલું આપી શકે છે તેનું એક મહાન ઉદાહરણ વિશ્વભરમાં ફેલાયેલ યોગ વિશે આપણું જ્ જ્ઞાન છે! ભારતની જીવનશૈલી, આયુર્વેદ જેવું વિજ્ઞાન છે. આ અમારો સંકલ્પ છે કે સમગ્ર વિશ્વને તેના લાભો મળવા જોઈએ.

જ્યારે પણ આપણે બીજા કોઈ દેશમાં જઈએ છીએ અને જ્યારે લોકો ત્યાં ‘હરે કૃષ્ણ’ કહીને મળે છે, ત્યારે આપણને ઘણું પોતાનું લાગે છે, કેટલું ગૌરવ લાગે છે. કલ્પના કરો કે જ્યારે આપણે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ માટે આ જ સમાનતા મેળવીશું ત્યારે આપણને કેવું લાગશે.

ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતોએ આપણા સમાજને ભક્તિની ભાવના સાથે જોડી દીધો: પીએમ મોદી પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આજે વિદ્વાનો મૂલ્યાંકન કરે છે કે જો ભક્તિ કાળની સામાજિક ક્રાંતિ ન હોત તો ભારતનું ખબર ન મહીં શું થાત, કયા સ્વરૂપમાં હોત, પરંતુ તે મુશ્કેલ સમયમાં ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતોએ આપણા સમાજને ભક્તિની ભાવના આપી છે. તેમણે ‘વિશ્વાસથી આત્મવિશ્વાસ’ નો મંત્ર આપ્યો.

એક સમયે, જો સ્વામી વિવેકાનંદ જેવા ઋષિ આવ્યા જે વેદ-વેદાંતને પશ્ચિમમાં લઈ ગયા, તો ભક્તિયોગને વિશ્વ આપવાની જવાબદારી આવી ત્યારે શ્રીલ પ્રભુપાદ અને ઈસ્કોન આ મહાન કાર્ય હાથમાં લીધું. તેમણે ભક્તિ વેદાંતને વિશ્વની ચેતના સાથે જોડવાનું કામ કર્યું. આજે વિશ્વના વિવિધ દેશોમાં સેંકડો ઇસ્કોન મંદિરો છે. કેટલા ગુરુકુલો ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. ઇસ્કોને વિશ્વને જણાવ્યું છે કે ભારત માટે વિશ્વાસનો અર્થ છે ઉમંગ, ઉત્સાહ, અને ઉલ્લાસ અને માનવતા પર વિશ્વાસ.

શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ કોણ હતા શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે આંતરરાષ્ટ્રીય સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) ની સ્થાપના કરી હતી. જેને સામાન્ય રીતે ‘હરે કૃષ્ણ આંદોલન’ તરીકે ઓળખવામાં આવે છે. ઇસ્કોનએ શ્રીમદ ભગવદ ગીતા અને અન્ય વૈદિક સાહિત્યનો 89 ભાષાઓમાં અનુવાદ કર્યો છે. જે વૈદિક સાહિત્યના વિશ્વભરમાં પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સ્વામીજીએ સોથી વધુ મંદિરોની સ્થાપના પણ કરી અને વિશ્વને ભક્તિ યોગનો માર્ગ દર્શાવતા ઘણા પુસ્તકો લખ્યા.

આ પણ વાંચો : છોકરી સાથે પહેલી વાર ડેટ પર જતા હોય તો રાખો આ વાતનું ધ્યાન, નહિતર પહેલી મુલાકાત બની જશે આખરી

આ પણ વાંચો :Lightning in Monsoon : વીજળી કેમ પડે છે ? જાણો વીજળી પડવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">