PM મોદી દિવાળીની પૂર્વ સંધ્યા પર અયોધ્યામાં રહેશે, 15 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે રામનગરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીની પૂર્વ સંધ્યાએ રવિવારે અયોધ્યામાં હશે. તેઓ રામ લલ્લા વિરાજમાનને પ્રાર્થના કરશે અને રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરશે.

PM મોદી દિવાળીની પૂર્વ સંધ્યા પર અયોધ્યામાં રહેશે, 15 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે રામનગરી
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 10:04 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દિવાળીની પૂર્વ સંધ્યાએ રવિવારે અયોધ્યામાં હશે. તેઓ રામ લલ્લા વિરાજમાનને પ્રાર્થના કરશે અને રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરશે. વડા પ્રધાન કાર્યાલય (PMO)એ જણાવ્યું હતું કે, PM મોદી લગભગ 5.45 વાગ્યે ભગવાન રામનો રાજ્યાભિષેક કરશે અને તે પછી તેઓ સરયૂ નદીના કિનારે બનેલા નવા ઘાટ પર આરતી પણ કરશે અને દીપોત્સવની ઉજવણીમાં ભાગ લેશે. અયોધ્યામાં આ છઠ્ઠી વખત છે જ્યારે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પ્રથમ વખત વડાપ્રધાન વ્યક્તિગત રીતે ભાગ લેશે. આ પ્રસંગે અયોધ્યામાં 15 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે.

પીએમએઓએ જણાવ્યું હતું કે, દીપોત્સવ દરમિયાન વિવિધ રાજ્યોના વિવિધ નૃત્ય સ્વરૂપો સાથે પાંચ એનિમેટેડ ફ્લોટ્સ અને 11 રામલીલા ટેબ્લોક્સ પણ પ્રદર્શિત કરવામાં આવશે. વડા પ્રધાન સરયુ નદીના કિનારે રામ કી પૈડી ખાતે ભવ્ય મ્યુઝિકલ લેસર શો તેમજ 3-ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શોના સાક્ષી પણ બનશે.

હકીકતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના એક દિવસ પહેલા એટલે કે 23 ઓક્ટોબર, રવિવારે રામનગરી અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી આ દરમિયાન રામનગરી અયોધ્યાને મોટી ભેટ આપી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અયોધ્યામાં લગભગ ચાર હજાર કરોડના ખર્ચની 66 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ

આ દરમિયાન પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ તીર્થસ્થળનું પણ નિરીક્ષણ કરશે. આ સાથે રામલલાના દર્શન અને પૂજા પણ થશે. આ સાથે વડાપ્રધાન પ્રતિકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક પણ કરશે. આ પછી, તેઓ રામનગરીમાં ભવ્ય દીપોત્સવની ઉજવણીનો પ્રારંભ કરશે. આ ઉપરાંત પીએમ મોદી સરયુ નદીના નવા ઘાટ પર આરતી, 3-ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શો પણ જોશે.

15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે

તમને જણાવી દઈએ કે, રામનગરી અયોધ્યામાં આ પહેલો પ્રસંગ છે જ્યારે વડાપ્રધાન અંગત રીતે ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન અહીં 15 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવશે. દીપોત્સવ દરમિયાન વિવિધ રાજ્યોના નૃત્ય સ્વરૂપો સાથે પાંચ એનિમેટેડ ટેબ્લોક્સ અને 11 રામલીલા ટેબ્લોક્સ પણ પ્રદર્શિત કરવામાં આવશે. તે જ સમયે, યોગી સરકાર પીએમ મોદીની મુલાકાતની તૈયારીમાં વ્યસ્ત છે. આ માટે સીએમ યોગી પોતે અયોધ્યા પહોંચ્યા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">