કૃષિ કાયદા અંગે PM MODIનું નિવેદન, “સરકાર હજુ પણ ચર્ચા કરવા તૈયાર”

કેન્દ્રીય બજેટ પૂર્વેની સર્વદલીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યું છે. PM MODIએ વિપક્ષને પણ આ અંગે પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું છે.

કૃષિ કાયદા અંગે PM MODIનું નિવેદન, સરકાર હજુ પણ ચર્ચા કરવા તૈયાર

દિલ્હીમાં કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના વિરોધ અને પ્રદર્શનને લઈને સરકારે થોડું કુણું વલણ દર્શાવ્યું છે. કૃષિ કાયદા અંગે PM MODIએ નિવેદન આપતા કહ્યું કે સરકાર કૃષિ કાયદાઓ અંગે ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે. PM MODIએ વિપક્ષને પણ આ અંગે પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું છે. કેન્દ્રીય બજેટ પૂર્વેની સર્વપક્ષીય બેઠકમાં  વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે સરકારે ખેડૂત નેતાઓ સમક્ષ પહેલા જ 18 મહીંના માટે કૃષિ કાયદાઓ લાગુ ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ ત્રણેય કૃષિ કાયદાઓ પર રોક લગાવી હતી. બજેટસત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેનાં અભિભાષણમાં પણ કહ્યું હતું કે સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આદર કરે છે. કૃષિ કાયદાને લઈને જ વિપક્ષીઓએ રાષ્ટ્રપતિ અભિભાષણનો પણ ત્યાગ કર્યો હતો.

કૃષિ કાયદાના અંગે ખેડૂત નેતાઓ લગભગ 60 દિવસથી વિરોધ અને પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત સરકાર સાથે 10 જેટલી બેઠકો પણ કરી છે. પણ હજી સુધી કોઈ સમાધાન સધાયું નથી. હવે વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપતા જલ્દી જ કૃષિ કાયદાઓ અંગે સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન આવી શકે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati