PM Modi એ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે કરી વાત, કોરોનામાં સહાયતા માટે માન્યો આભાર
ભારતના PM Modi એ બુધવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)સાથે ફોન પર વાત કરી. આ સમય દરમિયાન વડા પ્રધાન મોદીએ કોરોના મહામારીમાં તેમની મદદ માટે આભાર માન્યો હતો.
ભારતના PM Modi એ બુધવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)સાથે ફોન પર વાત કરી. આ સમય દરમિયાન વડા પ્રધાન મોદીએ કોરોના મહામારીમાં તેમની મદદ માટે આભાર માન્યો હતો.
PM Modi એ ખુદ ટ્વિટ કરીને કહ્યું કે – મારા પ્રિય મિત્ર, ફ્રાંસના રાષ્ટ્રપતિએ ઇમેન્યુઅલ મેક્રોન(Emmanuel Macron)સાથે વાત કરી. કોરોના સામેની લડતમાં તાત્કાલિક મદદ માટે મેં તેમનો આભાર માન્યો. આ સાથે અમે પર્યાવરણ ક્ષેત્ર અને ઈન્ડો-પેસિફિક પર પરસ્પર સહયોગ સહિત દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.
Spoke to my dear friend President @EmmanuelMacron. I thanked him for France’s prompt assistance to India’s COVID-19 response. We also discussed bilateral, regional and global issues, including cooperation in climate action and Indo-Pacific.
— Narendra Modi (@narendramodi) May 26, 2021
વડા પ્રધાન કાર્યાલય વતી એવું કહેવાતું હતું કે, બંને નેતાઓએ ભારત-યુરોપિયન નેતાઓની તાજેતરની બેઠકના સકારાત્મક પરિણામો ઉપર સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથો સાથ બંને નેતાઓ એ વાત પર સહમત થયા છે કે સંતુલિત અને વ્યાપક મુક્ત વેપાર અને ભારત-ઇયુ કનેક્ટિવિટી માટે વાટાઘાટો ફરીથી શરૂ કરવાની જાહેરાત એ આવકાર દાયક પગલાં છે.