Cheetah Project: આંખો પર પટ્ટી અને બેભાન કરીને ભારત લાવવા માટે ચિત્તાઓનો કરવામાં આવ્યો હાઈલેવલ ટેસ્ટ, PM મોદી આજે કુનો અભયારણ્યમાં કરશે સ્વાગત

PM Narendra Modi Birthday: આ ચિત્તાઓને ભારત લાવવામાં આવતા પહેલા નામીબીયાના જંગલોમાં બેભાન કરવામાં આવ્યા હતા. એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ પછી આ ચિત્તાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું કે તેઓ બેહોશ થયા કે નહીં.

Cheetah Project: આંખો પર પટ્ટી અને બેભાન કરીને ભારત લાવવા માટે ચિત્તાઓનો કરવામાં આવ્યો હાઈલેવલ ટેસ્ટ, PM મોદી આજે કુનો અભયારણ્યમાં કરશે સ્વાગત
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 6:44 AM

નામીબિયાથી (Namibia) 8 ચિત્તાઓને (Cheetah) લઈને બોઈંગનું વિશેષ વિમાન ભારત જવા રવાના થયું છે. વિમાનમાં ગ્વાલિયર લાવ્યા બાદ આ ચિત્તાઓને હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્કમાં શિફ્ટ કરવામાં આવશે. ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓમાંથી તમામ પાંચ માદાની ઉંમર બેથી પાંચ વર્ષની વચ્ચે છે જ્યારે નર ચિત્તાની ઉંમર 4.5 વર્ષથી 5.5 વર્ષની વચ્ચે છે. તમને જણાવી દઈએ કે કુનો નેશનલ પાર્ક શિયોપુર જિલ્લામાં સ્થિત છે, જે ગ્વાલિયરથી લગભગ 165 કિમી દૂર છે. આ ચિત્તાઓને નામિબિયાથી બેભાન કરીને લાવવામાં આવી રહ્યા છે.

આ ચિત્તાઓને ભારત લાવવામાં આવતા પહેલા નામીબીયાના જંગલોમાં બેભાન કરવામાં આવ્યા હતા. એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ પછી આ ચિત્તાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું કે તેઓ બેહોશ થયા કે નહીં. ઘેનની દવા આપ્યા બાદ તમામ ચિત્તાઓને ફોરેસ્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પશુ ચિકિત્સકોની ટીમે ચિત્તાઓની તબીબી તપાસ કરી હતી. આંખે પટ્ટી બાંધેલી હતી. ભારત જતા પહેલા તમામ ચિત્તાઓની ફિટનેસ તપાસ કરવામાં આવી હતી. ફિટ થયા પછી, દરેક ચિત્તાના ગળામાં સેટેલાઈટ-જીપીએસ-વીએચએફ રેડિયો કોલર ફીટ કરવામાં આવ્યા હતા. કારણ કે ભવિષ્યમાં દરેક ચિત્તાને ઓળખી શકાય. આ પછી આ ચિત્તાઓને બોઈંગના વિશેષ વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ક્રેટસની અંદર ખાસ વ્યવસ્થા

આ તમામ ચિત્તાઓને ઘણી ગંભીરતા સાથે ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. આ તમામ ચિત્તા નામીબીયાથી વિવિધ પ્રકારના ક્રેટમાં ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. ક્રેટસમાં ઘણા છિદ્રો છે, જેથી શરીરનું હલનચલન થઈ શકે. ક્રેટની અંદર દરેક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ચિત્તાને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય. ક્રેટની અંદર રબરની સાદડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ચિત્તાઓ 11 કલાક સુધી વિશેષ વિમાનમાં મુસાફરી કરશે

ક્રેટની લંબાઈ અને પહોળાઈનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી ચિતાઓ સૂઈ શકે અથવા ઊભા રહી શકે. તમને જણાવી દઈએ કે આ ચિત્તાઓને આખી મુસાફરી દરમિયાન ભૂખ્યા રાખવામાં આવશે, જેથી ફ્લાઈટમાં તેમની તબિયત બગડે નહીં. આ ચિત્તા લગભગ 11 કલાક સુધી ખાસ વિમાનમાં મુસાફરી કરશે. બોઈંગ સ્પેશિયલ એરક્રાફ્ટ 16 કલાક સુધી સતત ઉડવામાં સક્ષમ છે અને તેને હવામાં જ રિફ્યુઅલ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લો ચિત્તા 1947માં છત્તીસગઢમાં આવેલા કોરિયા જિલ્લામાં માર્યો ગયો હતો. ચિત્તાને 1952માં ભારતમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. ‘ભારતમાં આફ્રિકન ચિતા પરિચય પ્રોજેક્ટ’ 2009માં શરૂ થયો હતો અને તાજેતરના વર્ષોમાં તેને વેગ મળ્યો છે. ભારતે ચિત્તાની આયાત માટે નામીબીયા સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">