Republic Day 2022: વડાપ્રધાન મોદીએ પહેરી ઉત્તરાખંડની ટોપી, જાણો આ ટોપી કોને બનાવી અને તેના વિશેની ખાસ વાતો

વડાપ્રધાને ઉત્તરાખંડની ટોપી પહેરી ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે અને ઘણા લોકોના મનમાં આ ટોપી વિશે જાણવાની ઈચ્છા છે. ત્યારે અમે તમને જણાવીશું કે વડાપ્રધાન મોદીએ જે ટોપી પહેરી છે, તેમાં શું ખાસ છે.

Republic Day 2022: વડાપ્રધાન મોદીએ પહેરી ઉત્તરાખંડની ટોપી, જાણો આ ટોપી કોને બનાવી અને તેના વિશેની ખાસ વાતો
PM Narendra Modi (PC- PTI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 1:23 PM

આજે 73માં ગણતંત્ર દિવસ (Republic Day)ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચી 26 જાન્યુઆરીના કાર્યક્રમની શરૂઆત કરી છે. સૌથી પહેલા વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્મારક પહોંચ્યા, જ્યાં તેમને સશસ્ત્ર દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન વડાપ્રધાન મોદી ઉત્તરાખંડની ખાસ ટોપી પહેરીને નજરે પડ્યા અને વડાપ્રધાને મણિપુરનો સ્ટોલ પણ પહેરેલો હતો. વડાપ્રધાને ઉત્તરાખંડની ટોપી પહેરી ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે અને ઘણા લોકોના મનમાં આ ટોપી વિશે જાણવાની ઈચ્છા છે. ત્યારે અમે તમને જણાવીશું કે વડાપ્રધાન મોદીએ જે ટોપી પહેરી છે, તેમાં શું ખાસ છે, સાથે જ જણાવીશું કે આ ટોપી પર જે ડિઝાઈન બની છે, તેનો શું મતલબ છે. ત્યારે જાણો આ ટોપી સાથે જોડાયેલી ખાસ વાતો.

વડાપ્રધાને પહેરી ઉત્તરાખંડની ટોપી

જ્યારે વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થયા પહેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા તો તેમને ઉત્તરાખંડની ટોપી પહેરેલી હતી. ત્યારબાદ ઉત્તરાખંડના લોકો સોશિયલ મીડિયા પર તેમની ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને ટોપીને લઈ વાત કરી રહ્યા છે. જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ જે ટોપી પહેરી છે, તે ઉત્તરાખંડની પહાડી ટોપી છે. આ ટોપીમાં બ્રહ્મકમલનું ચિન્હ બનેલું છે, જે એક ફૂલ છે.

આ ટોપીમાં શું છે ખાસ?

ઉત્તરાખંડને ખાસ ઓળખ અપાવનારા સોહમ આર્ટ અને હેરિટેજ સેન્ટર મસૂરીના સંચાલક સમીર શુક્લાએ ટીવી9ને જણાવ્યું કે આ ટોપીમાં એક બ્રહ્મકમલ લાગેલુ છે, જે ઉત્તરાખંડ રાજ્યનું ફૂલ છે અને શુભ ચિન્હ છે. તે સિવાય તેમાં 4 રંગની એક પટ્ટી બનેલી છે. જે જીવ, પ્રકૃતિ, ધરતી, આકાશના સુમેળ વિશે જણાવે છે. આ ટોપી ખાસ લોકલ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ ટોપીમાં ભૂટિયા રિવર્સના કાપડનો ઉપયોગ કરવામાં આવે છે પણ જો તે નથી મળતું તો વૂલન માટે ટ્વવીડના કાપડનો ઉપયોગ થાય છે અને ગરમી માટે ખાદીના કપડાનો ઉપયોગ થાય છે. સમીર શુક્લા હાલ સ્થાનિક કારીગરોની ટીમ બનાવી આ ટોપી બનાવવાનું કામ કરી રહ્યા છે, જેનાથી આ ટોપીને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી રહી છે. આ ટોપીમાં પહેલા સિલાઈનું કામ થાય છે અને ત્યારબાદ હાથથી તેની પર પટ્ટી વગેરેનું કામ થાય છે.

કોને બનાવી છે આ ટોપી?

જણાવી દઈએ કે આ ટોપી સોહમ આર્ટ અને હેરિટેજ સેન્ટર મસૂરી તરફથી બનાવવામાં આવે છે. સંસ્થાના સંચાલક જણાવે છે કે તે સ્થાનિક કારીગરોની કામ કરી રહ્યા છે અને તેમની પત્ની કવિતા શુક્લા પણ તેમની સાથે કામ કરી રહી છે. કવિતા શુક્લા મહિલાઓની એક ટીમ બનાવી તેની પર હાથથી જે કામ થાય છે, તે કરાવે છે. તે દેશ અને વિદેશમાં પોતાની ટોપી મોકલી રહ્યા છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Republic Day 2022: પરમવીર અને અશોક ચક્ર સહિત તમામ વીરતા પુરસ્કારોનું શું મહત્વ છે? જાણો કોને મળે છે આ સન્માન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">