PM Modi કોરોના મહામારીના પગલે બ્રિટનમાં યોજાનારા G-7 સંમેલનના હિસ્સો નહીં લે

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે પીએમ મોદી બ્રિટનમાં યોજાનારી G-7 સમિટમાં સામેલ નહીં થાય. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે અમે યુકેના વડા પ્રધાન બોરીસ જોનસનને G-7શિખર સંમેલનમાં પીએમ મોદીને વિશેષ આમંત્રણ આપ્યું હતું.

PM Modi કોરોના મહામારીના પગલે બ્રિટનમાં યોજાનારા G-7 સંમેલનના હિસ્સો નહીં લે
PM Modi કોરોના મહામારીના પગલે બ્રિટનમાં યોજાનારા G-7 સંમેલનના હિસ્સો નહીં લે
Follow Us:
| Updated on: May 11, 2021 | 10:02 PM

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે પીએમ મોદી બ્રિટનમાં યોજાનારી G-7 સમિટમાં સામેલ નહીં થાય. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે અમે યુકેના વડા પ્રધાન બોરીસ જોનસનને G-7શિખર સંમેલનમાં પીએમ મોદીને વિશેષ આમંત્રણ આપ્યું હતું. અમે તેમણે આપેલા આમંત્રણની પ્રશંસા કરીએ છીએ, પરંતુ હાલની કોવિડ -19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન G-7 સમિટમાં ભાગ લેશે નહીં.

વાસ્તવમાં 17 જાન્યુઆરીએ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને G-7સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. જોનસને 11 થી 13 જૂન દરમિયાન કોર્નવોલ કાંઠાના પ્રદેશમાં યોજાનારી ઉચ્ચ-સ્તરની સમિટની વિગતો આપી હતી, જેની અધ્યક્ષતા બ્રિટન કરશે. ગત વર્ષે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસને ફોન કરીને પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. તેની બાદ દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાની સાથે ભારતને આ પરિષદના અતિથિ દેશ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. બ્રિટને પીએમ મોદીને ઔપચારિક આમંત્રણ મોકલ્યું હતું.

ભારતને G-7 સમિટમાં આમંત્રણ આપનાર બ્રિટન પ્રથમ દેશ

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

બ્રિટને કહ્યું હતું કે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારત માટે કાયમી સભ્યપદ માટેની હિમાયત કરનારા બ્રિટન P-5 દેશનું પ્રથમ સભ્ય હતું. તેમજ વર્ષ 2005 માં ભારતને G-7સમિટમાં આમંત્રિત કરનાર તે G-7 સમૂહનો પ્રથમ સભ્ય દેશ હતો. બ્રિક્સનો વર્તમાન અધ્યક્ષ અને 2023 માં G-20 ના પ્રમુખ બનવા જઈ રહેલ ભારત વિશ્વની સુધારણા માટે બહુપક્ષીય સહકારમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને આમંત્રણ આપવું બહુપક્ષીય સંસ્થાઓમાં આજના વિશ્વનું વધુ સારું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાની બ્રિટનની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ કરાયો હતો

બ્રિટિશ વડા પ્રધાન G-7 સમિટ પહેલા ભારતની મુલાકાતે આવવાના હતા, પરંતુ તે રદ કરવામાં આવી હતી. આ અગાઉ ભારતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવાનો તેમનો કાર્યક્રમ કોરોના વાયરસ સંકટને કારણે રદ કરવામાં આવ્યો હતો. G-7જૂથમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">