PM Modi Meeting with CMs over Covid-19: કોરોનાની નવી લહેરને નહી રોકાય તો દેશ વ્યાપી આઉટબ્રેકની સ્થિતિ સર્જાશે, એક જ મંત્ર ‘દવાઈ ભી ઔર કડાઈ ભી’

| Updated on: Mar 17, 2021 | 2:31 PM

PM Modi Meeting with CMs over Covid-19:  દેશમાં વધતા કોરોના વાયરસનાં કે વચ્ચે અને વેક્સીનેશનને લઈને વડાપ્રધાન મોદીએ દેશનાં રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશનાં મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી છે.

PM Modi Meeting with CMs over Covid-19: કોરોનાની નવી લહેરને નહી રોકાય તો દેશ વ્યાપી આઉટબ્રેકની સ્થિતિ સર્જાશે, એક જ મંત્ર 'દવાઈ ભી ઔર કડાઈ ભી'
PM Modi

PM Modi Meeting with CMs over Covid-19:  દેશમાં વધતા કોરોના વાયરસનાં કે વચ્ચે અને વેક્સીનેશનને લઈને વડાપ્રધાન મોદીએ દેશનાં રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશનાં મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી છે. જે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું  છે તેના પર વડાપ્રધાન ફોકસ કરી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 28903 કેસ આવ્યા છે જે ચિંતાજનક વાત છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Mar 2021 02:24 PM (IST)

    PM Modi Meeting with CMs over Covid-19: વડાપ્રધાન મોદીની અગત્યની વાતો કે જેના પર સૌથી વધારે ભાર મુકવામાં આવ્યો

    PM Modi Meeting with CMs over Covid-19: વડાપ્રધાન મોદીએ કોરોનાની નવી લહેરને રોકવાથી લઈને જુના નિયમોનાં કડક પાલન વિશે પણ તેમણે ભાર મુક્યો . વાંચો કયા ખાસ મુદ્દા પર તેમણે ભાર મુક્યો

    વડાપ્રધાનની વાતનાં ખાસ મુદ્દા

    કોરોનાની નવી લહેરને રોકવી પડશે દેશના 70 જિલ્લામાં કોરોનાના કેસની 150 ટકાથી વધુ વૃદ્ધિ મહામારીને અહીં જ રોકવાનો પડકાર કોરોનાને ગામડામાં જતો રોકવાનો મોટો પડકાર નાના શહેરોમાં ટેસ્ટીંગ વધારવું પડશે રેફરલ સિસ્ટમ અને એમ્બ્યુલન્સ પર ધ્યાન આપવું જરૂરી કોરોનાની સેકન્ડ પીકને તુરંત રોકવી પડશે માસ્ક અંગે સ્થાનિક તંત્ર દ્વારા ગંભીરતા નથી પળાતી કેટલાક વિસ્તારોમાં ટેસ્ટીંગ ઓછું કેમ થાય છે ? માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન રચવામાં ઢીલાશ ન કરવામાં આવે સાવધ રહેવું પડશે, ડર ફેલાવવાની જરૂર નથી RTPCR ટેસ્ટ 70 ટકા રાખવો જરૂરી ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં સંક્રમણ વધી રહ્યું છે રાજ્યો વચ્ચે કોન્ટેક્ટ ટ્રેસિંગની માહિતીની આપ-લે થાય તે જરૂરી કેરલ, આંધ્ર પ્રદેશ, યુપીમાં રસીનો બગાડ થાય છે રસીનો બગાડ ન થાય તેનું રોજ મોનિટરિંગ જરૂરી નવા કેસની જલ્દી થાય તે માટે RTPCR ટેસ્ટ જરૂરી રસીકરણ માટેના કેન્દ્રોની સંખ્યા વધારવી જરૂરી કોરોનાની જાળમાંથી જલ્દી બહાર નીકળવું જરૂરી રસીની એક્સપાયરી ડેટનું ખાસ ઘ્યાન રાખો

  • 17 Mar 2021 02:21 PM (IST)

    PM Modi Meeting with CMs over Covid-19: કોરોના માટેના જુના નિયમોનું પાલન જરૂરી, વેક્સીનની બરબાદી રોકવી જરૂરી

    PM Modi Meeting with CMs over Covid-19: કોરોના માટેના જુના નિયમોનું પાલન જરૂરી, વેક્સીનની બરબાદી રોકવી જરૂરી હોવાનું સુચન પણ તેમણે કર્યું હતું . તેમણે જણાવ્યું કે હવે બચાવ માટે દવાઈ ભી ઔર કડાઈ ભી જરૂરી.

  • 17 Mar 2021 02:19 PM (IST)

    PM Modi Meeting with CMs over Covid-19: વેક્સીન લીધા બાદ કોરોનાનાં નિયમોનું પાલન કરવાનું રહેશે , તેલંગાણા અને આંધ્રમાં રસીનો બગાડ

    PM Modi Meeting with CMs over Covid-19: તેમણે રસીકરણ મુદ્દે જણાવ્યું કે વેક્સીન લીધા બાદ કોરોનાનાં નિયમોનું પાલન કરવાનું રહેશે , તેલંગાણા અને આંધ્રમાં રસીનો બગાડ થઈ રહ્યો છે. જુના નિયમોનું પાલન કરવાની જરૂર છે અને પુરી કડકાઈથી કોરોનાની નવી લહેરને રોકવાની જરૂર છે.

  • 17 Mar 2021 02:12 PM (IST)

    PM Modi Meeting with CMs over Covid-19: આ ખાતે ટિયર-2 અને ટિયર-3 વાળા શહેરો વધારે પ્રભાવિત

    PM Modi Meeting with CMs over Covid-19: મુખ્યપ્રધાનો સાથેની વાતચીતમાં મોદીએ જણાવ્યું કે વિદેશથી આવનારા લોકોની સંખ્યા વધી છે. રાજ્યો એ સુચના બહાર પાડવાની જરૂર છે. ઘમા રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોનાનાં કેસ વધ્યા છે. અગર સાવધાની રાખવામાં નહી આવે તો દેશવ્યાપી કોરોનાનાં કેસ ફાટી નિકળી શકે છે.

  • 17 Mar 2021 02:09 PM (IST)

    PM Modi Meeting with CMs over Covid-19: માસ્ક નહી પહેરી ને મોટી લાપરવાહી થઈ રહી છે, સાવધાની જરૂરી

    PM Modi Meeting with CMs over Covid-19: વડાપ્રધાને ખાસ અનુરોધ કર્યો કે કન્ટેન્મેન્ટ અને સર્વેલન્સ ખાસ રાખવાની જરૂર છે. કોરોનાની નવી લહેર જે આવી રહી છે તેને રોકવી જરૂરી છે. ટેસ્ટ અને ટ્રેક એન્ડ ટ્રીટ પર વજન આપવાની જરૂર છે.

  • 17 Mar 2021 02:07 PM (IST)

    PM Modi Meeting with CMs over Covid-19: દેશવ્યાપી આઉટબ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે, ગુડ ગવર્નન્સની આ પરીક્ષા છે

    PM Modi Meeting with CMs over Covid-19: તેમણે જણાવ્યું કે દેશમાં રસીકરણ સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. માસ્ક નહી પહેરવું એ મોટી લાપરવાહી છે. કોરોનાની નવી લહેરની રોકવી જરૂરી છે.

  • 17 Mar 2021 02:05 PM (IST)

    PM Modi Meeting with CMs over Covid-19: 45 વર્ષથી ઉપરનાં લોકોને મુકવામાં આવે રસી

    PM Modi Meeting with CMs over Covid-19: રાજ્યનાં મુખ્યપ્રધાનો સાતેની વાતમાં વડાપ્રધાને કહ્યું કે ભારતે કોરોનાનો મુકાબલો મજબુતાઈથી કર્યો છે અને અત્યાર સુધીમાં 96% લોકો રીકવર પણ થયા છે.

  • 17 Mar 2021 01:08 PM (IST)

    PM Modi Meeting with CMs over Covid-19: Gujarat, MP, Rajasthanનાં પ્રેઝનટેશનનાં PM એ કર્યા વખાણ

    PM Modi Meeting with CMs over Covid-19: વેક્સીનેશનને લઈે વિવિધ રાજ્યનાં મુખ્યપ્રધાન દ્વારા પ્રેઝનટેશન બનાવવામાં આવ્યું હતું જેમાં Gujarat, MP, Rajasthanનાં પ્રેઝનટેશનનાં PM એ  વખાણ કર્યા હતા.

  • 17 Mar 2021 01:06 PM (IST)

    PM Modi Meeting with CMs over Covid-19: દેશમાં વધી રહેલા કોરોના પર એક્શન પ્લાન અંગે ચર્ચા

    PM Modi Meeting with CMs over Covid-19: વડાપ્રધાન મોદી દ્વારા દેશનાં રાજ્યનાં મુખ્યપ્રધાનો સાથે કોરોનાને લઈ ચર્ચા કરી રહ્યા છે. તેમણે કોરોના પર એક્શન પ્લાનને લઈને પણ વાત કરી છે, સાથે જ વેક્સીનેશન કઈ રીતે વધારી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી છે.

  • 17 Mar 2021 01:00 PM (IST)

    PM Modi Meeting with CMs over Covid-19: મમતા બેનર્જી પણ બેઠકમાં નહી આપે હાજરી

    PM Modi Meeting with CMs over Covid-19: વડાપ્રધાન સાતેની આ બેઠકમાં મમતા બેનર્જી પણ ભાગ નથી લઈ રહ્યા. અગાઉથી યોજાયેલી ચૂંટણી સભાને સંબોધવાની હોવાને લઈને તે આ બેઠકમાં હાજર નહી રહી શકેની વિગતો સામે આવી રહી છે.

  • 17 Mar 2021 12:57 PM (IST)

    PM Modi Meeting with CMs over Covid-19: છત્તીસગઢનાં મુખ્યપ્રધાન ભુપેશ બુધેલ નહી આપે હાજરી

    PM Modi Meeting with CMs over Covid-19: કોરોના પરની આ બેઠકમાં છત્તીસગઢનાં મુખ્યપ્રધાન ભુપેશ બુધેલ નહી આપે હાજરી. તેમની ગેરહાજરીને લઈને કોઈ કારણ હજુ સામે નથી આવ્યું.

Published On - Mar 17,2021 2:24 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">