PM Modi મંગળવારે કોચી- મેંગલોર પ્રાકૃતિક ગેસ પાઇપલાઇનનું લોકાર્પણ કરશે

PM Modi  કર્ણાટકમા  કોચી – મેંગલોર પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન  મંગળવારે વિડીયો કોન્ફરન્સના  માધ્યમથી દેશને સમર્પિત કરશે. પોએમઓ કાર્યાલયના  એક  નિવેદનમાં જણાવ્યું છે કે આ ‘ એક દેશ એક ગ્રીડ ‘ નિર્માણમા મહત્વપૂર્ણ   ઉપલબ્ધી છે. 450 કિલોમીટર લાંબી પાઈપલાઈનનું નિર્માણ ગેલ( ભારત) લિમિટેડે કર્યું છે. પીએમઓ એ જણાવ્યું કે આ પાઈપલાઈનમા દરરોજ 12 મિલિયન મેટ્રિક […]

PM Modi મંગળવારે કોચી- મેંગલોર પ્રાકૃતિક ગેસ પાઇપલાઇનનું લોકાર્પણ કરશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 03, 2021 | 7:28 PM

PM Modi  કર્ણાટકમા  કોચી – મેંગલોર પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન  મંગળવારે વિડીયો કોન્ફરન્સના  માધ્યમથી દેશને સમર્પિત કરશે. પોએમઓ કાર્યાલયના  એક  નિવેદનમાં જણાવ્યું છે કે આ ‘ એક દેશ એક ગ્રીડ ‘ નિર્માણમા મહત્વપૂર્ણ   ઉપલબ્ધી છે. 450 કિલોમીટર લાંબી પાઈપલાઈનનું નિર્માણ ગેલ( ભારત) લિમિટેડે કર્યું છે. પીએમઓ એ જણાવ્યું કે આ પાઈપલાઈનમા દરરોજ 12 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરની પરિવહન ક્ષમતા છે. તે કોચ્ચી થી લીકવીડ પ્રાકૃતિક ગેસ ટર્મિનલથી મેંગલોર સુધી લઈ જશે.

આ ગેસલાઈન અરનાકુલમ, ત્રિશુર, પલકકડ, મલપ્પુરમ. કોઝિકોડ, કન્નુર  અને કાસરગોડ જિલ્લામાંથી પસાર થશે, આ સમગ્ર યોજનાનો ખર્ચ અંદાજે 3000 કરોડ રૂપિયા છે  અને તેના નિર્માણ માટે 12 લાખ માનવદિન રોજગારીનું સર્જન થયું છે. આ પાઈપલાઈન પર્યાવરણ માટે લાભદાયી છે અને તેના માધ્યમથી લોકોને પીએનજી ગેસ ઘરેલુ ઉપયોગ માટે અને સીએનજી ગેસ ઔધોગિક અને કોમર્શિયલ ઉપયોગ માટે મળશે. આ પાઈપ લાઈન જે જિલ્લામાંથી પસાર થશે તે સ્થળે લોકોને આ લાભ મળશે. નિવેદનમા જણાવવામા આવ્યું છે કે સ્વચ્છ ઇંધણના ઉપયોગથી વાયુ પ્રદુષણમા ઘટાડો થશે. જેના લીધે વાતાવરણમા પણ સુધારો થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">