PM MODI LIVE : PM મોદી આજે નવ કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે રૂ. 18000 કરોડ

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Dec 25, 2020 | 8:12 PM

PM MODI LIVE : PM મોદી આજે નવ કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે રૂ. 18000 કરોડ

PM MODI  આજે કિસાન સન્માન નિધિ  અંતગર્ત ખેડૂતોને મળનારા નાણાકીય લાભનો આગામી  હપતો આજે ચૂકવશે. . પીએમઓ કાર્યાલયના નિવેદન મુજબ પીએમ મોદી એક બટન દબાવીને એક સાથે નવ કરોડથી વધારે ખેડૂત લાભાર્થીઓને 18,000 કરોડ  રૂપિયા ટ્રાન્સફર કરશે., આ કાર્યક્રમ દરમ્યાન પીએમ છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ કરશે

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 25 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 12 કલાકે 9 કરોડ ખેડૂત પરિવારોના બેન્ક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયાની સન્માન ની રકમ  ટ્રાન્સફર કરશે. .

ઉલ્લેખનીય છે કે, આ  ડિસેમ્બર 2018 થી ખેડૂત પરિવારોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાની સન્માન રકમ ટ્રાન્સફર કરાય છે. તેમજ જૂન 2019 થી જમીન ધરાવતા તમામ ખેડૂતોનો સમાવેશ કરાયો છે. કોરોના સંકટ દરમ્યાન પણ 43,000 કરોડથી વધુની સન્માન રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરાવાઈ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 60 લાખ ખેડૂતોના ખાતામાં 95 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર થઈ ચૂકી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Dec 2020 01:41 PM (IST)

    જે મારા વિરોધી છે તેમને નમ્ર વિનંતી છે કે ખેડુતો સાથે વાત થશે પરતુ વાત મુદ્દા અને તર્ક પર થશે

    વડાપ્રધાન મોદી એ જણાવ્યું કેદેશભરનાં ખેડુતોએ જે રીતે મને સપોર્ટ કર્યો છે તેનાથી મને સંતોશ છે. આજે જે રીતે કિસાન સન્માન નિધિ યોજનાનો જેમને લાભ મળ્યો છે તેમને પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. વજાપ્રધાને ખેડુતોને વચેટીયાનાં માધ્યમને છોડવા માટે અપીલ કરી હતી.

  • 25 Dec 2020 01:37 PM (IST)

    રાજકીય દળો ખેડુતો સાથે વાત નથી કરવા દઈ રહ્યા, આદોલનનાં વિષય કેમ બદલાઈ રહ્યા છે?

    વિપક્ષ પાસે હવે કોઈ મુદ્દા નથી બચી રહ્યા એટલે તે હવે ટોલટેક્સ કાઢવાની વાત કરે છે, આ જ વિરોધી લોકો સરકાર અને ખેડુતો વચ્ચેની વાતમાં રોડા બનીને રહી ગયા છે. જે જગ્યા પર તાજેતરમાં નાના ઈલેક્શન થયા છે ત્યાંની જનતાએ આવા વિરોધીઓને નકારી દીધા છે અને આ જગ્યા એ છે કે જે હાલમાં ચાલી રહેલી આંદોલનની જગ્યાની બાજુમાં જ છે.

  • 25 Dec 2020 01:33 PM (IST)

    નવો કૃષિ કાયદો ખેડુતોને બળ પુરો પાડનારો, ખેડુતો ઉત્પાદક જ નહી નિકાસકાર પણ બનશે

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે ક્વોલીટી સાથે કેવોન્ટીટી જોઈતી હશે તો ભારતનાં ખેડુતો સાથે ભાગીદારી કરવી પડશે. ખેતીને આધુનિક બનાવવામાં આવી રહી છે. જે લોકો ખેડુતોને ગુમરાહ કરી રહ્યા છે તે લોકો આંદોલનનાં નામે ખેડુતોનાં ખભા પર બંદુક મુકીને ફોડી રહ્યા છે

  • 25 Dec 2020 01:30 PM (IST)

    એગ્રીમેન્ટ ખેડુત પોતાની રીતે રદ કરી શકશે, પણ કંપની પોતાની મરજી મુજબ કોન્ટ્રાક્ટ રદ નહી કરી શકે

    વડાપ્રધાન મોદીએ ખેડુતોને માહિતિ આપતા જણાવ્યું હતું કે કંપનીએ એકવાર કોન્ટ્રાક્ટ પુરો થયા બાદ પાક સારો થયો તો તેને કમપનીએ બોનસ પણ ચુકવવું પડશે. જો લોકો એ ખેડુતોએ જમીન હડપી લીધી તે ખેડુતોની જમીન વિશે વાત કરી રહ્યા છે.

  • 25 Dec 2020 01:27 PM (IST)

    ખેડુત આંદોલનનાં નામે ઈવેન્ટ મેનેજમેન્ટ કરાઈ રહ્યું છે, કૃષિ કાયદો 2 મહિનાથી લાગુ થઈ ચુક્યો છે

    વડાપ્રધાન મોદી એ જણાવ્યું કે ખેડુતો સાતે સરકાર તમામ સ્તરે તેમની સાથે જ ઉભી છે. ખેડુત MSP પર તેમનો પાક વેચી શકે છે. કૃષિનો એક વધુ નિયમ છે કે એગ્રીમેન્ટ કરવાવાળો વ્યક્તિ માર્કેટથી વાકેફ રહેશે. નવા કાયદા નવી શક્તિ પ્રમાણે. પોતાની મરજીથી કોઈ કોન્ટ્રાક્ટ ખતમ નહી કરી શકે.

  • 25 Dec 2020 01:22 PM (IST)

    તમે તમારો પાક જ્યાં ફાયદો મળશે ત્યાં વેચી શકશો, ખેડુતોનાં હાથમાં રહેશે તમામ સત્તા

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તમે તમારા પાકને જ્યાં પણ વેચવો હશે ત્યાં વેચી શકશો. દેશની કોઈ પણ મંડીમાં તે વેચી શકશો. MSP સમાપ્ત કરવાની અફવા ચાલી રહી છે. મંડી બંધ કરવાની વાત ખોટી છે. આ કાયદો લાગું થયાને ઘણો સમય થઈ ગયો છે પણ દેશમાં ક્યાંય પણ તે બંધ થયાની ખબર આવી છે?

  • 25 Dec 2020 01:18 PM (IST)

    અમારી સરકાર ખેડુતોનાં દ્વાર સુધી પહોચી છે, જે લોકો આંસુ વહાવે છે તેમણે પહેલા કેમ તેમનું દર્દ ન સમજ્યું?

    રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે પોતાને જીવતા રાખવા માટે જડીબુટ્ટી શોધી રહ્યા છે. જે લોકો વર્ષો સુધી સત્તામાં રહ્યા તેમણે ખેડુતોની ભાવના ક્યારેય સમજી નથી શક્યા

  • 25 Dec 2020 01:13 PM (IST)

    પહેલા અમુક પાક પર MSP મળતા અને મોટાભાગનાં પાક પર MSP લાવ્યા છે, ખેડુતોને મળે છે રેકોર્ડરૂપ પૈસા

    ખેડુતોનાં ખિસ્સામાં રેકોર્ડરૂપ પૈસા પહોચી રહ્યા છે. સ્વામિનાથન કમિટિની ફાઈલ પર અત્યારનાં આંદોલન કરનારાઓ બેસી ગયા હતા અમારી સરકારે આવી ને ખેડુતોનાં લાભમાં કામ કરવાનું શરૂ કર્યું છે. આજે દેશમાં 10 હજાર FPO બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દોઢ ગણાં ભાવે પાક વેચીને ખેડુતો લાભ મેળવી રહ્યા છે. કોલ્ડ સ્ટોરેજની સુવિધા મળી રહે તે માટે અમારી સરકાર કામ કરીરહી છે.

  • 25 Dec 2020 01:09 PM (IST)

    ચૂંટણી આવતી ગઈ અને વાયદાઓ અપાતા ગયા અને ભુલાતા ગયા, અમારી સરકારે ખેડુતોની ઈનપુટ કોસ્ટ ઓછી કરી

    2014માં અમારી સરકાર બન્યા બાદ આધુનિક ખેતી પર અધ્યયન કરીને તેના પર કામ કરવાની શરૂઆત કરી. ખેડુતોને ખેતીમાં લાગતી કોસ્ટમાં ઘટાડો એટલે કે ઈનપુટ કોસ્ટને ઓછી કરવા માટે અમે મદદ કરી. આજે દેશનાં કરોડો ખેડુતોને કિસાન પાકવીમા યોજનાંનો લાભ મળી રહ્યા છે. અમારી સરકારે મામુલી પ્રિમિયમ લઈને મુસીબતમાં તેમને મદદ કરી છે.

  • 25 Dec 2020 01:06 PM (IST)

    ખેડુતોનાં નામે ઝંડા ઉંચા રાખનારા પોતાને જીવતા રાખવા પ્રયત્ન કરે છે, આવા લોકોને ખેડુતો ઓળખી ગયા છે

    નિર્દોષ ખેડુતોને ગુમરાહ ન કરે અને તેમના જીવન સાથે ખેલ ખેલવાનું વિપક્ષ બંધ કરે. પહેલાની સરકારની નીતિને કારણે ખેડુત કે જેમની પાસે ઓછી જમીન હતી તેમને વધારે નુક્શાન થયું છે. નાના ખેડુતોને તો પાણી, વિજળી નોહતી મળતી તેમને કોઈ આર્થિક મદદ નથી મળી રહી. દેશમાં ખેડુતોની સંખ્યા નાની નથી કે જેમને નુક્સાન થયું છે. જે લોકો આટલા વર્ષ સુધી સત્તા પર રહ્યા તેમણે 10 કરોડ ખેડુતોને નુક્શાન પહોચાડ્યું

  • 25 Dec 2020 01:02 PM (IST)

    દેશની જનતા તમામ ખેલ જોઈ રહી છે, ઈવેન્ટ મેનેજમેન્ટનાં માધ્યમથી ચમકવાનો પ્રયાસ કરી રહ્યા છે વિરોધીઓ

    દેશની અર્થનીતિને બરબાદ કરવાની વિપક્ષની ચાલ છે. સમાચારોમાં ચમકવા માટે ખોટી રાજનીતિ થઈ રહી છે. જે લોકોએ પશ્ચિમ બંગાળને બરબાદ કરી નાખ્યું તેમને પુછવા માગુ છું કે કેરળમાં APMC ક્યારે ચાલુ કરાવશો? બેધારી નીતિ કેમ? ખોટા આરોપ અને અફવા ફેલાવવામાં આવી રહ્યા છે

  • 25 Dec 2020 01:00 PM (IST)

    મમતા બેનરજી પર વડાપ્રધાનનાં સીધા પ્રહાર, કહ્યું કે મમતા સરકાર ખેડુતોને મળતા લાભ અટકાવી રહી છે

    વજાપ્રધાન મોદીએ સંવાદ વચ્ચે જણાવ્યું કે મમતા બેનરજી સરકાર પોતાના ખેડુતોને મળતો લાભ રાજનીતિક કારણથી અટકાવી રહી છે. જે ખેડુતોએ કેન્દ્ર સરકારને સીધા પત્ર લખ્યા છે તેમને પણ મદદરૂપ નથી થવા દેતી. એટલે જ 70 લાખ ખેડુતોને તેનો લાભ નથી મળતો.

  • 25 Dec 2020 12:57 PM (IST)

    રૂપિયો ઘસાતો નથી ખોટા હાથમાં લાગતો નથી, દિલ્હીથી નિકળતો રૂપિયો જરૂરિયાત મંદનાં ખાતામાં જાય છે

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુડ ગવર્નન્સ આજ છે કે હજારો કરોડો રૂપિયા સીધા ખેડુતોનાં ખાતામાં જાય છે. કોઈ હેરાફેરી નહી કોઈ કમિશન નથી. રાજય સરકારનાં માધ્યમથી ખેડુતોનું રજીસ્ટ્રેશન થયા બાદ આ સિસ્ટમ ડેવલપ થઈ છે. બધા લોકો જોડાયા પણ પશ્ચિમ બંગાળનાં ખેડુતો લાભ નથી લઈ શકતા કેમકે ત્યાંની સરકાર રાજનીતિક કારણથી તેમના ખેડુતોને ઉપસાવી રહ્યા છે.

  • 25 Dec 2020 12:53 PM (IST)

    PM MODIનું દેશને નામ સંબોધન, કહ્યું ખેડુતોનાં જીવનમાં ખુશી આપણા જીવનમાં ખુશી વધારશે

    ખેડુતોને આજે જે સન્માન નિધિ મળી છે તે સાથે ઘણાં પ્રસંગો એક સાથે આજે આવ્યા છે. ક્રિસમસનો આજનો તહેવાર, સાથે ગીતા જયંતિ, ભારત રત્ન મદન મોહન માલવિયા, અટલબિહારી વાજપેઈજીની જન્મજયંતિ છે. અટલજીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર માટે અર્પણ કરી દીધુ. ગ્રામ્ય અને ગરીબો માટે જ તેમણે પ્રાધાન્ય આપ્યું. રાષ્ટ્રજીવનમાં બદલાવ તેમણે લાવ્યો . જે ખેતી સુધારાને તમે જોઈ રહ્યા છે તે તેમની દેન છે.

  • 25 Dec 2020 12:49 PM (IST)

    PM MODIએ શરૂ કર્યો ઉત્તરપ્રદેશનાં ખેડુતે કહ્યું કે નવા ખેતી કોન્ટ્રાક્ટ મુજબ જમીન નથી જતી રહેતી

    ઉત્તરપ્રદેશનાં ખેડુતે વાત કરતા જણાવ્યું કે શાકભાજી અને ઘઉંની ખેતી કરી રહ્યા છે. નાની જમીન પર 10 લોકોનું પરિવાર ચલાવવા પર ખેડુતે જણાવ્યું કે અને 100 ખેડુતોનું FPO બવાન્યું છે કે જેમાં અમદાવાદની કંપની સાથે પાકનો કોન્ટ્રાક્ટ કર્યો છે. નાના ખેડુતોએ ભેગા મળીને 300 ખેડુતો થયા છે. અમદાવાદની કંપની સાથે 25 રૂપિયાનો કોન્ટ્રાક્ટ થયો છે. પહેલા સ્થાનિક માર્કેટમાં 10 રૂપિયા મળતા હતા. અને તેને લઈને કોઈ જમીન નથી જતી રહેતી.

  • 25 Dec 2020 12:42 PM (IST)

    PM MODIએ શરૂ કર્યો તમીલનાડુનાં ખેડુતો સાથે સંવાદ

    તમીલનાડુનાં ખેડુતે જણાવ્યું કે 4 સદસ્ય મળીને ખેતી કરી રહ્યા છે. 4 એકર જમીનમાં ટમેટા અને ગુલાબ લઈ રહ્યા છે. ખેડુતે જણાવ્યું કે નવું બિલ રાહતદાયક છે. તેમણે થઈ રહેલી રાજનીતિનો વિરોધ કર્યો હતો.

  • 25 Dec 2020 12:38 PM (IST)

    PM MODIએ શરૂ કર્યો મધ્યપ્રદેશનાં ખેડુતો સાથે સંવાદ, ખેડુતે કહ્યું નવા કૃષિ બિલથી અમને ફાયદો

    મધ્યપ્રદેશનાં ખેડુતે પોતાના વિચારો વડાપ્રધાન સામે રજુ કર્યા હતા. તેમણે જણાવ્યું કે સરકાર સન્માન નિધિ પાંચ વાર મળી છે. તેમાંથી ખાતર અને બીજ તેમજ ટ્રેક્ટરનું ભાડું ચુકવવામાં સરળતા રહે છે. વડાપ્રધાને પુછ્યું કે નવા કૃષિ બીલથી શું ફાયદો થાય છે? તે સામે જવાબ આપતા જણાવ્યું કે પહેલા મંડીમાંજ વેચવો પડતો પાક બીજા વેપારીને પણ વેચી શકાય છે. પૈસા એક દિવસ પહેલા અથવા તે જ દિવસે મળી જાય છે. અમારી સામે જ પાકનું પરિક્ષણ પણ કરવામાં આવે છે. વડાપ્રધાને પુછ્યું કે રાજનીતિ થઈ રહી છે તે સામે ખેડુતે કહ્યું કે અમારી સામે જ પાક ચેક કરે છે એટલે નુક્સાનની વાત જ નથી. નવી વ્યવસ્થા સામે મને આનંદ છે.

  • 25 Dec 2020 12:33 PM (IST)

    PM MODIએ શરૂ કર્યો મહારાષ્ટ્રનાં ખેડુતો સાથે સંવાદ

    મહારાષ્ટ્રનાં ખેડુત દ્વારા જણાવવામાં આવ્યું કે તે ખેતી સાથે પશુપાલન સારી રીતે કરી રહ્યા છે. વડાપ્રધાને પુછ્યું કે પાક વીમા યોજનાનો લાભ મળ્યો છે? ખેડુતે કહ્યું કે આ યોજનાં માં 2580માં પ્રિમિયમ ભર્યું જે સામે મારી ખેતીમાં નુક્શાન સામે 54 હજાર વળતર રૂપે મળ્યું.  આ તમામ ખેડુતોને ગામમાં ખબર છે કે આ પાકવીમા યોજના ખુબ સારી છે.

  • 25 Dec 2020 12:30 PM (IST)

    PM MODIએ શરૂ કર્યો હરિયાણાનાં ખેડુત સાથે વાતચીત

    વડાપ્રધાનની સવાલનાં જવાબમાં હરિયાણાનાં ખેડુતે કહ્યું કે 3 એકર માં લીંબુ, 7 એકરમાં જમરૂખ વાવ્યા છે. તેમણે કહ્યું કે તેના સારા ભાવ મળી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે તને પરંપરાગત ખેતીમાંથી બહાર આવ્યા તે સારી વાત છે.

  • 25 Dec 2020 12:27 PM (IST)

    PM MODI સાથે ઓડીશાનાં ખેડુતોની વાતચીત

    વડાપ્રધાન મોદી એ કહ્યું કે નાના ખેડુતોને સમજાવો કે KCC કાર્ડ નથી મળ્યો તો તે લેવા માટે વિનંતી કરજો, પોતાના બાળકો માટે પૈસા વાપરજો અને વધારે વ્યાજ પર પૈસા ન લેતા

  • 25 Dec 2020 12:24 PM (IST)

    PM MODIએ શરૂ કર્યો અરૂણાચલ પ્રદેશ, ઓડીશાનાં ખેડુતો સાથે સંવાદ

    PM MODIએ શરૂ કર્યો અરૂણાચલ પ્રદેશનાં ખેડુતો સાતે સંવાદ કે જેમાં ખેડુતોએ કહ્યું કે તેમણે જેની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે તે તેમની જમીન નથી લઈ જઈ રહ્યા. વડાપ્રધાને કહ્યું કે સારૂ થયું તમે ભ્રમ દુર કર્યો કે પાક ખરીદનારા જમીન નથી લઈ જઈ રહ્યા

  • 25 Dec 2020 12:20 PM (IST)

    PM MODIએ કિસાન સન્માન નિધિ અંતગર્ત ખેડૂતોને નાણાકીય લાભનો આગામી  હપતો ચૂકવ્યો

    PM MODI  આજે કિસાન સન્માન નિધિ  અંતગર્ત ખેડૂતોને મળનારા નાણાકીય લાભનો આગામી  હપતો આજે ચૂકવ્યો . બટન દબાવીને એક સાથે નવ કરોડથી વધારે ખેડૂત લાભાર્થીઓને 18,000 કરોડ  રૂપિયા ટ્રાન્સફર કર્યા., આ કાર્યક્રમ દરમ્યાન પીએમ છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ કરશે

  • 25 Dec 2020 12:17 PM (IST)

    વડાપ્રધાન મોદીનો 6 રાજ્યના ખેડુતો સાથે સંવાદ, ખેડુતોનાં ખાતામાં સીધી રકમની ચુકવણી

    PM MODI  આજે કિસાન સન્માન નિધિ  અંતગર્ત ખેડૂતોને મળનારા નાણાકીય લાભનો આગામી  હપતો આજે ચૂકવશે. . પીએમઓ કાર્યાલયના નિવેદન મુજબ પીએમ મોદી એક બટન દબાવીને એક સાથે નવ કરોડથી વધારે ખેડૂત લાભાર્થીઓને 18,000 કરોડ  રૂપિયા ટ્રાન્સફર કરશે., આ કાર્યક્રમ દરમ્યાન પીએમ છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ કરશે.

    પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 25 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 12 કલાકે 9 કરોડ ખેડૂત પરિવારોના બેન્ક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયાની સન્માનની રકમ  ટ્રાન્સફર કરશે.

Published On - Dec 25,2020 11:26 AM

Follow Us:
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">