વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈદ, અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિની દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આજે દેશભરમાં ઈદ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. સાથે જ આજે અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામની જન્મજયંતિ પણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈદ, અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિની દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
નરેન્દ્ર મોદી
Bhavesh Bhatti

|

May 14, 2021 | 9:32 AM

આજે દેશભરમાં ઈદ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. સાથે જ આજે અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામની જન્મજયંતિ પણ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ, અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિની શુભેચ્છા પાઠવી છે.

પીએમ મોદીએ પોતાની પહેલી ટ્વિટમાં લખ્યું હતું કે, “ઈદ-ઉલ-ફિતરના શુભ પ્રસંગે શુભકામના. સૌના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરો. સાથે મળીને આપણે વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા અને માનવ કલ્યાણને આગળ વધારવા માટે કાર્ય કરી શકીએ. ઈદ મુબારક!”

પીએમ મોદીએ અન્ય બે ટ્વીટમાં લખ્યું છે કે, “તમામ દેશવાસીઓને અક્ષય તૃતીયાની શુભકામના. શુભ કાર્યની સિધ્ધિ સાથે સંકળાયેલ આ શુભ પ્રસંગથી અમને કોરોના રોગચાળાને દૂર કરવાના આપણા સંકલ્પને સાકાર કરવાની શક્તિ મળે. ભગવાન પરશુરામની જન્મજયંતિના શુભ પ્રસંગે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ.”

આજે અક્ષય તૃતીયા પણ છે. ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. પરશુરામજીનું વર્ણન રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ અને કલ્કી પુરાણમાં પણ છે. એવું માનવામાં આવે છે કે ભારતના મોટાભાગના ગામો પરશુરામ દ્વારા સ્થાયી થયા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati