PM મોદીએ 16મી પૂર્વ-એશિયા સમિટમાં ભાગ લીધો, ગુરુવારે 18મી ભારત-આસિયાન સમિટને કરશે સંબોધિત

પીએમ મોદીએ કહ્યું છે કે તેઓ 18મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા માટે ઉત્સુક છે. આ મહત્વપૂર્ણ પરિષદમાં આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગીદારી, કોવિડ-19 અને આરોગ્ય, વેપાર, શિક્ષણ તેમજ કનેક્ટિવિટી સહિતના અન્ય મુખ્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.

PM મોદીએ 16મી પૂર્વ-એશિયા સમિટમાં ભાગ લીધો, ગુરુવારે 18મી ભારત-આસિયાન સમિટને કરશે સંબોધિત
Prime Minister Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બુધવારે પુનઃપુષ્ટિ કરી હતી કે એક સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી હિંદ પ્રશાંત ક્ષેત્ર અને દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠનમાં આસિયાનની કેન્દ્રિયતાનું સમર્થન ભારતના વ્યાપક દ્રષ્ટીકોણનું મૂળ કેન્દ્રમાં છે. વડાપ્રધાને ડિજિટલ માધ્યમથી 16મી પૂર્વ-એશિયા સમિટમાં ભાગ લેતી વખતે પણ આ વાત કહી હતી.

 

આ કોન્ફરન્સનું આયોજન બ્રુનેઈના સુલતાન હસનલ બોલકિયાએ કર્યું હતું. PMએ કહ્યું કે ભારત બહુપક્ષીયતાવાદના સહિયારા મૂલ્યોનું સન્માન, નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય કાયદો અને બધા દેશોની પ્રાદેશિક એકતા અને સાર્વભૌમિકતા માટે પ્રતિબદ્ધ છે.

 

 

તેમણે ટ્વીટમાં કહ્યું બ્રુનેઈ દ્વારા આયોજિત 16મી ઈસ્ટ-એશિયા સમિટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા. એક સ્વતંત્ર,ખુલ્લા અને સમાવેશી હિંદ પ્રશાંત ક્ષેત્ર અને દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠનમાં આસિયાનની કેન્દ્રિયતાનું સમર્થન ભારતના વ્યાપક દ્રષ્ટીકોણનું મૂળ કેન્દ્રમાં હોવાની વાત ફરી ઉચ્ચારી.

 

મોદીએ કહ્યું કે તેઓ 18મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા ઉત્સુક છે. આ મહત્વપૂર્ણ પરિષદમાં આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગીદારી, કોવિડ-19 અને આરોગ્ય, વેપાર, શિક્ષણ તેમજ કનેક્ટિવિટી સહિતના અન્ય મુખ્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.

 

ડિજિટલ માધ્યમથી યોજાનારી આ કોન્ફરન્સમાં આસિયાન દેશોના રાષ્ટ્ર અધ્યક્ષ અને સરકારના વડાઓ ભાગ લેશે. આ કોન્ફરન્સનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે જે આસિયાન અને ભારતને ટોચના સ્તરે સંવાદ માટેની તક પૂરી પાડે છે. વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં 17મી આસિયાન સમિટમાં પણ ભાગ લીધો હતો. આ વખતે તેઓ નવમા આસિયાન-ભારત સમિટમાં ભાગ લેશે.

 

વર્ષ 2022 આસિયાન-ભારત સંબંધોના 30 વર્ષનું સાક્ષી બનશે

વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે આસિયાન-ભારત ભાગીદારી સહિયારી ભૌગોલિક, ઐતિહાસિક અને સભ્યતાના મજબૂત પાયા પર આધારિત છે. આસિયાન સમુહ શરૂઆતથી ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને લઈને વ્યાપક દ્રષ્ટીકોણનું મુળ કેન્દ્ર રહ્યું છે.

 

વર્ષ 2022 આસિયાન-ભારત સંબંધોના 30 વર્ષનું સાક્ષી બનશે. પૂર્વ એશિયા સમિટે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના મુખ્ય વ્યૂહાત્મક મુદ્દાઓ અને આ ક્ષેત્રમાં વિશ્વાસ-નિર્માણની મુખ્ય પદ્ધતિ પર ચર્ચા કરવા માટે અગ્રણી નેતૃત્વની આગેવાની હેઠળનું મંચ છે. આ મંચે પૂર્વ એશિયાના વ્યૂહાત્મક અને ભૌગોલિક ઉત્ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આમાં આસિયાનના 10 સભ્ય દેશો ઉપરાંત ભારત, ચીન, જાપાન, કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને રશિયા સામેલ છે.

 

આ પણ વાંચો :  બોર્ડર પર મજબૂતીથી ઉભા છે ભારતીય જવાન, LAC પર તણાવ ખત્મ કરવા માટે વાતચીત ચાલુ રહેશે: સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati