PM MODI LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચી મેગ્લોર ગેસ પાઈપલાઈનનું કર્યું લોકાર્પણ

Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 05, 2021 | 12:37 PM

PM MODI LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચી મેગ્લોર ગેસ પાઈપલાઈનનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેગ્લોર ગેસ પાઈપલાઈનનું લોકાર્પણ કર્યું હતું. કોચી મેગ્લોર ગેસ પાઈપલાઈન એક રાષ્ટ્ર એક ગેસ ગ્રીડ યોજના ( One Nation One Gas Grid Scheme ) હેઠળ મહત્વની યોજના ગણાવાઈ રહી છે. આ એક ભવિષ્યની એવી યોજના છે કે જે અનેક લોકોને સીધી રીતે સ્પર્શે છે.

આ પ્રસંગે કર્ણાટકનાં રાજ્યપાલ વજૂભાઈ વાળા, મુ્ખ્યપ્રધાન બી એસ યેદુરપ્પા, કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયન તેમજ કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન કાર્યાલયે જાહેર કરેલી માહિતી મુજબ, 450 કિલોમીટર લાંબી આ ગેસ પાઈપલાઈન ગેઈલ (GAIL) દ્વારા બનાવાઈ છે. પ્રતિદિન 12 મિલીયન મેટ્રીક સ્ટાન્ડર્ડ ક્યુબિક ગેસ પરિવહનની ક્ષમતા ધરાવે છે. જે એલએનજી ટર્મીનલથી પ્રાકૃતિક ગેસ લઈ જશે. કોચીથી અર્નાકુલમ, ત્રિશુર, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ, કન્નુર, કાસરગૌડ જિલ્લામાંથી પસાર થઈને મેગ્લોર સુધી જશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Jan 2021 11:41 AM (IST)

    વિશ્વની સી ફુડની માંગ ભારતના માછીમારો પૂરી કરી શકે છેઃ મોદી

    દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા જરૂરી છે. માછીમારોને ડીપ સી ફિશીગ માટે જરૂરી સવલત આપશે. માછીમારો સુરક્ષા પણ કરી રહ્યાં છે. 20,000 કરોડની મત્સ્ય સંપદા યોજના શરૂ કરાઈ છે જેનો લાભ માછીમારો લઈ શકે છે. વિશ્વમાં સી બીડની જરૂરીયાત વધી રહી છે. તે ભારત પૂરી કરી શકે છે. ભારતના માછીમારો વિશ્વની સી ફુડની માંગ પૂરી કરી શકે છે

  • 05 Jan 2021 11:39 AM (IST)

    દરિયાકાંઠો ધરાવતા રાજ્યોમાં બ્લ્યુ ઈકોનોમી માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે

    દેશના ભવિષ્યની જરૂરીયાતો આજથી જ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. નેચરલ ગેસ ઉપર ફોક્સ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમાં રિન્યુબલ એનર્જી માટે કામ શરૂ કરાયુ છે. બાયો ફ્યુલ ઉપર મોટા પાયે કામ થઈ રહ્યું છે. શેરડી અને અન્ય કૃષિ ઉપજ દ્વારા ઈથોનલ ઉત્પાદન માટે કામ થઈ રહ્યુ છે. પેટ્રોલમાં 20 ટકા ઈથોનલનો લાભ મળે તેવી કામગીરી થઈ રહી છે. સસ્તુ પ્રદુષણ રહીત ઈંધણ અને વિજળી આપવા સરકાર મક્કમ. દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ માટે સરકાર કામ કરી રહી ચે બ્લ્યુ ઈકોનોમી માટે કામ થઈ રહ્યું છે. આત્મ નિર્ભર ભારત માટે મોટુ કામ થશે  તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું.

  • 05 Jan 2021 11:33 AM (IST)

    દેશમાં આજે વધુ 16000 કિલોમીટર લાંબી ગેસ પાઈપલાઈન નંખાઈ રહી છે

    દેશમાં ઈન્ટર સ્ટેટ નેચરલ પાઈપલાઈન 1987માં કમિશન થઈ હતી. ત્યાર બાદ 2014 સુધી 27 વર્ષ સુધી ભારતમાં 15000 કિલોમીટર નેચરલ ગેસ પાઈપલાઈન બની. આજે દેશમાં 16000 કિલોમીટર લાંબી ગેસ પાઈપલાઈન ઉપર કામ ચાલી રહ્યું છે. ચાર પાંચ વર્ષમાં કામ પૂરૂ થશે. 27 વર્ષમાં થયુ તેટલુ કામ અડધા વર્ષમાં પૂરુ કરુ કરાશે. પહેલુ સીએનજી સ્ટેશન બન્યાના 22 વર્ષમાં 900થી વધુ નહોતા. પાછલા વર્ષમાં 1500 સ્ટેશન બન્યા છે. 10,000 સુધી સ્ટેશન પહોચાડવાનો લક્ષ્યાંક છે. પીએનજી માટે પણ 2014 સુધી 25 લાખ જોડાણ હતા. આજે દેશમાં 72 લાખથી વધુ ઘરમાં પાઈપલાઈનથી ઘરમાં રસોઈ થઈ રહી છે. આ પાઈપલાઈનથી 21 લાખ વધુ જોડાણ આપી શકાશે. 2014 સુધી 14 કરોડ એલપીજી કનેકશન હતા. જે પાછલા છ વર્ષમાં એટલા જ નવા જોડાણ અપાયા છે. ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને ગેસ સિલીન્ડર અપાયા છે. કોરોનાકાળમાં ક્યારેય ગેસની સમસ્યા નથી સર્જાઈ. 12 કરોડ મફત સિલીન્ડર અપાયા હતા.

  • 05 Jan 2021 11:27 AM (IST)

    ભારતને હવે ધીમી ગતીએ આગળ વધવુ પાલવે તેમ નથી

    એકવીસમી સદીમાં જે દેશ કનેક્ટિવીટી અને ક્લિન એનર્જી ઉપર બાર મૂકશે તે વિકાસ વધુ ઝડપે હાંસલ કરશે. રોડ, ડીજીટલ, વોટર, ગેસ કનેક્ટીવિટી થઈ રહી છે. ભારતમાં એક સાથે અનેક ક્ષેત્રે કામ થઈ રહ્યું છે. જે અત્યાર સુધીમાં નહોતુ થતુ. આ કામ આખે જોઈ શકાય છે. વિકાસના હિસ્સો છીએ. પાછલી સદીમાં ભારત જે ગતિએ ચાલ્યુ તે હવે નહી ચાલે. તેના માટે કેટલાક કારણો હતા. તેમા નથી પડવુ પણ હવે ભારત ધીમે નહી ચાલે. ભારતે પાછલા વર્ષોમાં સ્પીડ, સ્કોપ વધાર્યો છે તેમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

  • 05 Jan 2021 11:24 AM (IST)

    કોચી મેગ્લોર ગેસ પાઈલપાઈલનથી અનેક શહેરોમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સરળ બનશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચી મેગ્લોર ગેસ પાઈપલાઈનનું વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મોદી એ કહ્યું કે ગેસ પાઈપલાઈનથી કેરળ અને કર્ણાટક બન્ને રાજ્યોના વિકાસને ગતિ દેવા માટે બહુ મોટી ભૂમિકા રહેશે. વન નેશન વન ગેસ ગ્રીડ ઉપર કામ થઈ રહ્યું છે. આત્મનિર્ભર ભારત માટે ગેસ ગ્રીડમાં વિકાસ કેમ જરૂરી છે તે આ પ્રોજેક્ટથી સમજી શકાશે. ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની મદદ કરશે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો માઘ્મય બનશે. સીએનજી આધારીત ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વિકસાવવાનો આદાર બનશે. મેગ્લોર રિફાયનરી પેટ્રોકેમિકલને જરૂરી ઈંધણ આપશે. પ્રદુષણ નિયંત્રણ આવશે. પર્યાવરણ સુધરશે. કાર્બન ડાયોકસાઈડ ઓછો થઈ શકશે.

Published On - Jan 05,2021 11:41 AM

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">