Gujarati News » National » PM Modi visit Maharashtra and Goa on December 11 gifting development works
પીએમ મોદી 11 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે, બંને રાજ્યોને આપશે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ
TV9 GUJARATI | Edited By: Chandrakant Kanoja
Updated on: Dec 09, 2022 | 11:24 PM
પીએમ મોદી 11 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે. આ દરમ્યાન પીએમ મોદી મહારાષ્ટ્રમાં 75,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ નાગપુર અને બિલાસપુરને જોડતી વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ કરાવશે તેમજ એઈમ્સનું ઉદ્ઘાટન પણ કરશે.
PM Modi Maharashtra (file image)
Image Credit source: File Image
પીએમ મોદી 11 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે. આ દરમ્યાન પીએમ મોદી મહારાષ્ટ્રમાં 75,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ નાગપુર અને બિલાસપુરને જોડતી વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ કરાવશે તેમજ એઈમ્સનું ઉદ્ઘાટન પણ કરશે. આ ઉપરાંત પીએમ મોદી નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી નાગપુર રેલ્વે સ્ટેશન અને અજની રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે. બીજી તરફ વડાપ્રધાન મોદી ગોવામાં 2870 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.
મોપા એરપોર્ટ રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપશે અને રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપશે. આ સિવાય પીએમ મોદી પણજીમાં નવમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સમારોહને સંબોધિત કરશે. વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ આયુષ મંત્રાલયનો સૌથી મોટો કાર્યક્રમ છે . જેમાં 50 દેશોના 400 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.
પીએમ મોદીનો મહારાષ્ટ્રનો કાર્યક્રમ
PM મોદી લગભગ 9.30 વાગ્યે નાગપુર રેલવે સ્ટેશન પહોંચશે, જ્યાં તેઓ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.
સવારે 10 વાગ્યે, વડા પ્રધાન ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશનથી ખાપરી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે, જ્યાં તેઓ ‘નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો’ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ દરમિયાન તેઓ ‘નાગપુર મેટ્રો ફેઝ-2’નો શિલાન્યાસ પણ કરશે.
10:45 વાગ્યે PM મોદી નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ હાઈવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને હાઈવેની મુલાકાત લેશે.
11.30 વાગ્યે, વડા પ્રધાન નાગપુરમાં 1500 કરોડથી વધુની કિંમતની રેલ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત તેઓ અહીં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વન હેલ્થ (NIO) અને નાગ નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ દરમિયાન, તેઓ ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (CIPET) ચંદ્રપુરને રાષ્ટ્રને સમર્પિત કરશે અને ‘સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ઑફ હિમોગ્લોબિનોપેથીઝ, ચંદ્રપુર’નું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદીનો ગોવાનો કાર્યક્રમ
ગોવામાં પીએમ મોદી બપોરે 3:15 વાગ્યે નવમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ આયુષની ત્રણ રાષ્ટ્રીય સંસ્થાઓનું ઉદ્ઘાટન પણ કરશે.